શાહબાઝે લશ્કરી દખલ ને સત્તાવાર કરી
આમ તો પાકિસ્તાન માં લોકશાહી છે. દેશ માં કહેવાતી લોકશાહી છે. જેમાં ચૂંટાયેલી સરકાર એ લશ્કર ની કઠપૂતળી સરકાર છે. જેને લશ્કર ના ઈશારે દેશ ચલાવવા ની ફરજ પડાય હ છે.પરંતુહવેલશ્કર નેખુશ કરવા હાલ ના પ્રધાનમંત્રી ; _ ડે શાહબાઝ શરીફે સરકારી અધિકારીઓ ની નિમણુંક, પ્રમોશન, ટ્રાન્સ- 1ફર બધુ આઈએસઆઈ હસ્તક સત્તાવાર રીતે કરી તેને વિશેષ તપાસ એજન્સી નો કાનુની દરજ્જો આપ્યો છે. વિધિ ની કેવી વિચિત્રતા છે કે પોત- પના જ મોટાભાઈ નવાઝ શરીફ ને ત્રણ-ત્રણ વખત લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન પદે થી હટાવનાર પાકિસ્તાની આર્મી ને આજે તેમના જ ભાઈ રિઝવવા ધમપછાડા કરે છે. અત્યાર સુધી પાક. લશ્કર એ આ કામ પરદા પાછળ આઈએસઆઈ કરતું હતું. હવે શાહબાઝ ની હરકત થી ખુલ્લેઆમ,સત્તાવાર રીતે કરશે. હવે ના માત્ર સિવિલ અધિકારીઓ ની ભરતી સાથે, પરંતુ તેમની નિમણુંક સમયે પણ આઈએસઆઈ ના રિપોર્ટ ને કાનુની દરજ્જો મળી ગયો છે. પાકિસ્તાન માં હવે તમામ સિવિલ પદો ઉપર યોજાતી ભરતી, વેરીફ્રિકેશન, સ્ક્રીનીંગ, પોસ્ટીંગ તેમ જ પ્રમોશન પણ આઈએર- આઈ હસ્તક જ રહેશે. શાહબાઝ સરકારે પ્રથમવાર આઈએસઆઈ ને કાયદેસર રીતે ભરતી પ્રક્રિયા માં સામેલ કર્યું છે. શાહબાઝ નો આ નિર્ણય સૈન્ય ને ખુશ કરવા લેવાયો હોવા નું મનાઈ રહ્યું છે. જો કે તેમના આ નિર્ણય થી ગઠબંધન ના સાથી પક્ષો જ નારાજ થયા છે. જ મુખ્ય સહયોગી ભૂટ્ટો ની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) એ નિર્ણય ને એકતરફી ગણાવ્યો છે. પી.એમ. એ આ નિર્ણય અંગે
ના તો સાથી પક્ષો સાથે ચર્ચા કરી ના સંસદ ને વિશ્વાસ માં લીધી. અન્ય સાથી પક્ષ જમાત એ ઉલેમા ઈસ્લામી ના નેતા મૌલવી ફઝલ-ઉલ-રહેમાન એ પણ સરકાર ના આ નિર્ણય નો વિરોધ કરી તેને સંસદ માં રજુ કરવા માંગ કરી હતી. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ની પાર્ટી પીટીઆઈ એ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હવે નવા સરકારી અધિકારીઓ ભરતી નો અધિકાર આઈએસઆઈ ને આપવા થી હવે નવા-જૂના સરકારી અધિકારીઓ એ સરકાર થી વધુ સૈન્ય નો હુકમ માનવો પડશે. પાક. માનવ અધિકાર પંચ એ પણ સરકાર ના આ નિર્ણય
ને લોકશાહી ના સિધ્ધાંતોની વિરુધ્ધ નો ગણાવ્યો હતો. જો કે ભત્રીજી મરિયમ નવાઝ એ આઈએસઆઈ પણ સરકાર હસ્તક હોવા નું જણાવતા બચાવ કરવા નો વ્યર્થ પ્રયાસ કર્યો હતો.