લોકસભા માં શિન્દે જૂથ ને માન્યતા તંત્રી લેખ

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી અને શિવસેના ના બળવાખોર જૂથ ના નેતા એકાથ શિંદે એ શિવસેના ઉપર હક્ક ના મામલે સુપ્રિમ કોર્ટ માં ૨૦ મી જુલાઈ એ થનારી સુનાવણી અગાઉ જ લોકસભા ના સ્પિકર ઓમ બિરલા સમક્ષ ૧૨ સાંસદો ની પરેડ કરાવી ને શિવસેના ના ૧૯ સાંસદો માં થી ૧૮ સાંસદો ના સમર્થન નો દાવો પેશ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે ના મહાર- ષ્ટ્ર ના મુખ્યમંત્રી બનવા ના અભરખા અને શિવસેના ની નીતિ અને સિધ્ધાંતો ને સરેઆમ ઠોકરે મારતા સંજય રાઉત જેવા બડબોલા, સડક છાપ મવાલી ની ભાષા પ્રયોગ કરતા રાજકીય સલાહકાર ના કારણે ન માત્ર ઉધ્ધવ ઠાકરે ના હાથ માં થી સત્તા સરકી ગઈ, પરંતુ હવે શિવસેના પણ હાથ માં થી સરકી રહી છે. બાળાસાહેબ ઠાકરે એ એક સમયે કોંગ્રેસ સામે ના તેમના સુવિખ્યાત વિરોધ ના પગલે ત્યાં સુધી કહી દીધું હતું કે રાજકીય મજબૂરી ના પગલે જો કોંગ્રેસ સાથે હાથ મિલાવવા ના સંજોગો ઉભા થાય તો હું પાર્ટી ને વિખેરી નાંખવા નું પસંદ કરીશ. તેમના જ સુપુત્ર એ માત્ર ને માત્ર સત્તા ખાતર ભાજપા ને તરછ- ડી હિન્દુ વિરોધી અને લઘુમતિ તુષ્ટિકરણ, કરનારી કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબ- ધન કરી ને મુખ્યમંત્રી બન્યા. સત્તા સંભાળ્યા ના અહી વર્ષ માં શિવસેના ની હિન્દુત્વવાદી વિચારધારા થી જોજનો દૂર કોગ્રેસ અને એનસીપી ની પાછળ ચાલવા લાગેલા ઉધ્ધવ ઠાકરે એ પાલથર માં સંતો ની હત્યા ના મામલે, વીર સાવરકર ના મામલે, મુંબઈમાં દાઉદ ની ઈમારત તોડી પાડવા ના મામલે, [નિવૃત્તિ સેનાનીઓ ઉપર ના હુમલા, વવ ર૨ સાવરકર પ્રત્યિ કોંગ્રેસ ના વ્યવહારો અગ, માન ચાલીસા નો પાઠ કરનાર ને જેલ માં નાંખવા ઉપરાંત કંગના રાણાવત, દિશા સાલિયાન, સુશાંતર્સિંહ રાજપૂત જેવા અનેક મામલે ઉધ્ધવ ઠાકરે ખરડાયેલા હતા. ત્યાર બાદ તેમની જ પાર્ટી ના પણ ઉધ્ધવ ઠાકરે ની એનસીપી-કોંગ્રેસ નીતિઓ થી ચાલતી શિવસેના નહીં પરંતુ અસલી બાળાસ- [હેબ ના સિધ્ધાંતવાળી શિવસેના માં માન- નારા વિધાયકો અને સાંસદો એ આખરે એકનાથ શિંદે ની આગેવાની હેઠળ ઉધ્ધવ સામે બંડ પોકાર્યો તેને મહારાષ્ટ્ર ભાજપા ના નેતા દેવેન્દ્ર ફડનવીસ નું સમર્થન અને સહયોગ મળતા આખરે ૪૦ વિધાયકો અને ૧૩ સાંસદો સાથે એકનાથ શિવસેના-બાળાસાહેબ એ ભાજપા સાથે ગઠબંધન કરી ને મહારાષ્ટ્ર માં ચાલતી શિવસેના-કોંગ્રેસ-એનસીપી ના અપવિત્ર ગઠબંધન વાળી સરકાર ને ઘરભેગી કરી શિવસેના-બાળાસાહેબ અને ભાજપા ની ગઠબંધનવાળી સરકાર અસ્તિત્વ માં આવી. ભાજપાએ પણ શિવસેના ના બાગી વિધાયકો-સાંસદો ને ભાજપા માં પ્રવેશ આપી, ભાજપી સરકાર રચવા ના બદલે શિવસેના ઉપર થી ઠાકરે પરિવાર નો પ્રભાવ ખતમ કરવા ના ઈરાદાઓ થી જ બળવાખોર જૂથનેઅસલી શિવસેના તરીકે માન્યતા અને પ્રોત્સાહન આપતા આ મામલો એક તરફ સુપ્રિમ કોર્ટ માં જ્યારે બીજી તરફ સંસદ સુધી પણ પહોંચાડ્યો છે. શિંદે એ શિવસેના ઉપર દાવો કરતા લોકસભા ના સ્પિકર ઓમ બિરલા ને શિવસેના ના ૧૯ સાંસદો પૈકી ૧૮ નું તેમને સમર્થન હોવા નું જણાવવા

ઉપરાત ૧૨ સાસદો ની પરંડ પણ કરાવી હતી. ત્યાર બાદ સાંજે સ્પિકર ઓમ બિરલા એ બળવાખોર જૂથ ના નેતા એકનાથ શિંદે સમર્થક સાંસદ રાહુલ શેવાલ ને લોકસભામાં શિવસેના જૂથ ના નેતા તરીકે માન્યતા આપી દીધી હતી. રાહુલ શેવાલ દક્ષિણ મધ્ય મુંબઈ થી શિવસેના સાંસદ છે. રાષ્ટ્રપતિ ની ચૂંટણી માં એનડીએ સમર્થિત ઉમેદવાર ને સમર્થન આપવા ઉધ્ધવ ઠાકરે ને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ જ ઉધ્ધવે સંજય રાઉત ની સલાહ અવગણતા અને એનસીપી કોંગ્રેસ ના ગઠ- બંધન ની પણ પરવા કર્યા વગર માત્ર પોત- ના સાંસદો ને સાચવવા યુ.પી.એ. સમર્થિત ઉમેદવાર યશવંત સિંહા ને નહીં, પરંતુ એનડીએ સમર્થિત દ્રૌપદી મુર્મું ને શિવસેના નું સમર્થન જાહેર કર્યું હતું. હવે બુધવારે સુપ્રિમ કોર્ટે આ મામલે શિવસેના ઉધ્ધવ ઠાકરે જૂથ દ્વારા શિંદે જૂથ ના ૧ ૬ વિધાયકો નૈ ગરલાયક ઠેરવવા ના મુદ્દે આપેલી નોટિસ ના જવાબ માં શિવસેના એકનાથ શિંદે ને એફ્રિડવિટ કાઈલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત વિધાનસભા ના સ્પિકર ને વિધાયકો મામલે વિધાયકો ને ગેરલાયક ઠેરવવા ની. અરજી ની સુનાવલ્રી અને નિકાલ ના થાય ત્યાં સુધી વિધાયકો ની સ્થિતિ જૈસે થે -બન- 1વી રાખવા અને તેમાં કોઈ પણ ફેરફાર ના કરવા નો આદેશ આવ્યો છે. આમ સંભવતઃ સરકાર બાદ હવે શિવસેના પણ ઉધ્ધવ ના હાથ માં થી સરકી રહી છે.Leave a Reply

Your email address will not be published.