વિશ્વ ના દેશો ની સ્પેસ રેસ
પૃથ્વી બાદ હવે અવકાશ માં અને ચંદ્ર, મંગળ અને ગુરુ જેવા ગ્રહો સુધી માનવીઓ એ દોડ લગાવી છે. આ દોડ માં ચીને ગત વર્ષે પોતા નું સ્પેસ સ્ટેશન નું પહેલુ મોડ્યુલ અંતરીક્ષ માં લોંચ કર્યા બાદ હાલ માંજ પોતાના ત્રણ અવકાશયાત્રીઓ ને નવા સ્પેસ સ્ટેશન ઉપર કામ કરવા છ માસ માટે મોકલ્યા છે. પૃથ્વી ના ઉપગ્રહ ચંદ્ર ઉપર ૧૯૭૨ માં અમેરિકન અવકાશયાત્રી નીલ આમસ્ટ- તેંગ એ ઉતરાણ કર્યા બાદ આશ્ચર્યજનક રીતે અત્યાર સુધી અમેરિકા સહિત વિશ્વ ના અન્ય કોઈ પણ દેશ નો કોઈ પણ માનવી હજુ સુધી ગયો નથી. જો કે અવકાશ ની આ રેસ માં
અમેરિકા અને રશિયા ને પડકાર આપતા ચીને ખુબ મોટો અને મહત્વકાંક્ષી પ્રોગ્રામ બનાવ્યો છે. હવે માનવી ની અવકાશ સફર ના ભૂતકાળ ઉપર દૅષ્ટિપાત કરીએ તો ૪ થી ઓક્ટોબર ૧૯૫૭ માં એટલે કે આજ થી લગભગ દપ વર્ષો અગાઉ સોવિયેત યુનિયને ઇતિહાસ નો સર્વ પ્રથમ સેટેલાઈટ લોંચ કર્યો હતો. તે જ સમયે ચીન ના તત્કાલીન શાસક માઓ ત્સે તુંગ એ નક્કી કર્યું હતું કે જો આપણે સુપર પાવર્સ ની બરોબરી કરવી હશે તો આપણે પણ આપણો પોતાનો સેટ- લાઈટ બનાવવો પડશે. તેમણે પ્રોજેક્ટ ૫૮૧ ની શરુઆત કરાવી જેનો ઉદેશ્ય ૧૯૫૯ સુધી માં સેટેલાઈટ લોંચ કરવા નો હતો. જો કે પોતાના લક્ષ્ય થી ૧ ૧ વર્ષો બાદ ૨૪ એપ્રિલ ૧૯૭૦ માં ચીને પોતાનો પ્રથમ સેટેલાઈટ ડોંગ ફાંગ હોંગ લોંચ કર્યો. ત્યાર બાદ ૨૦૦૩ માં ચીને પ્રથમવાર માનવી ને અંતરીક્ષ માં મોકલવા માં સફળતા મેળવવા ઉપરાંત આવી [સૉધ્ધિ મેળવનાર તે [વિશ્વ નો ત્રીજો દેશ બન્યો. જો કે ચીન ને અવકાશ માં મેળવેલી સિધ્ધિઓ માં ૨૦૨૦ માં ચાંગ ઈ-પ [મિશના ચંદ્ર ની માટી અને ખડક ના સોમ્પલ ધરત્ાવ ઉપ્ાર લાવવા ઉપરાંત ચંદ્ર ની રંગીન તસ્વીરો પણ મોકલી હતી. ત્યારબાદ ૨૪ એપ્રિલે ૨૦૨૦એ લોંચ કરેલ તિયાનવેન-૧૭ માસ લાંબી યાત્રા બાદ મંગળ ગ્રહ ઉપર પહોંચી ૨૦૨૧ માં સોફ્ટ લેન્ડિંગ પણ કર્યું. તદુપરાંત ૨૦૧૧ માં જચીને પોતાના સ્પેસ સ્ટેશન ની શરુઆત કરી. જો કે સ્પેસ સ્ટેશન ૨૦૧ ૬ માં બંધ પડી જતા
