અમેરિકા માં જ લોકશાહી ખતરા માં ?
સમગ્ર વિશ્વ જેને લોકશાહી ની જનની ગણે છે તેવા અમેરિકા માં જ હવે લોકશાહી નો પાયો નબળો પડ્યો હોવા નું, મનાઈ રહ્યું છે. અમેરિકા માં જ થયેલા એક સર્વે માં અડધો અડધ અર્થાત કે ૪૯ ટકા અમેરિકનો એ બાબતે એક મત હતા કે આગામી સમય માં અમેરિકા માં લોકશાહી ખતમ થવા ની અજ્ીએ પહોંચ્યું છે. અમ રિકા સ્થિત યાહુ ન્યુઝ અને યુગોવ સંસ્થા ના એક સર્વે માં અત્યંત ચોંકાવનારા તારણો જ્શવા મળ્યા છે. અમેરિકા માં લોકશાહી ખતમ થવા ના આરે છે તેવો અભિપ્રાય માત્ર અમેરિકી જનતા નો નથી પરંતુ અમેરિકન રાજકીય પક્ષો રિપબ્લિ-
કન અને ડેમોક્રેટ સમર્થકો નો પણ છે. સામાન્ય રીતે વિરોધાભાસી મંતવ્યો ધરાવનારા પણ આ બાબતે પપ ટકા ડેમોકેટ્સ અને પ૩ ટકા રિપબ્લિકનો એ પણ એ વાત માં સૂર પૂરાવ્યો હતો કે અમેરિકા ની લોકશાહી ખતમ થાય તેવી પ્રબળ આશંકા છે. માત્ર રપ ટકા લોકો એવું. માને છે કે લોકશાહી જળવાઈ રહેશે જ્યારે રપ ટકા આ મામલે કોઈ નિર્ણય કે અભિપ્રાય ધરાવતા નથી. આથી પણ ખતરનાક બાબત એ છે કે ૧૦ માં થી માત્ર ચાર અમેરિકનો એવું. માને છે કે આગામી સમય માં કોઈ ગૃહયુધ્ધ નહીં થાય. જ્યારે પર ટકા રિપબ્લિકન્સ માને છે કે તેઓ પોતાના જીવનચકર માં એક ગૃહયુધ્ધ ના ચોક્કસપણે સાથી બનશે જ્યારે ૪૬ ટકા ડેમોક્રેટ્સ પણ આમ જ માને છે. જ્યારે સ્વતંત્ર વિચારધારા ધરાવતા ૫૦ ટકા લોકો ગૃહયુધ્ધ ની શક્યતાઓ જુએ છે. તદુપરાંત કપરા સમયે સરકાર સામે હથિયાર ઉઠાવવા ની વાત નું ૫૩ ટકા લોકો સમર્થન કરે છે. ર૬ ટકા અમેરિકનો જરુર પડ્યે સરકાર સામે દેખાવો કરવા ને યોગ્ય માને છે. જો કે હિંસા કરવા નો અભિપ્રાય ધરાવનારા લોકો માં ટ્રમ્પ ના ૩૧ ટકા સમર્થકો જ્યારે બાયડન ના માત્ર ૧૫ ટકા સમર્થકો છે. ૨૦૨૧ માં અમેરિકી સંસદ કેપિટલ હિલ્સ ખાતે ટ્રમ્પ ના સમર્થકો ના હુમલા નેઆધાર બનાવી ને આ સર્વે કરાયો હતો. જેની ૧૦ મી જૂન થી સુનાવણી શરુ થઈ હતી. જો કે સર્વે માં અન્ય એક ચોંકાવનારી બાબત એ પણ જાણવા મળી કે અમેરિકા ના ઈતિહાસ માં કલંક સમાન આવડી મોટી થટના અંગે ૧૫૪૨ લોકોમાં થી રપ ટકા થી પણ ઓછા અમેરિકનો એ આની સુનાવણી માં કોઈ રસ દર્શાવ્યો હતો. આમ આ સર્વ ના તારળો ન માત્ર અમેરિકા માટે પરંતુ વિશ્વ ની એક માત્ર મહાસત્તા હોવા ના નાતે જગત જમાદારી કરતા અમેરિકા ના પ્રભાવ હેઠળ ના દેશો માટે પણ ચિંતાપ્રેરક છે.