નિકોલ અને મસ્ક વચ્ચે ઈલુ-ઇલુ ?

ગુગલ ના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનએ ૨૦૧૮ માં નિકોલ શાનહાન સાથે લગ્ન કર્યા હતા. જો કે ચાલુ વર્ષે જાન્યુઆરી માં સર્ગેઈ એ નિકોલ થી છૂટાછેડા લેવા માટે કોર્ટ માં અરજી કરી હતી.
એક અમેરિકન ન્યુઝ પેપર ના રિપોર્ટપ્રમાણે નિકોલ નું એલન મસ્ક સાથે લફરુ આ નું કારણ છે. ગુગલ ના કો-ફા- ઉન્ડર સર્ગેઈ બ્રિત અને! હાલ ના વિશ્વ ના સૌથી શ્રીમંત તેમ જ ટેસ્લા ઈંક
અને સ્પેસ એક્સ ના માલિક એલન મલ્ક વચ્ચે પુરાણી મિત્રતા હતી. એમ પણ કહેવાય છે કે ર૦૦૮ માં આવેલા એલન મસ્ક ઉપર ના આર્થિક સંકટ દરમ્ધિન મસ્ક ની ઈલેક્ટ્રીક કાર કંપની
ટેસ્લા ઈન્ક ને ડૂબતી બચાવવા સર્ગેઈ એ જ મદદ કરી હતી. સર્ગેઈ એ ૨૦૦૮માં જેની સાથે લગ્ન કર્યા તે નિકોલ શાનહાન ટેક ફાઉન્ડર છે. ૨૦૧૮ માં જ તેમના દામ્પત્ય જીવન માં પુત્રી નો જન્મ થયો હતો. અમેરિ- કન અખબાર વોલ સ્ટ્રીટ ના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ડિસેમ્બર માં જ મસ્ક અને નિકોલ વચ્ચે અફેર શરુ થયું હતું. એલન મસ્ક તે સમયે તેની લાંબા સમય ની ગર્લફ્રેન્ડ ગિમ્સ ની સાથેબ્રેક અપ થયું હતું. આમ ભગ્નહૃદયી મસ્ક નિકોલ વચ્ચે અફેર શરુ થયું હતું. જો કે તે સમયે સર્ગેઈ બ્રિન અને નિકોલ શાનહાન સાથે રહેતા હતા. જો કે થોડા સમય માં જ પરસ્પર મતભેદો નો હવાલો આપી ને સગ નૅઈ એ છૂટાછેડા ની અરજી દાખલ કરી હતી. આ અહેવાલ માં જણાવ્યા મુજબ છૂટાછેડા ટ ની અરજી બાદ મસ્ક એ સર્ગેઈ ની માફી માંગવા કોશિષ કરી હતી. એક પોસ્ટ માં તો મસ્ક સર્ગેઈ ની પાછળ પાછળ દોડી ( રહ્યા હતા. આખરે સગ જ ઈ એ જૂના દોસ્ત ને માફ તો કરી દીધો. જો કે હવે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી. જો કે સોમવારે જ મસ્ક એ ટિવટ કરી ને વોલ સ્ટ્રીટ જર્નલ ના અહેવાલ ને પાયાવિહોણો ઠરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું અને સર્ગેઈ સારા મિત્રો છીએ. ગઈકાલે રાત્રે જ અમે એક પાર્ટી માં સાથે હતા. છેલ્લા ત્રણ વર્ષ માં મેં નિકોલ ને માત્ર બે જ વાર જોયા છે. બન્ને વખતે ઘણા બધા લોકો અમારી આસપાસ હતા. કંઈ જ રોમેન્ટિક થયું ન હતું. અખબાર માં છપાયેલા અહેવાલ માં કશું જ સત્ય નથી. હું પાગલ ની માફક કામ કરું છું. મારી પાસે આવી વસ્તુઓ માટે ટાઈમ જ નથી. કોઈ કિ પર્સન આ આરોપ માં સામેલ નથી. આ વર્ષે હવે ચારિત્યહનન નવા નિમ્ન સ્તર ઉપર પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published.