અવકાશ માં થી વિજળી ?

ચીન એ અમેરિકા અને બ્રિટન ને પાછળ છોડતા અવકાશ માં પોતાની સોલર પેનલ લગાવી તેના દ્વારા ઉત્પાદીત વિજળી ને અહીં પૃથ્વી ઉપર લાવવા ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ની જાહેરાત કરી દીધી છે. ચીન દ્વારા પૃથ્વી થી ૪૦૦ કિ.મી.ની ઊંચાઈ ઉપર સ્થાપિત પોતાના આગવા સ્પેસ સેન્ટર ઉપર સોલર પ્લાન્ટઉભો કરાશે. જોતે આમ કરવામાં સફળ રહેશે તો અવકાશ માં થીવિજળી ઉત્પન્નકરનારો વિશ્વનો સૌ પ્રથમ દેશ બની જશે. વળી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોવાથી પૃથ્વી ઉપર ના થતા દિવસ રાત ના ચક્રથી વિપરીત અવકાશ માં સૂર્યાસ્ત થતો જ
ના હોવાથી અવકાશ માં સ્થપાનારો સોલર પ્રોજેક્ટ ર૪ ઠ ૭ અમર્યાદ ઉર્જા નો સ્ત્રબની રહેશે. ચીન અગાઉ આ પ્રોજેક્ટ ઉપર ૨૦૩૦ માં કામ શરુ કરવા નું હતું પરંતુ હવે બે વર્ષ અગાઉ ૨૦૨૮ માં જ કામ શરુ કરી દેશે. જો તેનો આ પ્રોજેક્ટ સફળ થશેતો ૨૦૫૦ સુધી માં બ્રિટન ના તમામ પાવર પ્લાન્ટ્સ દ્વારા ઉત્પાદિત થતી વિજળી જેટલીવિજળી નું ઉત્પાદન અવકાશ માં થી મેળવી લેશે. ચીન ના વડા શી જિનપિંગ ના દાવા કે૨૦૬૦ સુધી માં ચીન ઝીરો કાર્બન ઉત્સર્જન કરનારો દેશ બની જશે તેના ભાગરુપે આપ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. જો કે સ્પેસસ્ટેશન માંઉત્પાદિત થનારી સૌર ઉર્જા નેતેના પરિવહન માટે જરુરી તાર વગર પૃથ્વી ઉપર કઈ રીતે લાવવી તે સમસ્યા નો હલ પણ ચીને શોધી કાઢ્યો છે. આ સોલરપ્લાન્ટ સૌર ઉર્જાને પ્રથમ વિજળી
માં અને ત્યારબાદ માઈક્રોવેવ તેમ જ લેસર માં પરિવર્તિત કરી ને પૃથ્વી ઉપર મોકલશે. જેનો પૃથ્વી ઉપર ના ટ્રાન્સમિટર રિસીવ કરી ને પાછા તેમને ઈલેક્ટ્‌ક પાવરમાં પરિવર્તિત કરી ને સ્થાપિત વિવિધ ગ્રીડસ્ટેશન સુધી પહોંચતી કરશે. ત્યાર બાદ તેનો ઉપયોગ સામાન્ય વિજળી ની માફક કરી શકાશે. બ્રિટન એ પણ સમાન પ્રોજેક્ટ માટે ૧૬ અબજ પાઉન્ડ (૧.૫૫ લાખ કરોડ ફૂ.) નું બજેટ ફાળવ્યું છે જેમાં યુર-પ ના બીજા દેશો ની પણ હિસ્સેદારી રહેશે. જ્યારે અમેરિકા માં ૨૦ વર્ષો અગાઉ નાસા એ સરકાર ને આવો પ્રસતાવ આપ્યો હતો. તે સમયે ખર્ચ ને જોતા પડતો મુકાયેલો પ્રોજેક્ટ હવે નાસા અને એરફોર્સ સાથે મળી ને કરશે.

Leave a Reply

Your email address will not be published.