ફિફા લગાવશે ભારત પર પ્રતિબંધ ?

વર્લ્ફૂટબોલ ગવર્નિંગ બોડી ફ્રિફા ની એક ટમ ર ર જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભારત પહોંચી ગઈ હતી. તેઓ ભારત માં ભારતીય ફૂટબોલ ફેડરેશન (એઆઈએ- ફએફ) મામલે તપાસ કરવા આવી છે અને સંભવતઃ તેઓ ભારતીય ફૂટબોલ ફેડરેશન ઉપર પ્રતિબંધ લગાવી શકે છે. વાસ્તવ માં ભારત ની સુપ્રિમ કોર્ટે તેને મળેલી એક અરજી ઉપર ચુકાદો આપતા ફેડરેશન ના ગેરકાયદેસર વહીવટ સંભાળી રહેલા વહીવટદાર નેહટાવીને ફેડરેશન નાવહીવટ માટે ત્રણ સભ્યો ની કમિટી ની રચના કરી હતી. ભારતીય ફૂટબોલ ફેડરેશન ના પૂર્વ અધક્ષ પ્રફૂલ પટેલ અને અન્ય પદાધિકારીઓ નૈ પદ ઉપર થી હટાવી ને પ્રશાસકો ની કમિટી એ સીઓએ ની નિમણૂંક કરી હતી. વાસ્તવ માં પ્રફૂલ પટેલ ની ૨૦૨૦ માં કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતા પદ ના છોડતા અનેએઆઈએ- ફએફ ની ચૂંટણી યોજી પોતે જ કાર્યકાળ પૂરો થયા બાદ પણ કાર્યકાળ સંબાળી રહ્યા હતા. આઅંગે સુપ્રિમ કોર્ટે મે માસ માં ચુકાદો આપતા કાર્યકાળ પૂરો થયા બાદ પણ કામકાજ સંભાળી રહેલા તમામ પદાધિકારીઓ ને પદ ઉપરથી હટાવી ને ત્રણ સભ્યો ની પ્રશાસકો ની કમિટી ની રચના કરી હતી જે હાલ માં કાર્યભાર સંભાળી રહી છે. ફ્રેફા ના નીતિ-નિયમો પ્રમાણે તેઓ કોઈ પણ દેશ ના ફેડરેશન માં ત્રીજા પક્ષ ની દરમ્થિનગિરી ને માન્ય રાખતા નથી. આથી જ ફ્રેફા ની ટીમ પરિસ્થિતિ ની જાત માહિતી મેળવવા ભારત આવી છે. જેઓ પૂર્વ અધ્યક્ષ પ્રફૂલ પટેલ, એએસએલ ના અધિકારીઓ તેમ જ ખેલાડીઓ ને પણ મળી ને આ મામલે તપ- ।સ કર્યાં બાદઆખરી નિર્ણય કરશે. ફ્રિકા એ આ અગાઉ ૨૦૧૭ માં 7 લાહોર હાઈકોર્ટે મ પાકિસ્તાન ના ફેડરેશન ના કામકાજ નૈ જોવા પ્રશાસકો ની નિમલૂંક કર્યા બાદ ફિફા એ તેના થર્ડ પાર્ટી ઈન્ટરફ્રિયરન્સ રુલ હેઠળ પીએફએ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. તે અગાઉ ૨૦૧૫ માં ઈન્ડોનેશિયા ની સરકારે ત્યાં ના ફૂટબોલ સંઘ ને પોતાની દેખરેખ હેઠળ લેતા તેની ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે ૨૦૧૪ માં નાઈજીરીયા ની કોર્ટે તેના રમતગમત મંત્રી જે ફૂટબોલ ફેડરેશન નં કામકાજ જોવા પ્રશાસક ની નિમણૂંક કરવા આદેશ આપ્યો હતો. જેના બાદ માં આજ રુલ હેઠળ ફિફાએ નાઈજીરીયા ફૂટબલ એસોસિએશન ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. હવે જોઈએ ફિફા ઓલ ઈન્ડિયા ફટબોલ ફેડરેશન સામે કેવા પગલા ઉઠાવે છે.


Leave a Reply

Your email address will not be published.