ભાવી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મું

દેશ માં જુલાઈ માસ માં વિદાય લઈ રહેલા હાલ ના રાષ્ટ્રપતિ ના સ્થાને નવા રાષ્ટ્રપતિ ના સત્તાવારી એનડીએ ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ જ્યારે સંયુક્ત વિરોધ પક્ષો અને યુપીએ ના ઉમેદવાર તરીકે યશવંત સિંહા વચ્ચે ચૂંટણી યોજાશે. ભાજપા એ આ વખતે રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર તરીકે ઓરિસ્સા ના આદિવાસી નેતા દ્રૌપદી મુર્થું ઉપર પસંદગી ઉતારી છે. ભારત ના રાષ્ટ્રપતિપદે
મુસ્લિમ ઉમેદવાર, દ.ભારત ના ઉમેદવારો, પછાત જાતિ ના ઉમદેવાર તેમ જ મહિલા ઉમેદવાર પલ રાષ્ટ- [પતિ બની ચૂક્યા છે. જો કે આઝાદી ના ૭૫ વર્ષો માં કોઈ આદિવાસી દેશ ના પ્રધાનમંત્રી બન્યા નથી. ત્યારે ભાજપા એ મહિલા આદિવા- સીને રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર બનાવી ને દેશ ની ૯૦ સંસદીય બેઠક ઉપર પ્રભાવ ધરાવતા આદિવાસીઓ ને સાધવા નો પ્રથત્ન કર્યો છે. વળી તેમની પસંદગી કરવા થી ઓરિસ્સા ના બીજુ જનતા દળ ના વોટ પણ આ જ ઉમેદવાર ને મળવા ની સંભાવનાઓ છે. ૬૪ વર્ષીય દ્રૌપદી મુર્મું નો જન્મ ૨૦ જૂન, ૧૯૫૮ માં ઓરિસ્સા ના મયુરગંજ જિલ્લા માં થયો હતો. એક કોર્પોરેટર તરીકે ૧૯૯૭ માં રાજકીય કારકિર્દી શરુ કર્યા બાદ તેઓ રાયરંગપુર સીટ ઉપર થી બે વખત ભાજપા ના ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચક્યા છે. ૬ માર્ચ ૨૦૦૦ થી ૬ ઓગસ્ટ ૨૦૦૨ સુધી તેઓ વાણિજ્ય પરિવહન વિભાગ ના સ્વતંત્ર હવાલા ના રાજ્યમંત્રી હતા. ત્યાર બાદ દ ઓગસ્ટ ૨૦૦૨ થી ૧૯ મે ૨૦૦૪ સુધી મત્સ્ય પાલન અને પશુ સંશોધન વિક્સ ના રાજ્યમંત્રી હતા. ૧ ર૦૦૯ થી ૨૦૦૯ તેઓ ભાજપા ના ઓરિસ્સા અનુર- [ચિત જનજાતિ મોરચા (એસટી) ના અધ્ય રહ્યા હતા. ર૦૦૭ માં તેમને
ઓરિસ્સા ના સર્વશ્રેષ્ઠ ધારાર: ।ભ્ય તરીકે નીલકંઠ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા. ૧૮ મે ૨૦૧૫થી ૧૮ મે ૨૦૨૦ સુધી ઝારખંડ ના પહેલા મહિલા અને આદિવાસી ગવર્નર બન્યા. દ્રૌપદી મુર્મું ઓરિસ્સા ના એવા પહેલા મહિલા નેતા છે જેમને પહેલા ગવર્નર બનાવાયા એ હવે રાષ્ટ- [પતિપદ ના ઉમેદવાર બનાવાયા હોય. જ્યારે વડાપ્રધાન નો તેમને એનડીએ ના રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર બનાવાયા નો ફોન આવ્યો ત્યારે દ્રૌપદી તેમના મયુરગંજ ના ગામ માહુલહિડા માં તેમની પુત્રી ઈતિશ્રી સાથે હતા. જો કે ૨૦૦૯ માં તેમના પ્રથમ પુત્ર ના અવસાન, ૨૦૧૩ માં તેમના બીજા પુત્ર ના એક્સિડન્ટ માં અવસાન અને ૨૦૧૪ માં તેમના પતિ ના અવસાન બાદ દ્રૌપદીમુર્ું તેમની પુત્રી ઈતિશ્રી સાથે રહે છે. આમ દ્રૌપદી મુર્મું એ દેશ ની એવી મહિલા આદિવાસી નેતા છે જેણે આદિવાસીની ઝૂંપડી થી ભવ્ય રાષ્ટ્રપતિભવન સુધી ની સફર તય કરશે.


Leave a Reply

Your email address will not be published.