સમાચારો સંલ્ષિપ્ત માં
-લગ્નપ્રસંગે કે પાર્ટીઓમાં અમુક લોકોને ડ્રિંક્સ પીવું બહુ ગમતું હોય છે. માર્કેટ માં અવનવી બ્રાન્ડ્સ અને વિવિધ ટેસ્ટવાળી અવનવી પ્રોડક્ટસ મળતી હોય છે. જો કે તાજેતરમાં સિંગારોપમાં એક બિયરના નિર્માતાએ નવી પ્રોડક્ટસ લોંચ કરતા લોકોનો પ્રતિભાવ હતો કે વાહ! શું અદ્ભૂત ટેસ્ટ છે, મજા આવી ગઈ. ન્યુ બ્રુ નામક આ બિયર બ્રાન્ડ તે વોટર માંથી બની છે. જે સિંગાપોરની સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્ત- 1વાળી રિસાયકલ વોટરમાંથી બનાવેલી બ્રાન્ડ છે. તેઓ ગટરના પાણી અને પેશાબને રિસ- 1યકલ કરીને તૈયાર થયેલા પાણીમાંથી બિયર બનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિ ની મોનિટરીંગ ટીમના અહેવાલ મુજબ પાકિ-સ્તાન સાથે સંબંધો ધરાવતા આતંકવાદી સંગઠ- નોએ અફઘાનિસ્તાનમાં પોતાની હાજરી જાળવી રાખી છે. જો કે તાલિબાન જૂથ આનો ઈન્કાર કરે છે. પરંતુ હકીકતમાં જૈશ-એ-મોહમ્મદ અકઘાનિસ્તાન ના નાંગરહારમાં પોતાનો કેમ્પ ચલાવી રહ્યું છે. જ્યારે લશ્કર-એ-તૌયબાએ
કનાર અને નાંગરહારમાં ત્રણ કેમ્પો ચલાવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષના શાસનકાળમાં આ અગાઉ દેશની દિશાશૂન્ય ગણાતી વિદેશનીતિની જગ્યાએ સફળ, દૅઢ અને ફૂટનીતિથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. જેવા ૮ વર્ષોમાં વડાપ્રધાને કુલ ૯૩ દેશોની ૧૨૮ વાર મુલાકાત વિદેશયાત્ર- 1ઓ કરી હતી. આ દરમ્યાન અમેરિકામાં ત્રણ રાષ્ટ્રપતિઓ આવ્યા. પ્રથમ ઓબામા બાદમાં ટ્રમ્પ અને હવે બાયડન. જો કે મોદીના ત્રણેય રાષ્ટ્રપતિઓ સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. આ જ રીતે રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન, જાપાન અને ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા ના રાષ્ટ્રવડડાઓ તેમ જ ઈઝરાયેલના વડાપ્રધાન પણ મોદીને અને ભારતને પાક્કા મિત્ર ગણાવે જ્યારે મિડલ ઈસ્ટના આરબ દેશો વડાપ્રધાન મોદી ને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માને છે. જુલાઈ માસ માં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચુંટણીમાં સત્તાધારી એનડીએ ના ઉમેદવાર- નો વિજય નિશ્ચિત હોવા છતા વિપક્ષોને મોટા માર્જિન થી પરાજીત કરવા ભાજપા પોતાની વ્યુહરચના ઉપર કામ કરી રહી છે. જ્યારે ૧૬ મા રાષ્ટ્રપતિની ચૂંટણી નો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે મુજબ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૨૯ જૂન, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ર જી જુલી અને ૧૮ જુલાઈ એ રાષ્ટ્રપતિપદની ચુંટણી અને ૨૧ મી જુલાઈ ના રોજ મતગણતરી થશે. એમ ચૂંટ- ણીપંચ એ જાહેર કર્યું હતું. પંજાબમાં આપ સરકારની રચના અગાઉ જ કેજરીવાલના કથિત ખાલિસ્તાની સંપર્કો અંગે ઘણી ચર્ચાઓ ઉઠ્યા બાદ હજુ થોડા દિવસો અગાઉ માન ની આપ સરકારે પંજાબમાં ૪૨૪ લોકોની સુરક્ષા હટાવ્યા ના બીજા જ દિવસે સિધ્ધુ મૂસેવાલાની ની હત્યાનો બનાવ અને હવે આપ સંયોજક અરવિંદ કેજરીવાલની જલંધર શહેરની મુલાકાત અગાઉ જલંધરમાં લાગેલા ખાલિસ્તાની પોસ્ટર્સ ઘણું બધુ કહી જાય છે. દેશના સરહદી રાજ્યમાં આપ સરકારના શાર- 1નના શરુઆતી દિવસો માં જ આવનાર સમય