પાકિસ્તાન ની આર્થિક દુર્દશા
આઝાદી સમયે દેશ ના થયેલા વિભાજન થી ભારત અને પાકિસ્તાન અલગ દેશો થર્મ ના આધારે બન્યા હતા. અત્યારે ભારત દૈશ જ્યાં આઝાદી નો અમૃત મહોત્સવ શાન થી ઉજવી રહ્યુ છે ત્યારે પાકિસ્તાન આર્થિક બદહાલી માં નાદારી ને આરે આવીને ઉભુરહું છે. પાકિસ્તાન નાજ નાણાં મંત્રાલય, પ્રમાણે પાકિસ્તાન ઉપર ૨૦૧૩ માં ૮.૮૭ લાખ કરોડ પાકિસ્તાની રૂ.ની લોન હતી તે માન. વર્ષો માં અર્થાત કે એપ્રિલ ૨૦૨૧ સુધી માં વધી ને ૧૮ લાખ કરોડ .થઈ ગઈ છે. પાકિસ્તાની રૂપિયો પણ સતત ગગડીને હાલ માં ૧ ડોલર ના ૨૦૭ પાક. રા. પહોંચી ગયો છે. દેશ માં પાવર કટોકટી એટલી ગંભીર છે કે બજારો રાત્રે ૮.૩૦ એ બંધ કરવા, સત્રે ૧૦ પછી લગ્નો ઉપર પણ પ્રતિબંધ અને ઓફિસના કામકાજ ના સાપ્તાહિક દિવસો પણ છ થી ઘટાડી ને પાંચ કરી દેવાયા છે. ત્યાં પેટ- ડેલ ૨૩૪ રૂ. પ્રતિ લિટર, ડિઝલ -૨૧૩ રૂ।. અને કેરોસીન ૨૧૧ રૂ. પ્રતિ લિટર મળે છે. ૧૦ જૂન ૨૦૨૨ ના આંકડા અનુસાર પાકિ-સ્તાન નું ફોરેન રિઝર્વ ૮.૯ બિલિયન ડોલર્સ રહ્યું છે. જેમાંથી ૭.૫ બિલિયન ડોલર વાપરવા નહીં ની શરતે વિદેશો માં થી લીધેલી લોન ના છે. પેટ્રોલ, ગેસ ઉધારી માં ખરીદતા પાકિસ્ત- [ન પાસે મુશકેલી થી બે મહિના ના આયાત ના પૈસા બચ્યા છે. જ્યારે ચ્હા જેવી વસ્તુઓ ની પણ આયાત ઉપર નભતા પાકિસ્તાન ના મંત્રી અહેસાન ઈકબાલ એ દેશ ની આર્થિક બદહાલ નીપગલે દેશવાસીઓ ને રોજ ની એક બે પ્યાલી ચ્હા ની ઓછી કરવા ની અપીલ કરતા પાકિ- ર સતાન માં ખળભળાટ વ્યાપી ગયો હતો. ૨૨ કરોડ ની આબાદી ધરાવતુ પાકિસ્તાન વિશ્વ નો સૌથી મોટો ચ્હા નો આયાતકાર દેશ છે. પાકિસ્તાને ૨૦૨૦-૨૧ માં ૮૨ અબજ રૂની ચ્હા ની આયાત સામે ૨૦૨૨- ૨૩માં અત્યાર સુધી માં જ ૯પ અબજ રૂ.થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષ માં જ પાકિસ્તાને ૩૦૦ અબજ રૂ.ની ચ્હા આયાત કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન નો માથાદીઠ ચ્હા નો વપરાશ ૧ કિલો જેટલો રહ્યો છે. અને દર સેકન્ડ એ પાકિસ્તાન માં ૩૦૦ કપ ચ્હા પીવા માં આવે છે. પાકિસ્તાન માં વધતી મોંઘવારી એ ચ્હા ની ચુસ્કી ને પણ મોંથી કરી દીધી હતી. જૂન માસ માં પાકિસ્તાન માં ચ્હા નો ભાવ ૮૫૦ રુ. કિલો થઈ ગયો છે. જે માત્ર ૪ માસ અગાઉ ૭૦૦ રા. ની આસપાસ હતો. જ્યારે એક કપ ચ્હા ની કિંમત ૪પ રૂ. છે જે થોડા માસ અગાઉ માત્ર ૩૦રૂ.હતી.