ચીન ના ફાયટર પ્લેન ભારત માં
ચીન આદત સે મજબૂર છે. ભૂતકાળ માં પણ પોતાની ખોરી દાનત નો અનુભવ કરાવનાર ચીન એક તરફ ભારત સાથે સૈન્ય સ્તર ની ૧૬ મા રાઉન્ડ ની બેઠક કરી રહ્યું છે જ્યારે બીજી તરફ તેણે પોતાના ફાયટર પ્લેન ભારતીય હવાઈ સીમા ની ૧૦ કિ.મી. ની અંદર સુધી ઘુસાડી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. ચીને ફરી એક વાર સરહદે અવળચંડાઈ કરતા ભારતીય સીમા -એલઅ- સી ઉપર નો ફલાય ઝોન માં ભારતીય સીમા ની અંદર ૧૦ કિ.મી. સુધી ઘુસાડ્યા હતા. આ નિશંક પણે એક ઉશ્કેરણીજનક પ્રયાસ જ હતો. પૂર્વ લદ્દાખ માં ભારતીય સીમા ની અંદર ચીન ના ફાયટર પ્લેનો એ ઉડાન ભરી હતી. ચીન છેલ્લા એક માસ થી સતત આવા કૃત્યો કરી રહ્યું છે. આ અગાઉ જૂન માસ માં પણ પૂર્વી લદ્દાખ માં ચીની ફાયટર પ્લેન
ભારતીય હવાઈ સીમા માં ઘુસ્યું હતું. ચીન ના આવા કૃત્યો સામે ભારતીય વાયુસેના પણ એલર્ટ મોડ માં છે. આ અગાઉ ભારતીય વાયુસેના ના પ્રમુખે પણ કહ્યું હતું કે ચીન દ્વારા ભારતીય સરહદે સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવા માં આવી રહી છે. સરહદી વિવાદ મામલે ભારત ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય સ્તર ની બેઠક માં પણ ચીન દ્વારા આ પ્રકારે કરાઈ રહેલા ઉલ્લંઘન નો મુદ્દો ભારતે ઉઠાવ્યો હતો. જો કે તેની કોઈઅસર જોવા મળી ન હતી. ભારતીય વાયુ- સેના તરફ થી પણ ચેતવણી અપાઈ ચૂકી છે કે જો ચીન તરફ થી આવી કોઈ કાર્યવાહી
થશે તો તેનો પણ તે જ રીતે જવાબ અપાશે. જો કે ચીન જાણે છે કે આવી માત્ર ચેતવણી જ અપાશે તેનો અમલ નહીં થાય. આથી લાતો કે ભૂત આવી ચેતવણી બાદ પણ સતત
ઉશ્કેરણીજનક પ્રયાસો કરી જ રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વચ્ચે એક વણલિખિત સમજૂતી છે કે બન્ને દેશો ના ફાયટર વિમાનો એલઓસી ના ૧૦ કિ.મી.
ના અંતર સુધી જ્યારે હેલિકોપ્ટર પાંચ કિ.મી.ના સુધી અંદર આવી નથી શકતા. જો કે આવી સમજૂતિ માત્ર ભારત માટે છે ચીન તો અવારનવાર ફાવે ત્યારે અને સમયે
આંતરરાષ્ટ્રીય સરહદી નિયમો નું સતત ઉલ્લંઘન કરી રહ્યું છે.