પંજાબ અને દેશ માટે કેવો હશે તેની આગાહી કરવા સક્ષમ છે. -નૈશનલ હેરલ્ડ કેસમાં મની લોન્ડરીંગ મામલે ઈડીએ સતત ત્રીજા દિવસે પણ કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધીને બોલાવતા કોંગ્રેસી કાર્યકરો વ્યાકુળ બન્યા હતા. ઈડી ન ઓફિસ થી થોડે દૂર પોલિસે અટકાવેલા કોંગ્રેસી કાર્યકરો ધરણા- પ્રદરઅશન કર્યા બાદ ટાયરો સળગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા એ પોલિસ અધિકારીઓને ધમકી આપતા આ બધુ યાદ રાખવામાં આવશે તેમ જળાવ્યું હતું. -ભારતમાં પ જી સ્પેક્ટ્રમની હરાજીની સ્વિકૃતિ સાથે ટેલિકોમ સેક્ટરમાં નવી ક્રાંતિની શરુઆત થઈ ગઈ હતી. ટેલિકોમ મંત્રાલલ આ સપ્ત- 1હથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવાની શરુઆત કરશે. જ્યારે કેન્દ્રીય કેબિનેટ ના નિર્ણય અનુસાર જુલાઈ માસમાં હરાજીની પ્રકિયા શરુ થશે. જેના પગલે ચાલુ વર્ષે દિવાળી સુધીમાં ભારતીય ઉપભોક્તાઓને પ-જી સર્વિસ નો લાભ મળવાની શરુઆત થવાની સંભાવના છે. રાજપૂત કરણી સેના ના પ્રમુખ અને સ્થાપક શ્રી કાલવીજી ની તબિયત અત્યંત ગંભીર અને નાજુક છે. અંગેની માહિતી આપતા કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ એ ટિવટ કર્યું હતું કે આશા રાખું છું કે શ્રી કાલવી સાહેબની તબિયતમાં ઝડપી સુધારો થાય. એક તરફ દેશના બીપીએલ કાર્ડ ધારકો સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ મળેલા ગેસ સિલિન્ડરના રિફીલ ના વધી ગયેલા અને ૧૦૦૦રૂ. ને પાર પહોંચેલા ભાવ બાદ રિફીલ ના કરાવી શક્તા પાછા ચુલ્હા તરફ વળવા મજબૂર બન્યા છે. ત્યાં પડતાને પાટુ ના ન્યાયે હવે રાંધણ ગેસની કંપનીઓએ સિલિન્ડર ડિપ- ઝીટ અને રેગ્યુલેટર ની કિંમતોમાં તોતિંગ વધારો કર્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરની ડિપ- ગઝીટ ૧૪૫૦ થી વધારીને ૨૨૦૦ જ્યારે રેગ્યુલેટરની કિંમત ૧૫૦ થી વધારીને ૨૫૦ કરી દેવાઈ છે. યુ.પી.ના પ્રયાગરાજમાં પોલિસ પાસે ફરિયાદ નોંધાવા ગયેલી મહિલા ની વાત અચરજ પમાડે તેવી છે. ૩૨ વર્ષીય આ પરણિત મહિલાને એક ૩૦ વર્ષીય કુંવારા છોકરા સાથે પ્રેમ થઈ ગયો.
પરંતુ કોઈ બાબતે સંબંધોમાં કડવાશ આવી જૃતા યુવકે લગ્ન કરી લીધા. આ બાબતની ખબર પડતા મહિલા યુવક પાસે પહોંચી ને તેની પત્નીને છૂટાછેડા આપવા કહ્યું. બે વચ્ચે ખૂબ ઝગડો થયા બાદ બન્નેએ સાથે મરવાનું નક્કી કર્યું. જો કે નદીના પુલ ઉપર પહોંચ્યા બાદ મહિલાએ છલાંગ લગાવી દીધી પરંતુ યુવક નદીમાં ના ફૂદતા નાસી ગયો. આથી મહિલા પણ તરીને બ્હાર નિકળીને સીધી પોલિસ સ્ટેશન યુવકની બેવફાઈની ફરિયાદ કરવા પહોંચી હતી. પોલિસે મહિલાની ફરિયાદ ઉપરથી યુવક સામે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધ્યો હતો. નૈશનલ હેરલ્ડ કેસમાં મની લોન્ડરીંગ મામલે ઈડીએ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યાના વિરોધમાં કોંગ્રેસીઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવા જ નાગપુર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા શેખ હુસ્સેન એ પોતાના સંબોધનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક અને અભદ્ર ભાષા પ્રયોગનો ઉપયોગ કરવા બદલ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.