સુશાંત ની બીજી ડેથ એનિવર્સરી
બોલિવુડ માં અમુક કલા- કારો ના આકસ્મિક મોત એક રહસ્ય બની ને રહી જતા હોય છે. તાજા ભૂતકાળ માં આવા બે મોત આ કલાકારો ના ભારત અને વિશ્વભર ના કરોડો ચાહકો અને પ્રશંસકો માટે આજે પણ કોયડા સમાન છે જે પૈકી એક બોલિવુડ ની તેના જમાના ની નં.૧ એક્ટ્રેસ શ્રીદેવી ઉપર- 1ત દિવ્યા ભારતી ,બીજા નંબરે બોલિવુડ નો હોનહાર યુવા એક્ટર સુશાંત સિંહ રાજપૂત, જેની ૧૪ મી જૂને બીજી પુણ્યતિથી હતી. બોલિવુડ માં શ્રીદેવી, સુશાંત ઉપર- 1ત દિવ્યા ભારતી પણ આવા જ શંકાસ્પદ મોત ના ઉદાહરણ છે. ખૂબજ યુવા વયે સફળ થયેલી દિવ્યા ભારતી ૧૦ મી મે, ૧૯૯૨ માં ડિરેક્ટર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા અને પ મી એપ્રિલ, ૧૯૯૩ ના દિવસે માત્ર ૧૯ વર્ષ ની ઉમરે કહેવાતા દારુ ના નશા માં પોતા ના ઘર ની બારી માં થી નીચે પટ- કાતા શંકાસ્પદ સંજોગો માં અકાળે મૃત્યુ પામી હતી. તેનું મોત આજ ની તારીખ માં પણ તેના ચાહકો-પ્રશંસકો માટે એક રહસ્યમય કોયડો જ રહી જવા પામ્યો છે. માત્ર ૧૯૯૦-૯૩ ના ગાળામાં ૨૧ ફિલ્મો માં કામ કરવા ઉપરાંત અકાળ અવસાન ના કારણે નવ ફિલ્મો અધુરી રહી ગઈ હતી. ૧૯૯૩ માં ફિલ્મ દિવાના માટે ફિલ્મફેર નો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મેળવ્યો હતો. માત્ર ૧૯ વર્ષ ની વયે જ આ ખૂબસુરત અને અત્યંત પ્રતિભાવાન એક્ટ્રેસ અચાનક જ અકાળે મૃત્યુ પામી હતી. બોલિવુડ ની પોતાના જમાના ની ટોચ ની હિરોઈન શ્રીદેવી ના આકસ્મિક મોત ને દેશ-વિદેશ માં વસતા તેના કરોડો પ્રશર- ।કો આજે પણ પોતાની ફેવરીટ હિરોઈન ના આકસ્મિક મોત બાબતે હજુ આજે પણ સાશંકિત છે. ૨૪ મી ફેબ્રુઆરી એ દુબાઈ ની હોટલ જુમેશાહ એમિરેટ્સ ટાવર્સ હોટલ ના સમ નં. ૨૨૦૧ માં શ્રીદેવી તેના પતિ બોનિ કપૂર / સાથે વાતચીત કર્યા બાદ તૈયાર થવા અને તેને માટે બાથરુમ માં ન્હાવા ગયેલી શ્રીદેવી ને ૧૫-૨૦ મિનિટ બાદ પણ બહાર ના જ આવતા બાથરુમ ખોલી ને જોયું તો તે બાથટબ માં ડૂબી ને મૃત્યુ પામી હતી ??? જો કે જ્યારે મુંબઈ ખાતે પ્રથમવાર આ સમાચાર બોની કપૂર ના જ નાનાભાઈ એ [રઆપ્યા ત્યારેશ્રીદેવી નું મોત કાર્ડિયાક એરેસ્ટ ના કારણે ગણાવ્યું હતું. જો કે ખૂબ જ સંદેહાસ્પદ સ્થિતિ માં મોત ને ભેટેલી શ્રીદેવી નું મોત બાદ માં દુબાઈ પોલિસે


