અમેરિકા માં ૯૫૦ હિન્દુ મંદિરો
ભારતીય લાંકાં વિશ્વ ના ખૂણે ખૂણે જી ને વસ્યા છે. ભારતીય લોકો ની જ્યાં જ્યાં વસ્તી વધતી જાય છે, ત્યાં ત્યાં વિદેશો માં પણ ભારતીય સનાતની સંસ્કૃ તિ પ્રમાણે તેઓ ત્યાં સ્થાયી અને સંપન્ન થતા જ મંદિર નું નિર્માણ કરે છે. આ જ પ્રથા અનુસાર અત્યારે અમેરિકા માં ૭૫૦ હિન્દુ મંદિરો છે. અમેરિકા માં જેમ જેમ ભારતીય સમુદાય ની વસ્તી વધી રહી છે, તેમ તેમ અમેરિકા માં હિન્દુ મંદિરો ની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા લગભગ અઢી થી ત્રણ દાયકા માં આઈટી ક્ષેત્રે આવેલી કાંતિ બાદ મોટી સંખ્યા માં ભારતીયો અમેરિકા માં પ્રવેશવા માં અને ત્યાં સ્થાયી થવા માં સફળ રહ્યા છે. આ સાથે જ અમેરિકા માં આ સમયગાળા દરમ્યાન હિન્દુઓ ના મંદિરો ની સંખ્યા માં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. આખા અમેરિકા માં ર૦૦૬ માં જ્યાં પ૩ હિન્દુ મંદિરો હતા ત્યાં ૨૦૧૭ સુધી માં વધીn ને ૨૫૦ મંદિરો થઈ ગયા હતા. અર્થાત કે અમેરિકા માં અગિયાર વર્ષો માં ૧૯૩ નવા મંદિરો બન્યા હતા. અને પ૩ માં થી ૨૫૦ અથાત કે પાંચ ગણા મંદિરો આ અગિયાર વર્ષો માં વધ્યા હતા. જાં ક ૨૦૧૭ બાદ પણ મંદિરો ની સંખ્યા માં ઉત્તરોત્તર વધારો જ નોંધાયો છે. પાછલા પાંચ વર્ષ માં નવાપ૦૦ મંદિરો બનવા સાથે ૨૦૨૨ માં અમેરિકા માં હિન્દુ મંદિરો ની સંખ્યા ૭૫૦ ની થઈ ગઈ છે. અર્થાત કે પાછલા પાંચ વર્ષમાં ૨૦૦ ટકાનવા મંદિરોના નિર્માણ થયા હતા. અમેરિકા નું કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં ઓછા માં ઓછાઅડધોડઝન મંદિરો ના હોય. જ્યારે અમેરિકા ના ન્યુયોર્ક અને કેલિફોર્નિયા જેવા પ્રાંત માં તો ૧૦૦-૧૦૦ મંદિરો બન્યા છે. જ્યારે ફ્લોરિડા માં ૬૦ થી વધુ અને જ્યોર્જિયા માં ૩૦ થી વધુ મંદિરો બન્યા છે. આમ વિશ્વ ની એકમાત્ર મહાસત્તા એવા અમેરિકા માં ત્યાં ના સુખ-સમૃધ્ધિ ની ઝાકમઝોળ વચ્ચે પણ ત્યાં વસતા હિન્દુધર્મીઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિ તેમ જ દેશ ને નથી ભૂલ્યાં. અમેરિકા માં વસતા મંદિરો ત્યાં વસી ગયેલા ભારતીય મૂળ ના અમેરિકનો ને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ થી જોડી રાખે છે. સ્વામિ વિવેકાનંદ એ શિકાગો માં વિશ્વ પ્રસિધ્ધ હિન્દુત્વ ઉપર ભાષણ આપ્યા બાદ ન્યુયોર્ક અને સાનફ્ાન્સિર- કો માં વેદાંત સોસાયટી ની સ્થાપના કરી હતી. વેદાંત સોસાયટી એ અમેરિકા માં પ્રથમ મંદિર સાનક્રાન્સિસ્કો માં બનાવ્યું હતું.