એસ.ટી. માં કરોડો નું કૌભાંડ
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપ- વર્ટકોર્પોરેશન – જીએસઆરટીસી ની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. આમ છતા નિગમ ના વહીવટકર્તાઓ કૌભાંડો કરવા માં થી પાછળ નથી હટતા. હાલ માં જ નિગમ માં ૮ કરોડ, ના ઓવરટાઈમ કૌભાંડ નો પર્દાફાશ થયો હતો. નિગમ ની કંગાળ આર્થિક હાલત હોવા છતા આચર- [મેલા આ ઓવરટાઈમ કૌભાંડ માં કર્મચારીઓ ને ઓવરટાઈમ પેટે કરોડો રૂ. ચૂકવાયા છે કે જે ઓવરટાઈમ તેમણે કર્યો જ નથી. વળી વધારે ચોંકાવનારી બાબત એ છે કે ખુદ નિગમ મધ્યસ્થ મંત્રાલય કમિટી નો આ અંગે નો થોડા વર્ષ અગાઉ નો કૌભાંડ નો
પર્દાફાશ કરતો રિપોર્ટ હોવા છતા આ રકમ વસુલવા માટે નિગમ ના કોઈ ને પણ કોઈ રસ નથી. નિગમ ની કમિટી એ ઓવરટ- ।ઈમકાંડ નો રિપોર્ટ રજૂ કર્યા ને એક વર્ષ થયા બાદ પણ કાર્યવાહી ના નામે માત્ર તત્કાલિન વર્કસ મેનેજર કમલ હસન ને સસ્પેન્ડ કરાયા હતા. નિગમ ના વર્કશોપ ના કર્મચારીઓ એ ઓવરટાઈમ નહીં કર્યો હોવા છતા પગાર ચૂકવાયા ની ફરિયાદ એસ.ટી. ઓફિસર્સ અએસસિએશન ના પ્રમુખે કરી હતી. ત્યાર બાદ નરોડા મંત્રાલય વ્યવસ્થાપક એન.બી. સિસ- [દિયા ના અધ્યક્ષપદ હેઠળ કમિટી ની રચના કરાઈ હતી. પોતાના રિપોર્ટ માં તેમણે નરોડા વર્કશોપ ના કામદારો ને ૭,૮૭,૯૨,૪૨૨ ની રકમ ખોટી ચૂકવાઈ હોવા નું અને આ અંગે નાયબ મંત્રાલય વ્યવસ્થાપક કમલ હસન જવાબદાર હોવા નું રિપોર્ટ માં સ્પષ્ટ જશાવ્યું હતું. કમલ હસન ને સસ્પેન્ડ કરવા માં આવ્યા હતા જરો કે ખોટા ચ્કવાયલા ૭.૮૩ કરોડમાં થી એક પાઈ પબ વસુલાઈ નથી. જો કે આ બાબતે આરટીઆઈ કરી માહિતી જાહેર કરનારા વ્ડિસલ બ્લોઅર એસ.ટી. નિગમ ના જ પૂર્વ અધિકારી પી. ડી.પટેલ ના જણાવ્યા અનુસાર બનાવટી અને ખોટા વિસંગત દસ્તાવેજો ઉભા કરી ને નિગમ ની તિજોરી માં થી ૭.૮૭ કરોડ ની ઉચાપત. કરાઈ હતી. આ બાબત એક વર્ષ જૂની અને નિગમ દ્વારા પોતાની રીતે તપાસ કરાવી ને. નાયબ મંત્રાલય વ્યવસ્થાપક કમલ હસન ને. સસ્પેન્ડ કરાયા સિવા નાણાં પરત મેળવવા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી અને સૌથી ચોંકાવનારી ૮ કરોડ ના કૌભાંડ, માં આજ દિન સુધી કોઈ પોલિસ ફરિયાદ પણ કરાઈ નથી.