
બોલિવુડ ના શહેનશાહ અમિતાભ બચ્ચન અને બોલિવુડ ના બાદશાહ, શાહરુખ ખાન આમ જેટલી પણ ફિલ્મો માં સાથે આવ્યા છે જેવી કે મહોબ્બતે, કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના સુપર હીટ ફિલ્મો રહી છે. હવે લાંબા સમય બાદ તેઓ ફરી એક વાર ડોન-૩ માં જોવા મળશે. મૂળ સલિમ-જાવેદ ની સ્ટોરી ઉપર થી ડોન ફિલ્મ બનાવવા એક જમાના માં કોઈ ફિલ્મ પ્રોડ્યુ- સરડિરેક્ટર તૈયાર ના હતા. આખરે ચંદ્રા બારોટ એઆ સ્ીષ્ટ ઉપરથી બન- [વેલી ફિલ્મ ડોન એટલી જબરદસ્ત સફળ રહી કે આગામી તારીખ માં પણ અમિતાભ ની યાદગાર ફિલ્મ ની યાદી માં ડોન નો સમાવેશ અચૂક થી થાય છે. વર્ષો પછી સલીમ-જાવેદ બેલડી ના જાવેદ અખ્તર ના પુત્ર ફરહાન અખ્તરે શાહરુખ ખાન ને લઈ ને ડોન ની રિમેક બનાવી જે પણ જબરદસ્ત સફળ રહી હતી. આ કિલ્મ ૨૦૦૬ માં બની હતી. જે સફળ રહ્યા બાદ ફરહાન અખ્તરે પોતાની પ્રોડક્શન કંપની એક્સલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ ૨૦૧૧ માં તેની સિક્વલ ડોન-૨ પણ, શાહરુખ ને લઈ ને બનાવી હતી જે પણ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. પાછલા ઘણા સમય થી તેની પણ સિક્વલ બનાવવા ની વિચારણા ચાલી રહી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્લોટ નહીં મળતા તેમ જ ફરહાન યોગ્ય પ્લોટ ના મળે ત્યાં સુધી સ્ક્રીનપ્લે કે ફિલ્મ ના પ્રોજેક્ટ ઉપર કામ શરુ કરવા તૈયાર ન હતો. આખરે હવે કોઈ સારો પ્લોટ મળી જતા સ્ક્રીનપ્લે ઉપર
જોરદાર કામ ચાલી રહયું છે. ખુદ ફરહાન ખુબ રસ લઈ ને સ્ક્રીપ્ટ તૈયાર કરાવી રહ્યો છે. એક વાર સ્ક્રીપ્ટ લોક થઈ જાય એટલે શાહરુખ ને સ્ક્રીપ્ટ સંભળાવી ને ફિલ્મ ની જાહેરાત કરી દેવાશે. જો કે હાલ માં જે રીતે સ્ક્રીપ્ટ ઉપર કામ ચાલી રહ્યું છે તેના ઉપર થી વ્હેતી થયેલી વાતો મુજબ ડોન-૩ માં શાહરુખ ની સાથે અમિતાભ બચ્ચન પબ્ર જોવા મળશે. જો કે ઝીરો ની નિષ્ફળતા બાદ થોડો સમય શાહરુખ કોઈ નવી ફિલ્મો કરતો ના હોવા થી તેમ સમયે રણવીર સિંહ નું નામ ચચારથું હતું. પંરતુ હવે શાહરુખ પઠાન, ડંકી અને અન્ય ૨-૩ પ્રોજેક્ટ કરતો હોવા થી ડોન-૩ માં શાહરુખ જ રહેશે. જો કે દર્શકો ને ઘણા સમય બાદ શાહરુખ-અમિતાભ ડોન-૩, માં સાથે જોવા મળશે તેવા સમાચાર માત્ર થી આતુરતા થી ડોન-૩ ની રાહ જોઈ રહ્યા છે.