
બહુ સરળતાથી એપાર્ટમેન્ટ મળી જતાં સુષમાદીદીને મળી એમનો ખૂબ ખૂબ આભાર માનતાં કહ્ય- “આજે હું જે કંઈ છું તે આપના પ્રતાપે છું. આપે મને નનું જીવન જ નહિ, જીવવાનું મનોબળ આપું ચે.. માત્ર એક જ વાતનું દુઃખ છે. હું અહીં આવી ત્યારે મારી ઉષ્મા મારી પાસે હતી. આજે અહીંથી વિદાય લઈ રહી છું ત્યારે હું એકલી છું.” એની આંખમાં આંસુ આવી ગયા.
“અર્ચના, રડ નહિ. તું એકલી નથી. તારી આસપાસ અનેક લોકો છે. કોઈકને પોતીકું બનાવી શ કે તો વિલંબ ના કરતી. એકના બે થશો તો ત્રણ કે ચાર થવાની પૂરી શક્યતા છે. પુરુષ અનેક વાર પરણી શકે તો સ્ કેમ ન પરણી શકે?” “કાલ શું થવાનું છે તે તો કોને ખબર છે?” “દરેક વ્યક્તિ પોતાનું મનોબળ મક્કમ કરી પૉતાની જિંદગી ઘડી શકે છે. આશા અમર છે. નિરાશ થયા વિના સુખની જે પળ મળે તે માશજે.’ *તમારી સલાહ માથે ચડાવીશ. એક વિનંતી કરં] “બોલ, શી વિનંતી છે?” “આપની પાસે મારી જે અન- ।મત છે એ હું કેન્દ્રને આપવા માંગુ છું. ઉષ્માની યાદ જળવાઈ રહે એ રીતે તમે વાપરજો.” “અરે ગાંડી. કેન્દ્રમાં પૈસાની જરાકે તૂટ નથી. વળી પેલો હૉલ ઉષ્માની સ્મૃતિમાં કાયમ જીવંત રાખશે. તારી પાસે એ પૈસા રાખ. તારે નવું ઘર વસાવવાનું છે કામ લાગશે.’ અર્ચના બહુ આચ્રહ ન કરી શકી. નીચા નમી સુપમાદીદી ને વંદન કર્યા. દીદીએ એના બે હાથ પકડી ઊભી કરી. “નમીને નહિ ભેટીને વિદાય લે મારી બહેન.”
ભેટતાં ઉમેર્યુ, “આમાં વધુ આત્મીયતા છે. ગુડ લક.” દીદીને મળી કેન્દ્રની બધી બહેનોને મળી આવી. શારદા સાથે એકાદ કલાક વાતો કરી. એજ્રે આપેલી હૂંફ માટે અંતરથી આભાર
માન્યો. એને વિદાય આપતાં શારદા રડીપડી. અર્ચનાએ એનાં આંસુ લૂછી કહ્યું, “જવનમાં જ્યારે પણ મારી મદદની જરૂર પડે ત્યારે મારી પાસે દોડી આવતાં અચકાશો નહિ. તમને હું મારું સરનામું આપતી રહીશ.’ “સુખી થાઓ બહેન’ વિદાય લેતી વખતે સ્વજન- 1ને છોડીને જતી હોય એવો અનુભવ થયો. ૫૦ સોમવાર પેઠ પર ૪૦૫ નંબરના એપાર્ટમેન્ટનાં નવા જીવન-
અનુસંધાન આવતા અંકે