
બોલિવુડ સ્ટાર વરુણ ધવન એ ગુજરાત ની એક દુખિયારી દિકરી એ મદદ માટે રાત્રે ૧૧ વાગ્યે ટિવટ કરતા, વરુણે રાત્રે બે વાગ્યે રિટિવટ કરી મદદ પહોંચાડવા ની ખાત્રી આપ્યા બાદ વ્હેલી સવારે તેની ટીમ દિકરી ની મદદે પહોંચી ગઈ હતી. અમદાવાદ માં એક દારુડીયો તેની પત્ની અને પુત્રી ને મારતો, ભૂખ્યા રાખતો અને પૂરી પણ રાખતો હતો. આ દારુડીયા ની દિકરી એ રાત્રે અગિયાર વાગે પોતાની કરુણ કથની સોશ્યિલ મિડીયા માં ટિવટ કરીને મદદ માંગતા સદભાગ્યે રાત્રે બે વાગ્યે વરુણ ધવને રિપ્લાય કરી ગણતરી ના કલાકો માં મદદ મોકલી હતી. વરુણ ધવને મદદ માટે અમદાવાદ પોલિસ ને ટેગ કરતા અમદાવાદ શહેર ના જોઈન્ટ સી.પી. અજય ચૌધરી એ મહિલા પોલિસ ને જાણ કરી ને તેમને મદદે જવા માટે કહ્યું હતું. રરમી મે એ રાત્રે ૧૧ વાગ્યે આ દિકરી એ ટિવટ કરી ને જણાવ્યું હતું કે મારા પિતા દારુ પી ને અનેક વખત મને અને મારી માતા ને મારે છે, તેઓ રોજ આવું કરે છે. અમને જમવા પણ દેતા નથી અને ગંદી ભાષા માં વાત કરે છે. આ ટિવટ નો રાત્રે બે વાગ્યે વરુણ ધવને રિપ્લાય કરતા લખ્યું કે આ એક ખૂબ જ ગંભીર બાબત છે. અને જો આ સાચું છે તો હું તમારી મદદ કરીશ અને સત્તાવાળાઓ સાથે પણ વાત કરીશ. વરુણ ધવને મેસેજ અમદાવાદ પોલિસ ને પણ ટેગ કર્યો હતો. મ્મહિલો પોલિસ ની ટીમે પરિવાર અમદાવાદ જિલ્લા ની હદ માં રહેતો હોવાથી અમદાવાદ ગ્રામ્મ પોલિસે
મામલા ની ખરાઈ કરી ને દિકરી અને માતા ને પરેશાન કરતા પિતા સામે અટકાયતી પગલા ભરી ને ધરપકડ કરી હતી. જ્યારે અમદાવાદ ને અડી ને આવેલા હાથીજણ પાસે ના વિવેકાનંદ નગર ખાતે બીજે દિવસે સવારે વરુણ ધવન ની ટીમ મેનેજર ઈશિતા સાથે પહોંચી ગઈ હતી. તેમણે પૂરી હકીકત જાણી હતી અને મા-દિકરી ના જમવા ની પણ વ્યવસ્થા કરી આપી હતી. ત્યાર બાદ થી આજ દિન સુધી વરુણ ધવન ની ટીમ રોજ ફોન કરી ને દિકરી અને માતા ના સતત સંપર્ક માં રહી જરુરી તમામ મદદ પુરી પાડી રહ્યા છે. બીજા જ દિવસે ખુદ વરુણ પણ ફોન
કરી દિકરી સાથે વાત કરી હતી. તેને સાંત્વના આપતા તમામ મદદ કરવા નું પ્રોમિસ પણ આપ્યું હતું. આમ વરુણ ની તત્કાળ ટિવટ ઉપર કાર્યવાહી કરવા ના અને તેની ટીમ ના કાર્ય ની ચારેકોર ખૂબ પ્રશંસા થઈ રહી છે.