દાદીમા ના નુસખાં

લક્ષણો રોગ આખા શરી- રની નાડીઓ અથવા અડધા શરીરની નાડીઓ અને નાની નસોને સૂકવી દે છે, જેને કારણે લોહીનું પરિભ્રમણ બંધ થઈ જય છે. સાંધાઓમાં શિથિલતા આવી જાય છે. તેથી કોઈ વિશેષ અંગ બેકાર થઈ જાય છે. રોગી પોતે તે અંગનું, હલનચલન કરવા માટે અશક્ત થઈ જાય છે. જો લકવો મોઢાં પર આવે તો રોગીની બોલવાની ક્ષમતા ગટી જાય છે અથવાતો બિલકુલ બોલી શકતો નથી. આંખ, નાક, કાન વગેરે વિકૃત થઈ જાય છે. દાંતમાં પણ દુખાવો થવા માંડે છે. ગરદન વાંકી થઈ જાય છે. હોઠ નીચેની બાજુએ લટકી પડે છે. ચામડી પર ચૂંટલી ખણવાથી પણ કંઈ અસર થતું નથી. નુસખાં – તુલસીના પાંદડ- 1ને ઉકાળી લકવાગ્રસ્ત અંગો પર થોડી થોડીવારમાં વરાળ આપવી જોઈએ. તલુસીના પાન, અફીણ, મીઠું અને થોડું દહીં – આ બધાનો લેપ બન- ।વી અંગો પર થોડા થોડા અંતરે લગાવતા રહો. લકવા માં પણ ઉપયોગી છે કાળું જીરું લકવાના રોગી માટે કાળા જીરાના તેલની માલિશ રામબાણ છે. આકડાના પાંદડો સરસિયાના તેલમાં ઉકાળી શરીર પર માલિશ કરો. સરસિયાના તેલમાં કબૂતરનું લોપાણી ભેળવી રોગીના શરીર પરઘસો. -તલના તેલમાં થોડી મરી વાટી મેળવો, ત્યારબાદ લકવાગ્રસ્ત અંગો પર આ તેલની માલિશ કરો. સૂંઠ અને આખા અડદ – બંનેને ૨૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી દિવસમાં ચારપાંચવાર પીઓ. પાણીમાં મધ નાંખી રોગીને આખા દિવસમાં ચાર પાંચવાર પિવડાવો. દરરોજ લગભગ ૧૦૦ ગ્રામ મધ રોગીના પેટમાં જવું જોઈએ. -૧૦ગ્રામઅજમો, ૧૦ ગ્રામ વરિયાળી, પ ગ્રામ બાવળ, ૧૦ ગ્રામ થઉનું ડૂંડુ તથા ર૦ ગ્રામ નકછિની આ બધાંને ફૂટીવાટી પાણીમાં ઉકાળી કાઢો બનાવો. પછી તેને એક શીશીમાં ભરી લો. આમાંથી ચાર ચમચી જેટલો કાઢો દરરોજ સવારે પિવડાવો. સરસિયાના તેલમાં થોડા ધતૂરાના બી નાખી ઉકાળો પછી તે તેલને ગાળી લકવાગ્રસ્ત અંગ પર માલિશ કરો. દુધમાં એક ચમચી સૂંઠ અને થોડો તજ. નાંખી ઉકાળો, પછી ગાળીને તેમાં થોડું મધ મેળવી પીઓ. લસણની ચાર-પાંચ કળીઓ વાટી માખણમાં મેળવી ખાવ. ખારેક અથવા સફેદ ડુંગળીનો રસ દરરોજ, બે ચમચી જેટલો લેવાથી લકવાવાળા રોગીને ઘણો લાભથાય છે. ॥ નુસળા “પ,
લકવાના રોગીને ઘઉંની રોટલી, બાજરીની રોટલી, કળથી, પરવળ, રી કારેલા, રિંગણા, ₹* સરગવાની ફળી, લસણ, તૃરિયા વગેરે આપી શકાય છે. ફળોમાં પપૈયા, કેરી, ફાલસા, અંજીર, ચીકૂ, વગેરે બહુ લાભદાયક છે. સવાર-સાંજ બંને ટાઈમ દૂધ આપવું જોઈએ. ભાત, દહીં, છાશ, બરફવાળી વસ્તુઓ, તળેલા પદાર્થો, દાળો, ચણાનો લોટ, ચબ્રા વગેરે ખાવા દેવા જોઈએ નહીં. વાયુ પેદા કરનાર કળો તથા શાક ખાવા નહીં. શરીર પર સરસિયાનું તેલ, વિષગર્ભતેલ, તલનું તેલ, નિગુંયોનું તેલ, બદામનું તેલ અથવા અજમાના તેલનો માલિશ રૂપે ઉપયોગ કરવો જોઈએ. જ્ઞ રક્તચાપ વધેલો હોય તો સર્પગ- ‘ધા નામની જડીબુઠ્ઠી ખાવી જોઈએ. એરંડીયાનું તેલ, ચોપચીનીનું ચૂરણ તથા ત્રિફળા પણ લકવાના રોગીઓ માટે બહુ લાભદાયક છે. શર૧- રમાં સોજા કામધંદા વિનાના લોકો શરીર પર સોજા ચઢી જાય છે. શરીર પર સોજા ઉત્પન્ન થતાં જ યોગ્ય આહારવિહાર અનુસંધાન આવતા અંકે

દાદી મા ના નુસખા

ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો.
માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુ- સખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ. ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ખા માત્ર આપની જાલ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરુરી દાક્તરી સલાહ સુચનો લેવા નપ્ર વિનંતી.Leave a Reply

Your email address will not be published.