વિશ્વ નું ખાધ સંકટ હળવુ થશે
રશિયા-યુક્રેન યુધ્ધ ના પગલે વિશ્વમાં ખાધાન્ન સંકટ ઉભુ થયું હતું કારણ કે ઘઉં અને મકાઈ નું મોટા પ્રમાણ માં ઉત્પાદન કરતા આ બન્ને દેશો વિશ્વ ના ૫૦ દેશો ની ૭૦ ટકા ખાધાન્ઞ જરૂરિયાત પુરી પાડતા હતા. પરંતુ યુધ્ધ ના કારણે અટકેલી નિકાસ અંગે બન્ને દેશો વચ્ચે હવે ગ્રેન ડીલ સમજૂતિ સધાઈ છે. ૨૪ મી ફેબ્રુઆરી એ શરુ થયેલા રશિયા-યુક્રેન યુધ્ધ ને પાંચ માસ બાદ ર૪ મી જુલદ્ધી એ પણ કોઈ અંત આવવા ના અણસાર જણાતા નથી. યુધ્ધાગ્રસ્ત દેશો હોવાથી, એરપોર્ટસ અને સી-પોર્ટ બંધ પડેલા હોવા થી રશિયા-યુક્રેન સપ્લાય ને અસ્તવ્યસ્ત કરી દીધો હતો. યુક્રેન એ રશિયા ના હુમલા ને નિષ્ફળ બનાવવા માટે નાટો દેશો ના સહકાર થી મળેલા શસ્તો થી સમુદ્ર માં બારુદી સુરંગો બિછાવી હતી. જ્યારે
રશિયા એ બ્લેક સી ના કિનારે પોર્ટ એકેસા ની નાકાબંધી કરી હતી જ્યાંથી યુક્રેન ના મહત્તમ માલવાહક જહાજ લાંગરવા માં આવે છે. આમ યુધ્ધ ના કારણે બ્લેક સી માં અમલી નાકાબંધી થી યુક્રેન ના હજારો ટન ખાધાન્ન થી ભરેલા નિકાસ માટે ના તૈયાર જહાજો પણ અટવાયા હતા. આ ઉપરાંત અનાજ ના ઉત્પાદન માટે ફર્ટીલાઈઝર પણ ખૂબ મહત્વ નું છે. રશિયા પોટાશ, ફોસ્ફેટ તથા નાઇટ્રાજન આધારીત ખાતર નાં માંટાં પ્લાયર છે. રશિયા ઉપર લાગેલા પ્રતિબ- “ધો ના કારણે આ ખાતર ની સપ્લાય ઉપર પણ રોક લાગી હતી. યુધ્ધ બાદ યુક્રેન થી અનાજ અને તેલિબિયા ની નિકાસ લગભગ બંધ થઈ ગઈ હતી. આ સંજોગો માં બ્લેક સી ની નાકાબંધી નો અંત કરાવવો જરુરી હતો. જે આખરે યુ.એન. અને તુર્કી ની મધ્યસ્થતા
થી રશિયા અને યુક્રેન વચ્ચે ગ્રેઈન ડીલ થઈ ચુકી છે. જેના પગલે બ્લેક સી માં ફસાયેલા અનાજ થી ભરેલા જંગી જહાજો હવે ત્યાં થી નીકળી શકશે. રશિયન સેના યુક્રેન ના બંદરો
ઉપર હુમલા નહી કરે. તુર્કી અને સંયુક્ત રાષ્ટ્ર જહાજો ના નિર્વિઘ્ને આવાગમન નું નિરિક્ષણ કરશે. બ્લેક સી ના રસ્તે રશિયા પણ અનાજ તથા ખાતર ની નિકાસ કરી શકશે. આ એક મહત્વ ની સમજૂતિ થઈ છે. અનાજ ની નિકાસ ને લગતી સમજૂતિ વૈશ્વિક ખાધ સુરક્ષા માટે ખૂબ જરુરી છે. આ અંગે ઈસ્તંબુલ માં સમજૂતી ઉપર કરવા માં આવેલા હસ્તાક્ષર વખતે યુક્રેન અને રશિયા ના સત્તાવાર પ્રતિનિધિ મંડળ ઉપરાંત યુ. એન. ના મહાસચિવ ઓન્ટારિયો ગુટરેસ તથા તુર્કી ના રાષ્ટ્રપતિ તૈયપ અર્દોગન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમજૂતિ ના પગલે
વિશ્વ ની ખાધાન્ન કટોકટી હળવી થવા ની શક્યતાઓ છે.