દારુ ના નશા માં બાથટબ માં ડૂબી ને મરી જવા નું જણાવ્યું હતું. આ દરમ્યાન શ્રીદેવી ની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસ ૧૦૦ કરોડ ની હોવા નું અને જો વિદેશ માં મૃત્યુ થાય તો ૨૦૦ કરોડ ની હોવા ની પણ ગોસિપ ચાલી હતી. જો કે આટલી મહાન અભિનેત્રી કે જેણે અનેક એવોર્ડ જીતવા ઉપરાંત ૧૯૯૧માં ફિલ્મ ખૂદાગવાહ માટે ઓર્ડર ઓફ અફઘાનિ- સ્તાન અને ૨૦૧૩ માં ભારત સરકારે પદ્મશ્રી થી નવાજી હતી. તે માત્ર પ૪ વર્ષ ની ઉંમરે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ એ દુબાઈ ખાતે ચીર નિંદ્રા માં પોઢી ગઈ. જ્યારે સુશાંતસિંહ રાજપૂત કેજેણે ટીવી ના પરદે પદાર્પણ કર્યા બાદ એક રિયાલિટી ડાન્સિંગ શો માં વિનર બની બોલિવુડ માં પ્રવેશ મેળવ્યો હતો. કોઈ જ ગોડફાધર કે બોલિવુડ કનેક્શન વગર બિહારના આ હોનહાર કલા- કારે ટૂંકા સમય માં ૨૦૦૮ થી ૧૨ ટીવી ક્ષેત્રે અને ૨૦૧૩ થી ૨૦ બોલિવુડ ક્ષેત્રે પોતાનો બ્હોળો ચાહક વર્ગ બા ના્નવ્યો. તેની યાદગાર ફિલ્મો માં કાઈપો છે, શુધ્ધ દેશી રોમાન્સ, પીકે, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી, એમ.એસ. ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ, છિછોરે અને દિલ બેચારા તથા અન્યો હતી. માત્ર ૩૪ વર્ષ ની ઉંમરે ૧૪ જૂન ર૦૨૦ ના રોજ પોતાના ઘર ના જ બેડરમ માં કહેવાતી પંખે લટકી ને આપઘાત કરેલી હાલત માં તેની લાશ મળી હતી. જો કે ઘર માં હાજર સ્ટાફ ના ચાર માણસો, પંખા નું હુક માં થી ના ઝૂકવુ, સુશાંત ના પગ એના બેડ ને અડવા, ઘર ની નજીક નહીં પરંતુ દૂર ની હોસ્પિટલે લઈ જવું, તેના ગળા ઉપર ઈજા ના નિશાનો તથા ઘણી સંદેહાસ્પદ બાબતો માત્ર ભારત માં જ નહીં પરંતુ વિશ્વભર માં સુશાંત નું મોત આત્મહત્યા નહીં હત્યા હોવા ના મામલે દેશભર ની ટીવી ચેનલો સપ્તાહો, મહિના ઓ સુધી ચર્ચાઓ કરતી રહી. દેશ ની ત્રણ સર્વોચ્ચ સંસ્થાઓ સીબીઆઈ, ઈડી અને એનસીબી આ કેસ ની તપાસ માં જોડાઈ. જેના પગલે બોલિવુડ
માં ડ્ગ્સ ના કાળા કારોબાર નો પણ ઘટસ્ફોટ થયો. પરંતુ તેમાં ધ્યાન ભટકાવ્યા પછી સુશાંત અપમૃત્યુ કેસ ને અભેરાઈ એ ચડાવી દેવાયો. રરાજ ની તારીખે પણ સુશાંત નો કેસ દ ઓગસ્ટ ૨૦૨૦ ના સીબીઆઈ એ નોંધ્યા ના આજે ૬૭૯ દિવસ બાદ પણ ત્રણ-ત્રણ એજન્સીઓ ની તપાસ બાદ પણ કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી શક્યા નથી.