રાષ્ટ્રપતિ ની ચૂંટણી
ભારતીય લોકશાહી ના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ મી જુલાઈ એ યોજાનારી છે. જો કે હજુ સુધી આ મુદ્દે ભાજપે નથી કોઈ નામ ની જાહેરાત કરી અને વિપક્ષો પણ ૧૫ મી જૂને સંયુક્ત બેઠક માટે કવાયત કરી રહ્યા છે. જ્યારે પ.બ- ગાળ ની ચૂંટણી બાદ વિપક્ષી એકતા નો ઝંડો લઈ ને આગેવાની કરવા નીકળેલા મમતા બેનરજી ને દિલ્હી યાત્રા માં યોગ્ય પ્રતિસાદ ન મળતા પરત ગયા બાદ હવે ફરી એકવાર રાષ્ટ- પતિ ની ચૂંટણી ના મોકા નો લાભ લેતા વિપક્ષી નૈતાઓ અને બિનભાજપા શાસિત રાજ્યો ના મુખ્યમંત્રીઓ ને પત્ર લખી ને ૧૫ મી જૂને દિલ્હી બેઠક માં હાજર રહેવા અનુર- ‘ ધ કર્યો છો. જો કે આની સામે સીપીએમ ના નેતા સીતારામ યેચૂરી એ કહ્યું હતું કે મમતા ના આવા એકતરફી પ્રયાસ થી વિપક્ષી એકતા ને નુક્સાન પહોંચશે. અન્ય નેતાઓ માં દિલ્હી ના મુખ્યમંત્રી ૧૫ મી જૂને પંજાબ જવા ના હોવા થી હાજર રહી શકશે નહીં. તેમ જ મહારાષ્ટ ના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સંલગ્ન અયોધ્યા જવા ના હોવા થી તેઓ પણ ઉપસ્થિત રહી શકશે નહીં. જ્યારે બીજી તરફ મહારાષ્ટ્ર માં એનસીપી સુપ્રિમો શરદ પવાર નો વિપક્ષો ના રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર બનાવવા કવાયત હાથ ધરાઈ હતી. આપ ના નેતા અને રાજ્યસભા ના સાંસદ સંજયસિંહ એ શરદ પવાર સાથે તેમના નિવાસ સ્થાને મળવા ગયા હતા. ત્યાર બાદ સંજયસિંહ ને પુછવા માં
પ આવ્યું કે શું શરદ પવાર નું નામ રાષ્ટ્રપતિપદ ના ઉમેદવારમાં સાંમેલ થઈ શકે ? ત્યારે જવાબ માં સંજય સિંહે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ચૂંટણી લડે. જ્યારે કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે એ શરદ પવાર ને સોનિયા ગાંધી નો સંદેશો આપ્યો હતો. જેમાં સોનિયા ગાંધી એ જણાવ્યું હતું કે સમાન વિચારધારા ધરાવતી પાટ- 1ઓ એ એક મંચ ઉપર આવી ને આગળ ની રણનીતિ ઉપર ચર્ચા કરવી જોઈએ. વિરોધ પક્ષ ના સર્વમાન્ય નેતા બનવા શરદ પવાર નું વલણ હકારાત્મક છે. જો કે હજુ આ મામલે તેમણે સ્પષ્ટ ઈન્કાર કે સ્વિકાર કર્યો નથી.
વાસ્તવ માં આ ચૂંટણી માટે વિપક્ષો પાસે ૫૪૦,૦૦૦ મતો છે. જ્યારે એનડીએ પાસે ૪૯૦,૦૦૦ મતો છે. પરંતુ મોટી સમસ્યા એક જ છે કે શું વિપક્ષી એકતા બની શકશે ?