ક્રાંતિવીર
ઉદમીરામ
૧૮૫૭ ની કાંતિના દિવસો હતા. અંગ્રેજોના ભારતીયો તરફના વર્તન વ્યવહારથી પ્રજા ત્રસ્ત હતી. નાનાં નાનાં ગામ અને તાલુ- કાકક્ષાએ અંગ્રેજોના ત્રાસથી કંટાળી ઠેર ઠેર કાંતિકારી ટૂક્ડીઓ કામે લાગી ગઈ હતી. તો હરિયાણાનો રોહતક જિલ્લો કેવી રીતે બાકી રહે. ઉદથીરામ હરિયાણાના રોહતક જિલ્લાના લિબાસપુર માં ૧૮૨૨ માં જન્મેલા. શરૂઆતથી જ કાંતિની મશાલ પોતાના હાથમાં લઈ લીધી હતી. તેમણે અંગ્રેજોના અત્યાચારોનો બદલો લેવા યુવાનોની એક ટૂકડી બનાવી હતી. ઉદ્ઠમીરામ પોતાના ગામના સરપંચ હોવાની સાથે સાથે ગામના આગેવાન પણ હતા. દિલ્હી થી સોનીપત ના રઃ લિબાસપુરની આસપાસ કોઈપણ અંગ્રેજ જતો દેખાય તો પેલી ટુકડીના યુવાનો તેને યમલોક પહોંચાડી દેતા. અંગ્રેજોમાં ભયનું વાતાવરણ હતું. આ ટુકડીના યુવાનો અંગ્રેજોના અત્યાચારી શાસનથી મુક્તિ મેળવવા પોતાનું યોગદાન આપતા. એક વખત એક અંગ્રેજ તેની પત્ની સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પેલી ટુકડી
સકીય બની ગઈ. અંગ્રેજને તો ઢાળી દીધો પરંતુ ભારતીય સંસ્કૃતિનું પાલન કરતાં તેની પત્નીને સલામત સ્થળે મૂડી આવ્યા. બન્યું એવું કે આ યુવતીએ કોઈ ગદ્દારની મદદ લઈ સોનીપતના
અંગ્રેજ કેશ્યમાં પહોંચી જવામાં સફળતા મેળવી અને પેલા ગદ્દારની સૂચના મુજબ અંગ્રેજોને ઉદમીરામના ગામને ઘરી લીધું. ઉદમીરાઃ પોતાની ટુકડી સાથે અંગ્રેજોનો સામનો કર્યો પરંતુ ઓછા હથિયારો અને સિમિત યુવાનો ટકી શક્યા નહિ. આખરે બધા નાસી છૂટ્યા. ગ્રેજ સિપાહીઓએ તે ગામમાં અત્યાચાર- ની હદ પાર કરી દીધી. ઉદમીર- ।મના પિત- 1ને પકડી અસ્ાહા યાતનાઓ,આપી. વૃધ્ધ શરીર યાતના- 1ઓ સહીન શક્તા “ઉદમીરામ… ઉદમીરામ…’ ની બૂમો પાડવા લાગ્યા. ઉદમીરામને સમાચાર મળતાં જ ત્યાં હાજર થઈ ગયા અને સિપાહીઓ સાથે પ્રતિકાર કર્યો. મહામહેનતે સિપાહીઓએ તેમને પકડ્યા. ઉદશીરામ તેમની પત્ની અનેબાકીના સાથીઓને બંધક બનાવી લીધા અને ‘રાઈ’ નામના અંગ્રેજ કેમ્પમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ઉદમીરામ અને તેમની પત્નીને ખીલા મારી ઝાડ સાથે જડી દેવામાં આવ્યા. દરરોજ કોયડાના થા અને પીવા શ્રાટે પેશાબ આપવામાં આવ્યો. આવી યાતના સહન ન થતાં તેમની પત્ની રત્નાદેવી ૩૦ મા દિવસે મૃત્યુ પામ્યા. હુતાત્મા ઉદમીરામ પણ પોતાની સહકર્થિણીની પાછળ પ દિવસે શહીદ, થયા. અંગ્રેજોએ ઉદમીરામના શરીરને રોડ પર
પટકી પટકીને તેના ઉપર રોલર ચલાવ્યું અનેવીર ઉદમીરામનું શરીર માતૃભૂમિના ખોળામાં શહીદીપામ્યું!