ચીને દુનિયાભર માં જાસુસી વધારી

એફબીઆઈ ના નિર્દેશક ડિસ્ટોફરરે અને બ્રિટનની ઈન્ટેલિજન્સ એજન્સી એમઆઈ-૫ ના ડીજી કેન મોક્કુલમ એ સંયુક્ત પ્રેસ કોન ફરન્સ માં સનસનાટી મચાવતો ખુલાસો કર્યો હતો કે ચીને માત્ર ગત ચાર વર્ષ માં દુનિયાભર, માં તેની જાસુસી સાત ગણી વધારી દીધી છે. જો કે ટેકન- વલોજી ના આ અધતન, યુગમાં હવે પરંપર- 1ગત મનાતી જાસુસી, ઘટાડી ને ચીન ઢેકીંગ કરી ને ટેકનોલોજી ની ચોરી કરી રહયું છે. માત્ર અમેરિકા ઉપર જ છેલ્લા ચાર વર્ષમાં ચીન ના હેકરો એ સાત હજાર થી વધારે સાયબર એટૈક કર્યા હતા. જ્યારે માત્ર કોરોનાકાળ દરમ્યાન ચીન ના હૈકરો એ બ્રિટન માં પાંચ હજાર થી વધારે સાયબર એટેક કર્યા હતા. વાસ્તવ માં ચીને કોરોના કાળ માં તેની ગુપ્તચર એજન્ર- ડઓ ને વધારે સકીય કરી દીધી હતી તેમ બ્રિટન ની ગુપ્તચર એજન્સી એમઆઈ-૫ નું કહેવું છે જેનો સામનો કરવા બ્રિટને તેની સરકારી વેબસાઈટ ને ફાયરવોલ થી સુરક્ષિત રાખવા બે હજાર કરોડ ના ખર્ચે અપગ્રેડ કરવી, પડી હતી. એફબીઆઈ અને એમઆઈ ના જણાવ્યા પ્રમાણે ચીન સાયબર હુમલા કરવા માટે તેના સેટેલાઈટ નેટવર્ક નો ઉપયોગ કરે છે. આ સિક્રેટ કોમ્યુનિકેશન ચીન સરકાર પાસ છ. ચીન ક સાયબર હેકીગ માં રશિયા, બેલારુસ, સિરિયા અને ઉ.કોરિયા ની મદદ મળે છે. રશિયાની ગુપ્તચર એજન્સી એફએસબી એ ચીન સાથે ગઠબંધન માટે એક અલગ સાથબર હેકીંગ નેટવર્ક બનાવ્યું છે જેને અત્યાર સુધી પશ્ચિમ ના દૈશો નું સાયબર નેટ- વર્ક પણ ભેદી શક્યું નથી. અમેરિકા અને બ્રિટને સાયબર એટેક નો સામનો કરવા મિશન- ૨૦૨૫ બનાવ્યું છે. જેની અંતર્ગત રપ દેશો નું એક કોર ગુષ બનાવાશે. જે પરસ્પર માહિતી આદાનપ્રદાન કરશે. હાલ અમેરિકા ની આગેવાની હેઠળ ફાઈવ આઈ નામક ગૃપ કાર્યરત છે. આ ગૃપ ચીન વિરુધ્ધ ની સાયબર માહિતી શેર કરે છે. ચીન ની સા- મ્યવાદી સરકારે અલગ થી ૧૦ હજાર હેકર્સ નું એક સાયબર સેલ બનાવ્યું છે. ચીન ની સરકાર આ સેલ નું ફન્ડીંગ પણ ગુપ્ત રીતે કરે છે. તેનો કોઈ સત્તાવાર ઉલ્લેખ થતો નથી. આમ દુનિયા ની નજર સમક્ષ તો આ હેકરો ચીન ની મલ્ટિનેશનલ કંપનીઓ માં કાર્યરત હોય છે. જો કે તેમનો મૂળ ઉદેશ્ય તો નિશાના ઉપર રહેલા દેશો ના નેટવર્ક ઉપર હુમલા કરી તેને સફળતાપૂર્વ હેક કરી ને મેળવેલી માહિતી ચીન ની સરકાર ને આપવા નો હોય છે.


Leave a Reply

Your email address will not be published.