દાદીમા ના નુસખાં

‘ નુસખાં – વડના વૃક્ષ પરથી ચાર-પાંચ કૂંપળો લઈ ચટણી બનાવો, સવારે નાસ્તો કર્યા પછી હૂંફાળા પાણી સાથે આ ચટણી ખાઓ. ૧૦ ગ્રામ કુંવારપાઠાના ગુંદાને રોટલી સાથે ખાઓ. બે ચમચી સૂંઠ પાવડર અને એક ચમચી નાળિયેરનું તેલ – આ બંનેને એક કપ પાણીમાં ઉકાળી સેવન કરો. રઈ અને સરસિયાના તેલને સરખા પ્રમાણમાં લઈ મેલવો ત્યારબાદ કમરની માલિશ કરો. સૂંઠના ચૂરણને પાણીમાં ઉકાળી કાઢો બનાવી પીઓ. લવિંગના તેલને સરસિયાના તેલમાં મેળવી કમર પર ઘસો. રઈ, સરસિયું, તલ તથા કપૂર – આ બધાને સરખા ભાગે લઈ સારી રીતે વાટી મેળવો. ત્યારબાદ કમર પર ૧૦-૧૫ મિનિટ માલિશ કરો. ૧૦ ગ્રામ અજમાની પોટલી બાંધો, પછી તેને તવા પર ગરમ કરી પ મિનિટ સુધી કરમનો શેક ઓછામાં ઓછા પંદર દિવસ સુધી કરો. જાયફળના ચૂરણને સરસિયાના તેલમાં મેળવી ઉકાળો ત્યારબાદ આ તેલને કમર પર ઘસો. અશ્વગંધા અને સૂંઠને સરખા ભાગે લઈ વાટી લો. આમાંથી ર ગ્રામ ચૂરણ સવાર- ના સમયે દૂધ સાથે લો. દૂધમાં બે ચમચી સૂંઠ- નું ચૂરણ નાંખી ઉકાળો. રાત્રે સૂતી વખતે આ દૂધ પીઓ. ૧૦ ગ્રામ ખસખસ, ૧૦ ગ્રામ કાળામરી, બંનેને વાટી ચૂરણ બન- પવો આમાંથી પ ગ્રામ ચૂરણ ખાઈ ઉપરથી દૂધ પીલો. સરગવાની ફળીનું શાક ખાવાથી પણ કમરના દુખાવામાં આરામ મળે છે. ખારેકમાંથી ઠળીયો કાઢી તેમાં ગુગ્ગુલ ભરો, ત્યારબાદ ખારેકને દૂધમાં ઉકાળો. રાત્રે સૂતી વખતે આ દૂધ પીઓ. સૂંઠ તથા તુલસીના બીજોનો કાઢો બન- 1વી પીઓ. સરસિયાના તેલમાં જરાક અફીણ નાંખી ઉકાળો, ત્યારબાદ કમર પર આ તેલની માલિશ કરો. પથ્ય-અપથ્ય – આમ તો કમરના દુખાવામાં કોઈપણ પ્રકારની ખાદ્ય વસ્ત- ઓ ખાઈ શકાય છે. પરંતુ જો વાયુ પ્રકોપ ને કારણે કમરમાં દુખાવો હોય તો વાયુ બનાવનાર અને ભારે પદાર્થો ખાવા જોઈએ નહીં. સુપાચ્ય, હલકા અને પૌષ્ટીક ર પદાર્થો જ ખાવા જોઈએ. સવારે હળવો વ્યાયામ અથવા સાંજે થોડીવાર ટહેલવું લાભદાયક છે. લકવો લકવો ગંભીર રોગ છે. આમાં શરીરનો કોઈપણ ભાગ બહેર મારી જાય છે. જે અંગ ઉપર લકવાનો પ્રભાવ હોય છે તે એકદમ નિષ્ક્રિય થઈ જાય છે. કદે તેને કામ કરવા માટે 5 અથવા હરવા-ફરવા માટે બીજાનો ટેકો લેવો પડે છે. કારણો – જ્યારે શરીરના કોઈપણ ભાગમાં યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચતુ નથી ત્યારે તે જગ્યા (અંગ) નિશ્ચેષ્ટ થઈ જાય છે. આને જ લકવો કહેવાય છે. આ ઉપરાંત જે માણસ વધુ વાયુવાળા અથવા શીતળ પદાર્થો ખાય છે તેને પણ આ રોગ થઈ જાય છે. રક્તચાપ વધવાથી, મર્મ ભાગ પર ઈજા વાથી, માનસિક નબળાઈ, નાડીની કમજોરી વગેરે કારણોસર પણ આ રોગ થાય છે. આ ત્રણ પ્રકારનો હોય છે – આખા શરીરમાં પક્ષાઘાત (લકવો), અડધા શરીરનો લકવો તથા કેવળ મોઢાનો લકવો. લક્ષણો – આ રોગ આખા શરી- રની નાડીઓ અથવા અડધા શરીરની નાડીઓ અને નાની નસોને સૂકવી દે છે, જેને કારણે લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય છે. સાંધાઓમાં શિથિલતા આવી જાય છે. તેથી કોઈ વિશેષ અંગ બેકાર થઈ જાય છે. રોગી પોતે તે અંગનું હલનચલન કરવા માટે અશક્ત થઈ

અનુસંધાન આવતા અંકે દાદી મા ના નુસખા

ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુ- સખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ખા માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરુરી દાક્તરી સલાહ સુચનો લેવા નપ્ર વિનંતી.



Leave a Reply

Your email address will not be published.