સ્વિસ બેંક માં ભારતીયો ના નાંણા

ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા બેનંબર ની, કાળી કમાણી સ્વિસ બેંકો માં જમા કરાવવા ની વાત નવી નથી. પરંતુ ૨૦૨૧ માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી ના માર થી પિડીત હતું. ત્યારે ૨૦૨૧ માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકો માં મુકાયેલા પૈસાઓ માં ૪૭.૩ ટકા નો તોતિંગ વધારો થયો હતો. ૨૦૨૦ ના અંતે ભારતીયો ના સ્વિસ બેંકો માં ૨.૫૫ બિલિયન સ્વિસ ફ્રેન્ક ( ૨૦,૭૦૦ કરોડ રૂ.) જમા હતા જે ૨૦૨૧ ના અંતે ૪૭.૩ ટકા વધી ને ૩.૮૩ અબજ સ્વિસ ફ્રેન્ક (૩૦,૫૦૦ કરોડ રૂપ) થી અધિક ના થઈ ગયા છે. જે છેલ્લા ૧૪ વર્ષો માં સર્વાધિક છે. નાણાં મૂકવા માં સતત બીજાવર્ષેપણ વધારો જણાયો હતો. ગુરુવારે સ્વિત્ઝર્લેન્ડ ની કેન્દ્રીય બેંક એ જાહેર કરેલા આંકડાઓ થી આ બાબત સામે આવી હતી. ભારતીયો ના સ્વિસ બેંકો માં જમા નાણા માં થયેલો વધારો બોન્ડ, સિક્યોરીટી અને આવા જ અન્ય ઈન્સ્ટુમેન્ટો માં વધારો થવા થી થયો હતો. આ ઉપરાંત કસ્ટમર ડિટોઝીટ માં પણ વધારો જ નોંધાયો હતો. સ્વિસ બેંકો માં ભારતીયો ના સેવિંગ્સ/ડિપોઝીટ ખાતા માં જમા રકમ માં પણ ૪૮૦૦ કરોડ રૂ.નો ભારે વધારો થયો હતો અને તે ૭વર્ષો ના સવ- ચ્ચ સ્તરે પહોંચી હતી. સ્વિસ નેશનલ બેંક અનુસાર ભારતીય ગ્રાહકો ના મામલે સ્વિસ બેંકો નું દેવુ ૨૦૨૧ ના અંતે ૩૮૩.૧૯ કરોડ સ્વિસ ફેનક હતું જે પૈકી £૦.૨ કરોડ કસ્ટમર ડિપોઝીટ છે. જે ૨૦૨૧ ના અંતે ૫૦.૪ કરોડ હતા. જ્યારે ૧૨૨.૫ કરોડ સ્વિસ ફ્રેન્ક અન્ય બેંકો ના માધ્યમ થી રખાયા હતા. ૨૦૨૦ ના અંતે આ આંકડો ૩૮.૩ કરોડ સ્વિસ ફ્રેન્ક હતો, ૨૦૨૧ ના અંતે ટ્રસ્ટ ના માધ્યમ થી ૩૦ લાખ સ્વિસ ફ્રેન્ક રખાયા હતા જે આંક ૨૦૨૦ ના અંતે ૨૦ લાખ હતો. આમ ૨૦૦.૨ કરોડ સ્વિસ ફ્રેન્ક બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાંકીય રોકાણ વિકલ્પો તરીકે રખાયા હતા જે આંક ૨૦૨૦ ના અંતે ૧૯૬.૫ કરોડ સ્વિસ ફ્રેન્ક હતો. હવે સવાલ એ ઉદ્ભવે છે કે સત્તા ઉપર આવ્યાપછી મોદી સરકાર જે મુદ્દો ભૂલી ગઈ છે તે સ્વિસ બેંકો નું કાળુ નાણું ભારત પરત લાવવા મુદ્દે ૨૦૧૪ ના ચૂંટણી પ્રચાર નો
અહમ મુદ્દો હતો. છેલ્લા આઠ વર્ષો માં ઘણી વખત સ્વિસ બેંકો એ ખાતેદારો ની માહિતી જાહેર કરી છે. સરકાર સામે થયેલી સમજૂતી પ્રમાણે તેમના નામ જાહેર ના કરાયા હોય તે માની શકાય છે, પરંતુ સરકાર દ્રારા આવા ખાતાધારકો સાથે કોઈ કાર્યવાહી થઈ છે ખરી ? કે તોડબાજી કરાઈ છે ? કારણ કે જો કાર્યવાહી થઈ હોય તો વર્ષ માં ૫૦ ટકા નો ઉછાળો કઈ રીતે આવ્યો?


Leave a Reply

Your email address will not be published.