નુપૂર શમાં વિવાદ જ્ઞાનવાપી મામલો શાંત પાડવા ?

ઉપર થી ગાયબ જ થઈ જવા પામ્યા હતા. અને હજુ નુપૂર વિવાદ ચર્ચા માં હતો ત્યાં જ અસ્નિપથ યોજના અને ત્યાર બાદ એક માત્ર બિહાર માં પ્રાયોજિત અગ્નિવીરો નો હિંસક વિરોધ જે બાદ માં અન્ય રાજ્યો માં પણ ફેલાયો. જો કે સમાચાર અને મિડીયા ની આ પેટર્ન થોડી જાણ્વિતી લાગતા મન માં કેટલાક સવાલ ઉદ્ભવે છે. આજ થી બે વર્ષ પહેલા બોલિવુડ ના હોનહાર યુવા અભિનેતા સુશાંત સિંહરાજપૂત ના અપમૃત્યુ કેસ માં પણ કંઈક, આવુંજ બન્યું હતું. તેના અપમૃત્યુથી ના માત્ર ભારત માં, પરંતુ વિશ્વભર માં તેના કરોડો પ્રશંસકો એ તેની આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવા નો સંદેહ વ્યક્ત કરતા મહિનાઓ સુધી દેશભર ની ટીવી ન્યુઝચેનલો સુશાંત નો પરિવાર, તેના વકીલ ના ઈન્ટવ્ું અને સુશાંત ને લગતા હર કોઈ સમાચાર નું જબરદસ્ત રિપોટીંગ કરતા હતા – અદ્દલ જ્ઞાનવાપી કેસ ની માફક જ. હવે આવા હાઈ પ્રોફાઈલ કેસ માં જનતા નો જબરદસ્ત સેન્ટિમેન્ટ જોઈ ને દેશ ની વરિષ્ટ જાંચ એજન્સીઓ – સી.બી.
આઈ., ઈડી અને એન.સી.બી. તપાસ માં જોતરાઈ, એઈમ્સ ના ડોક્ટરો નો પોસ્ટ- મોર્ટમ બાબતે ૨-૩ દિવસ માં ફાયનલ રિપ- વર્ટ આવતા ની સાથે જ સુશાંત ના અપમૃત્યુ થી રહસ્ય નો પરદો હટી જશે તેમ લાગતુ હતું ત્યાં જ એનસીબી એ સુશાંત અપમૃ ત્યુ ના એક પાસા જેવા ડ્રગ્સ ના એંગલ થી શરુ કરેલી તપાસ, પહેલા મુંબઈ અને બાદ માં ગોવા ના ડ્રગ્સ ડિલરો અને તેમના પેડલરો સાથે એનસીબી નો પકડદાવ, રિયા ચકવર્તી, તેના ભાઈ, ત્રણચાર ડ્રગ ડીલરો અને ડઝનબંધ ડૂગ પેડલરો ની પૂછપરછ, પરપ નાટક ચાલ્યું. લોકો ને રસ પડે, તપાસ માં ગ્લેમર નો તડકો ઉમેરવા બાદેલિવુડ અભિનેત્રીઓ દિપીકા પાદુ- કોણ, સારા અલીખાન, શ્રધ્ધા કપૂર, રકુલ પ્રિત સિંગ જેવી અભિનેત્રીઓ ને સમન પાઠવી પૂછપરછ નાજ સમાચારો ટીવી ન્યુઝ માં છવાયેલા રહ્યા. અને આ નવા શોરબકોર માં સુશાંત અપમૃત્યુ કેસ ઉપર થી જનમાનસ નું ધ્યાન ભટકાવવા માં સ્થાપિત હિતો સફળ. રહ્યા. સુશાંત ના અપમૃત્યુ ની બીજી પુણ્યતિથી ૧૪ મી જૂન, ૨૦૨૨ ના ગઈ. દેશની ત્રણ-ત્રણ ટોચ ની તપાસ એજન્સીઓ તેની આત્મહત્યા નહીં પણ હત્યા મામલે સદંતર ખામોશ છે, રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ જેલ માં થી બ્હાર આવી રાબેતા મુજબ ની જિંદગી જીવી રહ્યા છે. ગોવા-મુંબઈ ના ડ્રગ ડિલરો આ કેસ માં નામ ઉછળ્યા બાદ હવે વધારે મોટા પ્રમાણ માં ડ્રગ્સ નો કાર-બાર ચલાવીરહ્યા છે. તે વખત ના એનસીબી ના સર્વોચ્ચ વડા રાકેશ અસ્થાના કે જેઓ ને ને સમથે ઘણી પ્રેસ કોન્ફરન્સો પણ સંબોધી અજ સુશાંત અપમૃત્યુ કેસ ની નિષ્ફળતાબાદ ડીગ્રેડ થવા ના બદલે પ્રમોશન મેળવી ને દિલ્હી ના પોલિસ કમિશ્નર બની ચૂક્યા છે. જ્યારે સુશાંત ની બીજી પુ્યતિથી ગણ્યા ગાંક્યા લોકો ને જ યાદ હતી. સામાન્ય જનમાનસ થી વિસરાઈ ચૂકેલા આ કેસ માં સુશાંત ના પિતા અને બ્હેનો આંસુઓ સારતી બેઠી છે. હવે સુશાંત ના વકીલ નો ઈન્ટરવ્યું કરવા કોઈ ટીવી-ન્યુઝ ચેનલ જતું નથી. સુશાંત ના અપમૃત્યુ નો કેસ ભૂતકાળ માં ધરબાઈ ચૂક્યો છે. હાલ માં કાશી વિશ્વનાથ પરિસર ના વિવાદીત માળખા અને તેના કોર્ટ કેસ બાબતે કંઈક આવું જ રંધાઈ રહ્યું છે.દેશ ની ન્યુઝ ચેનલો ઉપર ૨૪ ઠ ૭ ચાલતા સમાચારો, કેસ ના વકીલો પિતા-પુત્ર ની કર્મઠ જોડી હરિશંકર જૈન અને વિષ્ણુશંકર જૈન કે જેમના ઈન્ટર્વું કરવા ટીવી ચેનલો ના રિપોર્ટરો પડાપડી કરતા હતા તેમને આજે કોઈ પૂછતું નથી. ઈમાનદાર, કાર્યનિષ્ઠ અને રામમંદિર કેસ પણ લડી રહેલા આ પિતા-૫- ત્ર ની જોડી ના કારણે જ સંભવ બનેલા સર્વે અને સર્વે માં “બાબા’ મળતા તાત્કાલિક અગમચેતી વાપરી કોર્ટ માં તે જ દિવસે અરજી દાખલ કરાવી બાબા ના સ્થાન ને
સુરક્ષિત કરાવનાર આ વંદનીય પિતા-પુત્ર ની જોડી ને તેમનું યથાયોગ્ય સન્માન કરવા ની જગ્યા એ આશ્ચર્યજનક રીતે તેમને કેસ માં થી રાતોરાત હટાવી દેવાયા હતા. પરંતુ સ્થ- પિત હિતો એ બાબત ભૂલી રહ્યા છે કે આ મામલો બોલિવુડ એક્ટર નો નહીં હિન્દુઓ ના આરાધ્ય દેવ, દેવાધિદેવ મહાદેવ નો છે. કરોડો હિન્દુઓ ની આસ્થા અને વિશ્વાસ નો છે. પોતાની જૂની મોડસ ઓપરેન્ડી થી હાલ પૂરતા ભલે કાશી વિશ્વનાથ વિવાદીત માળખા કે અન્ય દરગાહો, મસ્જિદો ના કેસો ઉપર થી ધ્યાન ભટકાવવા માં સફળ થતા દેખાતા હોય, પરંતુ આખરે આ વખતે પ્રશ્ન દેવાધિદેવ મહાદેવ નો છે. તો હિન્દુ ઝૂકેગા નહીં.Leave a Reply

Your email address will not be published.