સમાચારો સંક્ષિપ્ત માં

પોલિસે હુસ્સેન સામે અશ્લીલ કળા અને ગાયન તેમ જ શાંતિભંગ કરવાના ઈરાદે જાણી જોઈને. અપમાનનો કેસ નોંધ્યો હતો. સેવા, ત્યાગ અને સમર્પજ્રની ભાવનાથી ભારતને વૈશ્વિક ગૌરવ અપાવનાર વડનગર- ના પનોતા પુત્ર અને ભારતવર્ષના યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માતુશ્રી હિરાબા ૧૮-૬-૨૦૨૨ ના રોજ શતાયુના થશે. આ પ્રસંગે તેમના દિર્ાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સુંદર કાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગ એ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અને ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં સુંદરકાંડના પાઠના પ્રવક્તા કેતનભાઈ કમલે ભક્તિ ભજન જીતુભાઈ રાવલ, શિવ આરાધના – અનુરાધા
પૌડવાલ જ્યારે સંગીત પંકજ ભકનું રહેશે. સાથોસાથ લોકહાસ્ય ગુલ્રવંતભાઈ ચુડાસમા રજુ કરશે. આમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતુશ્રી હિરાબા ના શતાબ્દી માં પ્રવેશ ના રૂડા અવસરને ઉજવવા પોતાના પૈતૃક ચામ વડનગર આવી રહ્યા છે. -અમદાવાદને પોતાનું બીજુ એરપોર્ટ માત્ર ૮૦ કિ.મી. દૂર ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ જૂન-૨૦૨૪ સુધીમાં ધોલેરામાં મળી જશે. આ અંગે મંગળવારે કેન્‍દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર એ કહ્યું હતું કે આસપાસના વિસ્તાર માટે પણ એરપોર્ટને છ લેન ધરાવતા એક્સપ્રેસ વે, રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્મ, બ્રોડગેજ રેલ્વે તથા પીએમ ગતિ શક્તિનું કાર્યક્રમ હેઠળ, એક સમર્પિત ફેટ કોરિડોરના માધ્યમથી મલ્ટી મોડલ કનેક્ટિવિટી મળશે. આ એરપોર્ટ ૧૫૦૧ હેક્ટર અથાતિ કે ૩૭૦૯ એકરમાં બનનાર છે. આ એરપોર્ટ વાર્ષિક ૩ લાખ મુસાફરો અને ૨૦,૦૦૦ ટન કાર્ગો ને સંભાળશે. સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કારિમિરમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી સંલગ્ન ફલાહ-
એ-આમ દ્વારા સંચાલિત તમામ શાળાઓને ૧૫ દિવસમાં સીલ કરવામાં આવશે. નવા સત્રથી આ શાળાઓમાં કોઈ પ્રવેશ નહીં થાય જ્યારે હાલમાં આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ/વર્ષ ના બગડે એટલા માટે તેમને જે તે વિસ્તારની નજીકની શાળાઓમાં સમાવવામાં આવશે. રાજ્ય તપાસ એજન્સીની તપાસમાં ફલાહ-એ-આમ કટ્ટરપંથી જમાત-એ-
ઈસ્લામી સાથે જોડાયેલું જણાયું હતું. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થાને બની રહેલા ભવ્ય અને વિશાળ રામમંદિર માટે દેશભરના હિન્દુઓએ સહર્ષ વહાવેલી દાનની અવિરત ધારાથી ટૂંક સમયમાં ૫૪૫૭.૯૪ કરોડ રૂ. એકત્રિત થઈ ગયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦ કરોડથી ટહેલ સામે ૫૪૫૭.