બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા
(પ્રમુખ પ્રભા – પૂર્વ ગુર્જરી વર્તમાનપત્ર માટે : લેખ ૦૧)
પ્રમુખ પ્રભા

સાધુ કૌશલમૂરતિદાસ

અનાદિ કાળથી અદ્ય પર્યત મનુષ્યનો સૂર્ય સાથે એક વિલક્ષણ સંબંધ રહ્યો છે. વિશ્વની ઘણી સંસ્કૃતિમાં સૂર્યની પૂજા થાય છે. તેનું કારણ તેની પ્રભા છે. પ્રભા અર્થાત્‌ સૂર્યનો પ્રકાશ, કિરણ, પુંજ. સૂર્ય સ્વયંની પ્રભા દ્વારા ધરાતલ પર વસતા પ્રત્યેક જીવ- પ્રાણીમાત્રનું કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પોષણ કરે છે. સૂર્યની પ્રભાથી પ્રકૃતિમાં નૂતન ઊર્જાનો સંચાર થાય છે. સૂર્ય પોતાની પ્રભા દ્વારા ધરતીના કણકણ સુધી પહોંચે છે. સૂર્ય સ્વયં તપીને અન્યને હૂંફ અર્પે છે. સૂર્ય જેવું પરોપકારનું કાર્ય ભારતીય ભૂમી પર સંતો દ્વારા યુગોથી થાય છે. ભારતીય ધરા પર ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભક્ત નરસિંહ, ભક્ત મીરાબાઈ, સંત તુલસીદાસ, સંત કબીરજી, શ્રીચૈતન્ય મહાપ્રભુ, સંત તુકારામ, ગુરુ નાનક, સંત જયદેવ, સંત તિરુવલ્લુવર આદિ મહાપુરુષોની પ્રભાથી વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઘણો લાભ થયો છે. સાંપ્રત સમયે પણ એ જ પરંપરા પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતપુરુષ દ્વારા અવિરત પણે વહી રહી છે. આજથી પ્રારંભ થતી આ લેખમાળામાં પણ મહાપુરુષોના જીવન સંદેશ દ્વારા કંઇક લાભપ્રદ વાતોને માણવાનો પ્રયત્ન કરવાના છીએ. સૂર્યની પ્રભાથી ધરાતલ પર અજવાળું થાય છે તેમ આ પ્રભાથી વ્યક્તિના જીવનમાં અને માનવીય સંબંધોમાં અજવાળું થાય છે. ક્ષિતિજ પર જ્યારે અરુણોદય થાય છે ત્યારે સૂર્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જીવ પ્રાણીમાત્રનું પોષણ કરે છે. માતા પોતાના સંતાનોને સમાન પ્રેમ અર્પે છે. તેમ સંત પણ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સર્વનું પોષણ કરે છે. સર્વને પ્રેમ કરે છે. અમેરિકાના એક સમયના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સન ૨૦૦૧માં ભારત આવ્યા ત્યારે ગાંધીનગર અક્ષરધામ ખાતે ખાસ પ્રમુખસ્વામી મહારાજના દર્શન હેતુ પધાર્યા હતા. તેઓની સાથે અમેરિકાના વિખ્યાત ભારતીયો અને ૫૦ જેટલા મહાનુભાવો પણ હતા. બિલ ક્લિન્ટન પ્રમુખસ્વામીને મળતા ખૂબ ભાવસભર થઈ ગયા. શ્રી ક્લિન્ટને હજુ વિદાય લીધી ત્યાજ પ્રમુખસ્વામી કચ્છથી આવેલા ભૂકંપગ્રસ્ત સામાન્ય નાગરિકોને ઉમળકાભેર મળવામાં વ્યસ્ત થઈ ગયા. તેઓના સ્વાસ્થ્ય વિશે પૃચ્છા કરી, તેઓ નો કાર્યક્રમ જાણ્યો અને ત્યાર બાદ કચ્છમાં સેવાકાર્ય સંભાળતા એક હરિભક્તને બોલાવીને કહે કે, ‘આ લોકોને અહીંયાથી બેઠા બેઠા નહીં મોકલતા. એમ જશે તો થાક બહુ લાગશે. સૂતાં સૂતાં જાય એમ વ્યવસ્થા કરજો! એ ક્ષણે વિશ્વના માંધાતા, તો બીજી ક્ષણે સામાન્ય ગરીબો અને પીડિતો । એ જઅમી નજર ! ગવ નિઝઃ ઘરો વૈતિ મળના સભુવેતસામ્‌ા ઝહારચરિતાના તુ હસુધેવ છુુમ્યજમ્‌॥