બે મંત્રીઓ ના રાજીનામા

બ્રિટન માં અત્યાર સુધી વિપક્ષો અને જનતા ના વિરોધ નો સામનો કરી રહેલા વડધ્રધાન બોરિસ જ્હોન્સન ની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ વિરોધ ની આગ તેમના જ પક્ષ અને કેબિનેટ સુધી પહોંચી છે. બોરિસ કેબિનેટ ના બે મંત્રીઓ એ રાજીનામા ધરી દેતા બોરિસ જ્હોન્સન ની સરકાર મુસીબત માં આવી ગઈ છે. આ વિરોધ ના સંદર્ભે બ્રિટીશ સરકાર ના આરોગ્ય મંત્રી સાજીદ જાવેદ એ રાજીનામુ આપ્યું હંતું. હવે બોરિસ કેબિનેટ માં નં.ડર નું સ્થાન ધરાવતા અને ભારતીય મૂળ ના નાણા- ત્રી ઝ્ાપિ સૂનક એ પણ રાજીનાધુ આપી દીધું છે. સુનકે બ્રિટીશ વડાપ્રધાન જ્હોન્સન ને એક પત્ર લખી ને રાજીનાયુ મોકલી આપ્યું હતું. આ પત્ર માં તેમણે જ્હોન્સન ની કામ કરવા ની પધ્ધતિ ની આકરી ટીકા કરી હતી. આ પત્ર માં સુનકે લખ્યું હતું કે પ્જા હંમેશા ઈચ્છતી હોય છે કે સરકાર યોગ્ય રીતે, સંપૂર્ણ રીતે અને ગંભી- રતપૂર્વક ચાલે. રાજકારણ માં આ મારી છેલ્લી જોબ છે પરંતુ હું માનુ છું કે આ ધારાધોરણ માટે આપણે આપજ્ઞી લડાઈ ચાલુ રાખવી જોઈએ અને આથી જ હું રાજીનામુ આપી રહ્યો છું. વાસ્તવ માં જહોન્સન કેબિનેટ માં નંબર દ નું સ્થાન ભોગવી રહેલા સુનક ને જ્યારે વડાપ્રધાન જ્હોન્સન ઉપર લોકડાઉન દરમ્યાન પાર્ટી કરવા ના આરોપો લાગ્યા હતા ત્યારે તો સૂનક ને બ્રિટન ના ભાવિ વડાપ્રધાન મનાતા હતા. કોર- ના મહામારી દરમ્યાન દેશ ની ઈકોનોમી અને વ્યાપાર-રોજગારી ની સારી રીતે સારસંભાળ રાખવા અને યોગ્ય રાહત પેકેજ જાહેર કરવા શને તેમની કાર્યપધ્ધતિ ની દેશભર માં પ્રશંસા થઈ રહી હતી. જો કે ત્યાર બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. ખાસ કરી ને રશિયા-યુકેન યુધ્ધ ના સમય માં બ્રિટન નું રશિયા વિરોધી વલણ તો જાશ્ઞિતું છે. હવે સુનક ના પતી બ્રિટન માં જ્ણિતા કેશન ડિઝાઈનર છે. આ ઉપરાંત તેઓ ભારત ના જાણિતા અને ઈન્ફોસિસ ના સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિ ના સુપુત્રી છે તે તો સૌ જાણે છે. હવે બ્રિટન માં વિપક્ષો નાણામંત્રી સુનકને એવું કહી ને ઘેરતા હતા કે અક્ષત મૂર્ત રશિયા માં ઈન્ફોસિસ ની કમાણી માં થી મોટો હિસ્સો મેળવે છે આમ છતા તેઓ બ્રિટન માં ટેક્સ ચૂકવતા નથી. જો કે સુનકે આ અગાઉ જ એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યારેય પ્રકાર ના તદ્દન પાયાવિહોણ્ા આરોપો ના
પગલે નાણામંત્રી તરીકે રાજીનાયુ નહીં આપે. આ બાબતે તેમણે અગાઉ વડાપ્રધાન જ્હોન્સન ને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન ને અપીલ કરી હતી કે સરકાર એ વાતનો રિવ્યુ
કરાવે કે જો મંત્રી તરીકે મારા તમામ નિયમો નું પાલન કર્યું છે કે નહીં. સુનકે સો.મિડીયા માં ટિવટ પણ કરી હતી કે મેં હંમેશા નિયમો નું પાલન કર્યું છે. મને આશા છે કે સરકાર ને શે કરેલી વિનંતી અનુસાર આ બાબતે કોઈ રિવ્યુ કરાવી ને સરકાર સ્પષ્ટતા કરશે. જો કે વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આરોગ્ય મંત્રી અનેનાણામંત્રીઓ ના રાજીનામા બાદ તકલીફ માં મુકાઈ ગયા છે.


Leave a Reply

Your email address will not be published.