૯૪ કરોડ ર. ભેગા થયા હતા. જો કે તેમાંથી અમુક ચેક થી આવેલા દાન પૈકી ૨૨ કરોડના ચેક રિટર્ન થયા હતા. ભારત સરકાર દ્વારા દેશના બેરોજગાર યુવાઓનો લશ્કરમાં હંગામી ધોરણે ભરતી કરી માત્ર ચાર વર્મા ૨૦ લાખથી અધિક માતબર રકમ મેળવી ભાવિ કારકિદી ઘડવાની સુવર્ણ તક આપતી અગ્નિપથ યોજના સામે વ્યવસ્થિત રીતે દુષ્ધચાર કરીને ફેક ન્યુઝ ફેલાવવા બદલ સર- કારે ૩પ વોટ્સએપ ગૃપો ઉપર પ્રતિબંધ મુક્યો હતો અને હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુ- કાના અલારસા ગામમાં તળાવના ખોદકામ દરમ્યાન એક કૃતિ મળી આવતા એક અરચજ, ફેલાયું હતું. પંદર ફૂટ ઊંચી અને પાંચ ફૂટનો વેરાવો ધરાવતી આ કૃતિને પહેલા તો ઉપર ચહેલી માટીના કારણે કોઈ વિશાળ વૃક્નું મૂળીયું ગલયું હતું. પરંતુ વરસાદ પડતા, માટી ધોવાતા આ તો નક્કર શિલા હોવાનું અને આકાર ઉપરથી શિવલિંગ હોવાનું જણાતા વાત વાયુવેગે પ્રસરી હતી. આસપાસના ગ્રામજનો દર્શન અને પૂજી કરવા આવ્યા હતા. આખરે આ બાબતનું સત્ય જાણવા પુરાતત્વ ખાતાને જાણ કરી જાળવણી માટે પોલિસ બંદોબસ્ત મુકાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર ભારતના વડપ્રધાન નરેનદ્ર મોદીએ મૈસુર પેલેસ ખાતે ૧૫,૦૦૦ લોકોની સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ યોગને જીવન જીવવાનો હિસ્સો નહીં પરંતુ જીવન જીવવાની પધ્ધતિ ગણાવતા યોગ મનુષ્યના જીવનમાં જ નહીં પરંતુ સમાજમાં પણ શાંતિ લાવે છે તેમ જ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવી થઈ હતી. ફિજીના લોકોએ ભારતીય સમય પ્રમાણે ૩.૧૫. વાગ્યે યોગ કરી ઉજવણી કરી હતી. અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિત વિશ્વના પ્રમુખ દેશોમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અંગેના કાર્યકમો અને યોગાભ્યાસ કરી ઉજવલી કરાઈ, હતી. જો તમારે યોગનું મહત્વ સમજવું હોય તો વારાણસીના દુર્ગાકુંડ સ્થિત કબીરનગર ખાતેના આશ્રમના એક ફલેટમાં રહેતા બાબા શિવા” ને વિષે જાણવું જોઈએ. બાબા શિવાનંદની વય. ૧૨૩ડર્ષની છે અને પોતાનું બધું જ કામ જાતે કરતા બાબા શિવાનંદ આશ્રમમાં ત્રીજા માળે આવેલા તેમના ફલેટમાં દિવસમાં ત્રણ થી ચાર વખત આસાની થી સીડીઓ ચડી જાય છે. તેમની ચપળતા જોઈને દંગ ર હી જવાય તેવા બાબા શિવાનંદનું ભારત સરકારે પવશ્રીથી સન્માન પણ કર્ું છે. સવારે છ વાગ્યા પહેલા નિયમિત ઉઠી જવા ઉપરાંત અગાઉ રોજના ત્રણ, કલાક જ્યારે વૃધ્ધાવસ્થા બાદ રોજના બે કલાક, યોગ કરતા બાબા શિવાનંદ છેલ્લા ૧૦૦ વષ- 1થી નિયમિત યોગ કરે છે. બિહારના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહને. એકે-૪૭ કેસમાં દોષી ઠેરવ્યા બાદ હવે કોર્ટે તેમને ૧૦ વર્ષની જેલની સજા ફરમાવી હતી. કોર્ટ ૧૦ વર્ષની જેલની સજા ફરમાવાતા તેમનું, ધારાસભ્યપદ જોખમમાં આવી ગયું હતું. જો કે તેમણે કોર્ટના ચૂકાદાને પટના હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ ના ધારાસભ્ય અનંત સિંહના પૈતૃક આવાસ ઉપર પોલિસે દરોડો પાડતા એકે-૪૭
સયફલ, ૩૩ જીવતા કારતુસ અને બે હેન્ડ ગ્રેનેડ પકડાયા હતા. આ કેસમાં અગાઉ ૧૪ મી જૂને કોર્ટે અનંત સિંહને કસૂરવાર ઠેરવ્યા બાદ ૨૦ મી જૂને અદાલતે ૧૦ વર્ષની સજા ફરમાવી હતી. વારાણસી શાનવાપી વિવાદીત સંકુલ કેર-. 1ની સુનાવણી કરનારા અને ત્યારબાદ સર્વેનો આદેશ આપનારા ન્યાયાધિશ રવિકુમાર દિવાકરની બદલી કરી દેવાઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટની વાર્ષિક ટ્રાન્સફર લિસ્ટમાં બદલી કરાયેલા ૧૨૧ સિનિયર ડિવિઝનના સિવિલ જજની યાદીમાં તેમનું નામ પણ સામેલ છે.
Leave a Reply

Your email address will not be published.