, મંત્રને ચરિતાર્થ કરનારા પ્રમુખસ્વામીને સૌ વંદી રહ્યા. આ ન કેવળ એક વ્યક્તિ કે
સમુદાયનો અનુભવ છે. પરંતુ, આદિવાસીથી અમેરિકાવાસી, ધનપતિથી મઠપતિ, કર્મચારીની પદાધિકારી, હળપતિથી રાષ્ટ્રપતિ સુધી પ્રત્યેક વ્યક્તિને તેમની પાવન પવિત્ર, પ્રભાનો અનુભવ થયો છે. જે અવિસ્મરણીય છે. સૂર્ય સ્વયં તપીને બીજાને પ્રકાશ આપે છે. આ ગુણ મહાપુરુષો નો જન્મ સિદ્ધ ગુણ છે. મહાપુરુષો સ્વયં પોતાના દેહની પરવાહ કર્યા વિના અન્યને શાતા અર્પે છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાના દેહની ચિંતા કર્યા વિના અન્યની ચિંતા કરી છે. પોતાના સમયને ક્યારેય નથી સાચવ્યો પરંતુ અન્યના સમયને જરૂર સાચવ્યો છે. પોતાની ઇચ્છાને મારીને અન્યની ઈચ્છાને પ્રાધાન્ય આપ્યું છે. સ્વયંના નિર્ણયનો ત્યાગ કરીને અન્યના નિર્ણયને સ્વીકાર્યો છે. માગશરની કડકડતી ઠંડીમાં પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતના વાસદમાં વિરાજમાન
હતા. તે સમયે તેઓનું શરીર 102 ડિગ્રી તાવથી ધગધગી રહ્યું હતું. આવી નાદુરસ્ત પરિસ્થિતિમાં પણ તેમણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું યથાર્થ પાલન કરવા માટે એકાદશીનો નિર્જળ ઉપવાસ કર્યો હતો. આવી વિષમ પરિસ્થિતિમાં આ લોકના માનવીને (આપણને) આરામ કરવા સિવાય બીજો કોઈ વિચાર આવી શકે ખરે? કદાચ આંખો બંધ કરે તો પણ દવા, દુવા અને શય્યા જ દેખાય. અને ચાલવાનું તો સદંતર બંધ જ થઇ જાય. જ્યારે આવી વિષમ પરિસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજે 122 ઘરોમાં પધરામણી કરી મુમુક્ષુઓને શાતા અર્પી હતી. ખરેખર, આવી કરુણાપ્રભાનો અનુભવ કરનાર વ્યક્તિ કેવી રીતે ભૂલી શકે આ વિરલ સંત પુરુષને. આ મહાપુરૂષની પ્રભા આજે પણ આ જગતને અજવાળી રહી છે પોતાના દેદીપ્યમાન
ગુણ પ્રકાશથી. આપણે પણ આ મૂલ્યોને આત્મસાત કરી આપણું જીવન પ્રકાશિત કરી શકીએ છીએ. તો આવો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રગટ થતી આ લેખમાળા
માંથી આપણે પણ જીવનના સાચા મૂલ્યોનો પાઠ પ્રતિ સપ્તાહ શીખીએ અને આપણા જીવનની સાથે સમગ્ર વિશ્વને પ્રભાથી અજવાળીએ.


Leave a Reply

Your email address will not be published.