અગ્નિપથ યોજના નો વિરોધ
કેન્દ્ર સરકાર ની અગ્નિપથ યોજના નો વિવિધ રાજ્યો માં હિંસક વિરોધ શરુ થયો હતો. આ અંગે ના વિરોધ પ્રદર્શનો હિંસક બનતા બિહાર અને યુ.પી.માં ટરનો, રેલ્વે સ્ટેશનો, પોલિસ ના વાહનો ની તોડફોડ અને આગચંપી ના બનાવો નોંધાયા હતા. અસ્તિપથ યોજના નો વિરોધ કરનાર- ઓ ના વિરોધ ના મુખ્ય કારણો માં મહામારી ના કારણે છેલ્લા બેવર્ષોથી ભરતી ના થઈ હોવા છતા વય મર્યાદા ૨૧ રાખવા સામે તેમ જ સેના માં નોકરી કરવા માત્ર ચાર વર્ષ ની તક આપવા અને ત્યાર બાદ માત્ર રપ ટકા ને ભરતી ની તક મળે તો બાકી ના ૭૫ ટકા ની કારકિદી નુ શું તેવા પ્રશ્ને વિરોધ શરુ થયો હતો. આશ્ચર્યજનક રીતે માત્ર બિહાર થી શરુ થયેલો, હિંસક વિરોધ બાદ માં વિવિધ રાજ્યો જેવા કે યુ.પી., હરિયાજ્, હિમાચલ પ્રદેશ બાદ હવે ગુ- જરાત અને દેશ માં અન્ય રાજ્યો માં પણ ફેલાતુ, જાય છે.આ અંગે એક મિડીયા જૂથે કરેલા સ્ટિંગ ઓપરેશન માં બિહાર માં લશ્કર અને પોલિસ ભરતી માટે ચલાવાતા કોચિંગ ક્લાસિસ ના સંચાલકો યુવાનો ને હિંસક પ્રદર્શનો કરવા માટે ઉશકેરતા હોવા નું અને આવા સંચાલકો ને દિલ્હી ના નેટવર્ક થી સમગ્ર આયોજન થતું હોવા નું. બહાર આવ્યું છે. આવા તોફાનો માં અત્યાર સુધી માં એક મુસાફર નું મોત અને ૧૫ ટ્રેનો ને સળગાવી દેવામાં આવી હતી. જો કે યુવાઓ ની માંગ અંગે સાનુકૂળ પ્રતિભાવ આપતા સરકારે તાત્કાલિક વયમયદા ૨૧ થી વધારી ને ૨૩, કરવા ઉપરાંત અગ્નિવીરો માટે અર્ધ લશ્કરી દળો, સીઆઈએસએફ, સીઆરપીએફ અને અન્ય દળો માં પ્રાથમિકતા આપવા ઉપરાંત સરકારી અને ખાનગી સેક્ટરો માં સિક્યોરીટી ના કાર્યો માં પણ અગ્રિમતા આપવા ની જનરેરત કરી પત્રો અનુરાગ ક્ાકુર, પૂર્વ મંત્રી રજવર્ષન રાઠોર ઉપરાંત કોંગ્રેસી નેતા મનિષ તિવારી એ પણ અખ્િપથ સ્કીમ યુવાઓ માટે ખૂબ સારી હોવા
નુંજલાવ્યું હતું. જો કે છાશવારે ક્યારેક શાનવાપી મામલે, ક્યારેક અગિવીરો ના મામલે શરુ થઈ જતા હિંસક વિરોધ પ્રદર્શન સામે સરકાર નિષ્ક્રિય ભાસે છે. હાલ માં બિહારના ક્લાસીસ નાસંચાલકોની સંડોવણી અને સોસ્થિલ મિડીયા થી તોફાનો ફેલાવાતા હોય તો તે શું કેન્રીય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય ના પોલિસ તંત્રના ઈન્ટેલિજન્સ યુનિટો ની નિષ્ક્રિયતા નથી શું?