૨૦૨૨ સુધી માં અવકાશ માં માનવસહિત સ્પેસસ્ટેશન લોન્ચ કરવા ની યોજના બનાવી, હવે ૨૦૨૧ માં લોંચ કરેલા તિયાનવેન-૧ સ્પેસ સ્ટેશન નું પ્રથમ મોડ્યુલ લોંચ કરી ને ૨૦૨૩ સુધી માં પૂર્ણ કાર્યરત કરી દેવાશે ચીન ની ભાવિ અવકાશી આયોજનો માં ૨૦૩૦ માં મંગળ ગ્રહ ના માટી અને ખડક ના નમુના લાવવા રોબોટીક મિશન તદુપરાંત બૃહસ્પતિ ગ્રહ ની માનવરહિત શોધ મિશન અને ચંદ્ર ઉપર અવકાશયાત્રી ને મોકલવો અને લાંબા સમય સુધી રહેવા ની સગવડ કરવી. ૨૦રપ સુધી માં ફરી થી વપરાશ માં લઈ શકાય તેવા રોકેટ બનાવવા તથા ર૦૪૦ સુધી માં પરમાણુઉર્જા સંચાલિત સ્પેસ શટલ બનાવવા. જો કે અન્ય દેશો માં અમેરિકા નું નાસા આ વર્ષે ચંદ્ર ઉપર પ્રથમ વખત મહિલા અવકાશયાત્રી ને મોકલશે સાથે ત્યાં લાંબો સમય રહેવા જરુરી સંસાધનો પણ મોકલશે. જો કે આ વર્ષે અમેરિકા ઉપરાંત ભારત, અમેરિકા, જાપાન અને રશિયા પણ ચંદ્ર મિશન લોંચ કરનાર છે. નાસા અને યુર- ]પિયન એજન્સી ચંદ્રની આસપાસ સેટેલાઈટ નેટવર્ક તૈયાર કરી રહ્યા છે. જેથી ચંદ્ર ઉપર જનાર અવકાશયાત્રી સરળતા થી પૃથ્વી નો સંપર્ક જાળવી શકે. જો કે આ હોડ માં રશિયા પણ પાછળ નથી. રશિન સ્પેસ એજન્સી રોર-કોસ્મોસ પ્રમાણે જુલાઈ ૨૦૨૨ માં લુના- રપ લેન્ડર મિશન ચંદ્ર ઉપર ઉતારશે. જો કે ૪૫ વર્ષો માં રશિય નું આ ચંદ્ર ઉપર પ્રથમ મિશન હશે. જ્યારે આ હોડ માં ભારતીય સ્પેસ એજન્સી ઈસરો ચાલુ વર્ષે ત્રણ મોટા મિશન ઉપર આગળ ધપી રહી છે. જે પૈકી ગગનયાન ભારત નું અંતરીક્ષ માં સામાનવ પ્રથમ મિશન હશે જેના લો અર્થ ઓર્બિટ માં અવકાશયાત્રી સહીત સ્પેસ શટલ મોકલાશે જે ધરતી ઉપર પરત ઉતરાણ કરશે. આની સફળતા ભારત ને અંતરીક્ષ માં માનવી ને મોકલનારો ચોથો દેશ બની જશે. જ્યારે અન્ય મિશન એ આદિત્ય-૧ છે. સૂરજ ના અભ્યાસ માટે નું ઈસરો નું આ પ્રથમ મિશન હશે જેમાં ૪૦૦ કિ.ગ્રા. ના સેટેલાઈટ ને સૂરજ ના એલ-૧ ઓર્બિટ માં રાખવા માં આવશે. જ્યારે ત્રીજા મિશન માં ચંદ્રયાન-૨ માં અંતિમ ક્ષણો માં મળેલી નિષ્ફળતા અને આખરે થયેલા હાર્ડ લેન્ડીંગ ઉપર થી બોધપાઠ લેતા હવે ચંદ્રયાન-૩ માં ચંન્દ્ર ની ધરતી ઉપર ઓગસ્ટ માસ માં સફળ લેન્ડીંગ કરાવાશે. આ ઉપરાંત ૨૦૨૨ માં ઈસરો એ પીએસએલવી મિશન, બે ડેવલપમેન્ટ ફ્લાઈટ્સ અને એક એસએસએલવી પણ લોંચ કરશે. આમ અંતરીક્ષ ની દોડ માં અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત પણ મજબૂતાઈ થી આગળ વધી રહ્યું છે.