ચૂંટણી પંચ ના ૬ મહત્વપૂર્ણ પ્રસ્તાવો
ભારત ના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો હોદ્દો સંભાળ્યા બાદ રાજીવ કુમારે. કાયદા મંત્રાલય અને કેન્દ્ર સરકાર ને પત્ર લખી ને મતદાર કાર્ડ નો આધાર કાર્ડ સાથે લિંક કરવા, ઉમેદવાર ને એક જ બેઠક પર થી ચૂંટણી લડવા તથા એક્ઝિટ અને ઓપિનિયન પોલ નિશ્ચિત સમય મદા સુધી પ્રતિબંધિત કરવા જેવા અન્ય કુલ ૬ પ્રસ્તાવો મોકલ્યા છે. ભારતા માં આ અગાઉપૂર્વ ચૂંટણી
કમિશ્નર ટી. એન.શેષાન એ પોતાના કાર્યકાળ દરમ્યાન આ પદ ની મહત્તા અને ગરિમા ના તમામ રાજકીય પક્ષો અને દેશ ની જનતા ને પરિચિત કરાવ્યા હતા. હવે નવા ચૂંટણી કમિશ્નર એ પણ પારણા માં લક્ષણ તો ઝળકાવ્યા છે, આશા રાખીએ કે તેમના કાર્યકાળ દરમ્યાન તેઓ નિલિકતા થી નિર્ણયો લઈ શકે. તેમણે મતદાર કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા, લાયક લોકો ને મતદાર નોંધણી – કરાવવવા ચાર કટ ઓફ તારિખ ના નિયમ ને સૂચિત કરવા, રાજકીય પક્ષો ને ૨૦,૦૦૦ રૂ।. ના બદલે ૨૦૦૦ રૂ. થી વધુ ના દાન ની વિગતો જાહેર કરવી ફરજિયાત કરવા, ચૂંટણી પંચ ને ચૂંટણી ખર્ચ ની વિગતો સહિત અન્ય તમામ ચૂંટણી પંચે માંગેલી વિગતો નિશ્ચિત સમય મર્યાદા માં ના આપનાર અને વારંવાર ના રિમાઈન્ડર નો પણ પ્રતિભાવ ના આપનારા રાજકીય પક્ષો ની રજીસ્ટ્રેશન ની જે સત્તા ચૂંટણી પંચ પાસે છે તેવી જ રીતે ડીરજીસ્ટ- [શન ની પણ સત્તા આપવા કાયદા માં જરુરી સુધારા કરવા આ ઉપરાંત હાલ ના સમય માં જ્યાં ઉમેદવાર એક થી વધુ બેઠકો ઉપર થી ચૂંટણી લડ્યા બાદ કોઈ પણ એક બેઠક સિવાય અન્ય બેઠકો છોડી દેતા ત્યાં ફરી પેટા ચૂંટણી કરાવવા નો નિરર્થક ખર્ચો જનતા ના ટેક્સ ના પૈસા ના દુર્વ્યય સમાન હોવા થી ૧ વ્યક્તિ ને ૧ જ બેઠક ઉપર થી ચૂંટણી લડવા નો અધિકાર હોવો જોઈએ. આમ ચૂંટણી કમિશ્નરે કાયદા મંત્રાલય અને કેન્દ્ર સરકાર ને છ પ્રસ્તાવો ના મોકલેલા પત્ર માં ભારતીય ચૂંટણીઓ અંગે ખબ મહત્વ ના અને દેશ ની જનતા માટે પણ ખૂબ જરુરી એવા છ પ્રસ્તાવો મોકલી ને પોતાના જાગૃતતા ના દર્શન કરાવ્યા હતા. હવે જોઈએ કાયદા મંત્રાલય અને કેન્દ્ર સરકાર નવા ચૂંટણી કમિશ્નર ના પ્રસ્તાવો ઉપર કેવો પ્રતિભાવ આપે છે.