પયગંબર વિવાદ પાછળ પાકિસ્તાન ?

પૂર્વ ભાજપા પ્રવક્તા નુપૂર શર્મા ના તથાકથિત મોહમ્મદ પયગંબર ઉપર ના વિવાદીત નિવદેન નાં બે સપ્તાહ બાદ ગત શુક્રવારે દેશભર ની મસ્જિદો માં નમાઝ બાદ ફાટી નિકળેલા હિંસક તોફાનો પાછળ પાકિ-સ્તાન નો હાથ હોવા નું બહાર આવ્યું છે. ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ અનાકલિટિક્સા ટેન્ડર (ડીએ- ફઆરએસી) એપોતાના રિપોર્ટ માં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ના સાત હજાર થી વધુ ટિવટર એકાઉન્ટસ ફેક ન્યુઝ ની મદદ થી ભારત માં રમખાણો ભડકાવવા નું ષડયંત્ર રચી રહ્યા હતા. દફરીક(ડીએફઆરએસી) એ તેના અહેવાલ માં ૬૦ હજાર થી વધુ ટિવટર વપરાશકર્તાઓ ની પોસ્ટ અને ટિપ્પણી ના વર્તન નું વિશ્લેષણ કર્યું હતું. જે પૈકી ૩૧૦૦ એકાઉન્ટસ પાકિ-સ્તાન ના હતા. એ વાત સ્પષ્ટ છે કે પ્રોફેટ વિવાદ સાથે જોડાયેલા હેશટેગ ને પાકિસ્તાન ના ટિવટર એકાઉન્ટ્સ થી આગળ વધારવા માં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ૩૦૦૦ ખાતા સાઉદી અરેબિયા ના, ર૫૦૦ ખાતા ભારત માં થી, ૧૪૦૦ એકાઉન્ટ્સ ઈજિપ્ત ના અને ૧૦૦૦ થી વધુ યુ.એસ. અને કુવૈત ના હતા. તદુપરાંત પાકિસ્તાન ની એઆરવાય ન્યુઝ સહિત અન્ય ઘણી ટીવી ચેનલો એ પણ ભારત વિરુધ્ધ ખોટા સમાચારો સતત ચલાવ્યા હતા. પાકિસ્તાન ના પૂર્વ રાજદૂત બસિત અલી એ નવિન જિંદલ ને બિઝનેશમેન જિંદલ નો ભાઈ ગણાવતો દુષ્પ્રચાર કર્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડ ના ક્રિકેટર મોઈન અલી નો નકલી સ્ક્રીનશોટ પણ વાયરલ કરવા માં આવ્યો હતો. ઈરાન અને કતાર જેવા દેશો એ પયગંબર મોહમ્મદ ઉપર કરવા માં આવેલી ટિપ્પણી ઉપર ભારત ની કાર્યવાહી બાદ નિવેદન જારી કરી
ને સંતોષ માન્યો હતો. આમ છતા કેટલાક લોકો મુસ્લિમો ને માત્ર ને માત્ર રમખાણો ભડકાવવા માં જ લાગેલા હતા. આવુ કંઈ પ્રથમવાર નથી બન્યું આ અગાઉ પણ ભારત માં દુષ્પ્રચાર કરવા માં પાકિસ્તાન નું નામ ઘણી વાર આવ્યું છે. ૨૦૧૯ માં લોકસભા ની ચૂંટણી દરમ્યાન પાકિસ્તાન ભારત માં ફેક ન્યુઝ ચલાવાતા હતા. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ ચૂંટણી દરમ્યાન ભારત માં ફેકન્યુઝચલાવતી હતી. સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ દ્વરા આવા લગભગ ૬૮૭ ઈન્સ્ટ- ગ્રામ પેજ દૂર કરાયા હતા. હિંસા અને નકલી સમાચાર ચલાવતી પાકિસ્તાન દ્વારા નિયંત્રીત ૨૦ યુટ્યુબ અને ર વેબસાઈટ ૨૦ ડિસે. ૨૦૨૧ ના રોજ ભારત ના માહિતી અને પ્રસારણ ખાતા એ બંધ કરી હતી.


Leave a Reply

Your email address will not be published.