વિભૂતિ વૈભવ
સામાન્ય માનવ વિભૂતિ ક્યારે બની શકે? જ્યારે એ સામાન્યપણું છોડીને અસામાન્ય બને ત્યારે, જ્યારે એનામાં મહાનતા પ્રગટે ત્યારે. મહાનતા વૈચાતી મળતી નથી, ખેતરમાં ઉગાડી શકાતી નથી. પરંતુ એ વિભૂતિ પુરૃષોના કદમ ચૂમતી આવે છે કારણ કે એમની પાસે સદગણોનો ભંડાર હોય છે. એ જ છે વિભૂતિ પુરુષોનો વૈભવ ! એ વૈભવ એમની જીવનભરની સાધનાનો પરિપાક હોય છે. આ સંસારમાં આપણી વચ્ચે જ રહીને ઘૂમતા-ફરતા આ ઓલિયાઓની જીવનશૈલી આપણા કરતાં ખાસ અલગ નથી હોતી, પરંતુ એમનો આંતરિક વૈભવ હિમાલય કરતાં પણ ઊચો હોય છે. છેલ્લી એક સદીથી આપણી વચ્ચે રહીને, ઈશ્વરના ચરણે જીવન સમર્પિત કરી દીધું હોવા છતાં, આપણા સૌના માટે પોતાના જીવનની કણેક્ષણ ને લોહીનો કણેકણ વાપરી જનાસ મહાપુરુષ હતા – પ્રમુખસ્વામી મહાસજ. ૦ શ36/ 06 ૬૦, 96 (9000 છ 9૦ [૪૦ 0 ૦૦૦; ૭06 છ૦ 01996 16 છ૦ 1૦૫ બ વાતા, છ ॥ુ/ ૪૦ 0૦ – જેમ જમ વિનમ્રતા વધતી જાય છે એમ મહાનતા પણ વધતી જાય છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા આ સિદ્રાંતને સાબિત કરી બતાવ્યો છે. ઈ.સ.૧૯૮૨માં એમના વિદેશના ધર્મ પ્રવાસની શરૂઆત થઈ લંડનના હીશો એરપોર્ટ ઉપરથી. શ્રી દાદુભાઇ પટેલ ખૂબ ઉમંગભેર જાજરમાન રોલ્સ-રોઈસ ગાડી લઈને એમને વિમાન ઉપર તેડવા આવેલા. સ્વામીશ્રી ગાડીની આગલી ભૈઠકપર બેઠા. દાદુભાઇ જમણી બાજુની બેઠક પરથી ગાડી ચલાવતા હતા. પાછળની બેઠક પર ચાર સહ્યાત્રીઓ ગોઠવાઈ ગયેલા. આ વિશાળ એરપોર્ટમાંથી ગાડીને સલામત રીતે બહાર લઈ જવા માટે એક અંગ્રેજ ભોમિયા પણ આવેલા હતા. પરંતુ પ્રશ્ન એ થયો કે એ ક્યાં બેસે? ગાડીમાં તો કોઇ જગ્યા જ બાડી નહોતી. સ્વામીશ્રીએ આ જોયું કે તરત એક ક્ષણના પણ વિલંબ વગર તેઓ આગલી બે બેઠકની મધ્યમાં આવેલ ગિયરબોક્સ ઉપર બેસી ગયા અને ભોમિયાને પોતાની સીટ ઉપર બેસાય. જેનું સ્વાગત કરવા રેલ્સ-રોઈસ ગાડી આવેલ તે બેઠા ગિયરબોક્સ ઉપર, અને પોતાની બેઠક ઉપર બેઠા બીજા, જોવાની ખૂલી એ હતી કે સ્વામીશ્રી આમ કરતી વખતે એટલા સહજ રીતે વર્તતા હતા કે શું બની ગયું એનો કોઈને, ખ્યાલ પણ ન આવ્યો. તારીખ 24-1-74. મુંબઈ. બીજે દિવસે સ્વામીશ્રી વિદેશની ધર્મયાત્રાનો પ્રારંભ કરવાના હોવાથી આજે પોદાર કોલેજના હોલમાં વિદાય-સભા આયોજીત થઈ હતી. આ સભામાં પ્રખર વક્તા પ્ૂષ્ય શ્રી થિન્મયાનંદજી પણ ઉપસ્થિત રહેવાના હતા. તેના અનુસંધાનમાં સ્વામીશ્રીએ પહેલેથી જ આયોજકોને સૂચના આપેલી કે ‘બંને આસન- એટલે કે પોતાનું અને અતિથિને બેસવાનું- એકસરખાં જ કરવાનાં છે તે ધ્યાન રાખજો.’ જ્યારે પણ કોઈ સંત-મહાત્મા સભામાં આવવાના હોય ત્યારે તેઓની આ કાયમી આજ્ઞા રહેતી. મુંબઈમાં આવા જ એક પ્રસંગે એક સંત-મહાત્મા અણધાર્યા જ આવી ચડ્યા. એમના માટે બીજુ સારું આસન લાવવું શક્ય દેખાતું નહોતું. ત્યારે સ્વામીશ્રી તરત જ પોતાના આસન ઉપર ખસી જઈને એકદમ ખૂણામાં બેસી ગયા અને અતિથિ સંતને પોતાના આસન ઉપર વ્યવસ્થિત રીતે માન સહિત ભેસાર્યા. નિમાનીપણે વર્તવું એ એમનો સહજ સ્વાભાવિક ગુણ હતો.. પચાસ-સો માણસો જ્યારે પોતાનું નિરીક્ષણ કરી રહ્યા હોય ત્યારે સદગુણી દેખાવાનો પ્રયત્ન કોઈ પણ માણસ કરવાનો. પરંતુ જીવનના કણેકણમાં નિર્માનીપણું વણાયેલું હોય. એ ત્યારે જણાય કે જ્યારે છેક નાની વયથી જ એ વ્યક્તિ નિર્માનીપણે વર્તતી હોય. પ્રમુખસ્વામીને એમના ગુરુ શાસ્ીજી મહારાજે દીક્ષા આપી ત્યાર પછીના થોડા વર્ષો એમણે એક નાના સાધકની જેમ મંદિર બાંધકામની તનતોડ મજૂરી- સેવા કરીને અને સંસ્કૃતનો અભ્યાસ કરીને વિતાવેલા. પરંતુ એમનામાં છુપાયેલી દિવ્ય પ્રતિભાને ગુરુ ઓળખી ગયેલા. આથી શાસ્રજી મહારાજે પ્રમુખસ્વામીને ર૮ વર્ષની કુમળી વયે વિશ્વવ્યાપી બોચાસણવાસી અક્ષર-પરુપોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ (એટલે કૈ મુખ્ય વહીવટકર્તા અને સત્તાધીશ) બનાવ્યા. આના દ્વારા પ્રમુખસ્વામી સંસ્થાના તમામ વડીલ સંતો અને તમામ હરિભ્ક્તોના
ઉપરી બની ગયા હતા. પરંતુ પ્રમુખ તરીકેના એમણે કરેલ પ્રથમ ઉદબોધનમાં સત્તાની સ્વીૃતિનો એક છાંટો પણ દેખાયો નહીં, ઊલટાનું એમણે તો માત્ર પ્રર્થના કરી કે, ‘ મારામાં જે શક્તિ જ્ઞાન અને પ્રેરણા છે તે બધું જ આપે આપેલું છે. હું આજે આપ ગુરૂશ્રી સમક્ષ પ્રતિજ્ઞા કુ છું કે માડં કર્તવ્ય બરાબર બજાવવા આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો ફૃતફૃત્ય બનીશ.’ કરોડો ભાવિકોના હદયમાં ગુંજતું થયેલું નામ “પ્રમુખસ્વામી’ જે દિવસે અસ્તિત્વમાં આવ્યું એ દિવસે સ્વામીશ્રીના પ્રથમ ઉદગારોમાં નિમાંનીભાવ, દાસભાવ, સેવકભાવના મેઠલા વરસ્યા. એની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જ્યારે આ સભા પૂર્ણ થઇ ત્યારે ઉપસ્થિત તમામ હરિભક્તોને જમાડવામાં આવેલાં. એ બધાનાં એકાં વાસણ પ્રમુખસ્વામીએ એકલા હાથે જ ઊટકી કાઢ્યાં. 1% 5૦૦૦૦૫ 1૦૦૮૦૮ તરીકે એમણે કરેલી આ પ્રમુખપદની પ્રથમ સેવા હતી. દુનિયાના કયા પૂમુખની કારકિર્દી આવી સેવાથી શરૂ થઈ હશે! પુસ્તકોના વાંચન દ્વારા સદૃગુણોની માહિતી ચોક્કસ મળે, પરંતુ એને આત્મસાત્ કરવા માટે એ સદગુણો જેમણે જીવનમાં ઉતાર્યા હોય એમનું જીવન જ પ્રેરણા આપી શકે. એટલા માટે આ વિભૂતિ વૈભવજાણવો અને માણવો જરૂરી છે.
સાધુ યોગેન્દ્રદાસ, BAPS
(Los Angeles, USA)