
“તમને જોયા પછી અને તમે અમારી પસંદગી પામ્યા પછી મારો આનંદ વધી ગયો છે. તમે એ આન- “દમાં જરૂર ઉમેરો કરશો એવી મને શ્રધ્ધા જાગી છે.’ “આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. બોસ ને ખુશ રાખવાની મારી ફરજ છે.’ “ફરજને સાચા અર્થમાં ફરજ ગણે એ કાર્યકર તરીકે જરૂર સફળ થાય છે. એવા લોકો જિંદગીની વાટે પણ સફળતાનાં સોપાન સર કરે છે… લો કોફી આવી ગઈ.” વેઈટરે એક ટ્રે માં એક ખાલી કપ અને કોફીની કિટલી સાથે બે કોફીનું બિલ મૂક્યું. અર્ચનાએ બિલ ઉપાડી લીધું. “રહેવા દો. અમે અહીં પૈસા આપતા નથી.’ અર્ચના આશ્ચર્ય પામી મિ. મહેતા
સામે જોઈ રહી. એના હાથમાંથી સિફતથી બિલ લઈ એમાં સહી કરી વેઈટરને આપ્યું,“ચાર્જ ટુ માય એકાઉન્ટ!” મિ. મહેતાએ પહેલા અર્ચનાના ખાલી કપમાં અને પછી એમના કપમાં કોફી રેડી. “આ કામ મારું છે સર.’ “આજે નહિ. કાલ થી તમારું ગણજો.’ અર્ચના હસી. “એકસ્પુન કે બે સ્પુન સુગર?’ મિ. મહેતાએ પૂછયું. “તમે જેટલી સ્વીટ પીતા હો એટલી સ્વીટ મને ગમશે.’ “હું દોઢ સ્પુન સુગર લઉ છું.’ “મને પણ એટલી ગમશે.’ સ્પુન સુગર નાર્ખી ને સ્વીટ બનાવી… “આ માણસ શું મારી જિંદગી સ્વીટ બનાવશે?’ એક સવાલ મનમાં ‘ ઝબુક્યો. “શું વિચારે ચઢી ગયાં?’ “કશું જ નહિ… સર, હાઉ સ્વીટ યુ આર!’ કોફીના ઘૂંટડા પીતાં મિ. મહેતાએ બન્ને કપમાં દોઢ પીતાં બોલી. “યુ આર વેરી સ્વીટ… આઈ મીન ઈટ… રીઅલી આઈ મીન ઈટ!’ સ્વીટ… વેરી સ્વીટ શબ્દો વાગોળતી અર્ચના ઊભી થઈ રોહિતની સાથે ઓફિસમાં જવા લાગી. “કેટલાં પગલાં મિ. મહેતા સાથે ચાલવાનું નસીબમાં લખાયું હશે?’ એમ વિચારતી પગલાં ગણતી રહી. સોળ નોકરી મળતાં ઓફિસની નજીક અર્ચના એપાર્ટમેન્ટ શોધવા લાગી. બહુ સરળતાથી એપાટ- “મેન્ટ મળી જતાં સુષમાદીદીને મળી એમનો ખૂબ ખૂબ આભાર માનતાં કહ્યું,’આજે હું જે કંઈ છું તે આપના
અનુસંધાન આવતા અંકે