ચીન ની દાદાગીરી

ચીન તાઈવાન મુદ આક્રમક વલણ અખત્યાર કરી રહ્યું છે. તે તાઈવાન મુદ્દે કોઈ વિદેશી હસ્તક્ષેપ સ્વિકારવા તૈયાર નથી. અમેરિકી પ્રતિનિધિ સભા ના સ્પિકર નેન્સી પેલોસી ની ચાલુ માસ ના અંતે સંભવિત તાઈવાન યાત્રા ને લઈ ને ચીને ધમકી ઉચ્ચારી હતી કે જો પેલોસી તાઈવાન જશે તો તેમનું વિમાન અમે હવા માં જ ફૂંકી મારીશું. ચીન તાઈવાન ને ૧૯૪૯ થી પોતાનો
જ એક હિસ્સો માને છે. જો કે તાઈવાન ને આ મંજુર નથી. તે પોતાને એક સ્વતંત્ર દેશ, માને છે અને ઓળખાવે છે. તાઈવાન માં લોકશાહી છે અને તાઈવાન ની આ લોકશાહી
સરકાર અને લોકો ચીન ના કમ્યુનિસ્ટ એજન્ડા નો વિરોધ કરે છે. ચીન થી માત્ર ૧૯૦ કિ.મી.ના અંતરે આવેલું તાઈવાન અમેરિકા નું સમર્થક છે અને અમેરિકા તાઈવાન નું. કારણ કે અમેરિકા ને તાઈવાન માં સૈન્ય તહેનાતી થી પેસિફિક મહાસાગર માં ચીન ઉપર પ્રભૂત્વ રાખવા માં મદદ મળે છે. જો કે અમેરિકા ઔપચારિક રીતે ચીન ને મહત્વ આપે છે જ્યારે અનૌપચારિક રીતે તાઈવાન ને આપે છે.જો કે ચીન એ તાઈવાન વચ્ચે યુધ્ધ ની સ્થિતિ માં અમેરિકા એ સ્પષ્ટ કર્યું છે કે આ યુધ્ધ માં તે ખુદ સામેલ નહીં થાય, પરંતુ તાઈવાન ને સપોર્ટ કરશે. જો કે હાલ માં ચીને જે ધમકી ઉચ્ચારી છે તે ખૂબ ગંભીર પ્રકાર ની છે. અમેરિકી સ્પિકર ઉપર જો ચીન આવો હુમલો કરશે તો નિશંકપણે અમેરિકા શાંતિ થી બેસી નહીં રહે. વળી જો ચીન-તાઈવાન વચ્ચે યુધ્ધ ફાટી નિકળશે તો આખા વિશ્વ માટે રશિયા-યુક્રેન યુધ્ધ કરતા પણ વધારે ગંભીર અસરો પડશે. કારણ કે દુનિયા ની ૯૨ ટકા સેમી કન્ડક્ટર ચીપ નું ઉત્પ- 1૬ન તાઈવાન માં જ થાય છે. આમ ચિપ્સ નું ઉત્પાદન, વિતરણ અટકતા મોબાઈલ, ઓટોમોબાઈલ, લેપટોપ, હથિયારો થી માંડી ને હેલ્થકેર ના ઉત્પાદનો ખોટકાશે. જો કે ચીન ના આવા વલણ ને જોતા તાઈવાન એ પણ સ્વબચાવ માં હાન કુછંગ નામ ની મોટી વોરગેમ છેડી દીધી છે. આ વોરગેમ માં ટેન્ક, ફાયટર જેટ, નેવલ શીપ અને લશ્કરી જવાનો ને સામેલ કર્યા છે. તાઈવાને ચીન ના હુમલા ની આશંકા વચ્ચે દેશભર માં ૩૦ મિનિટ ની એર ડ્રીલ શરુ કરી દીધી છે. ગત દાયકા થી તાઈવાન અમેરિકી હથિયારો નો
મોટો આયાતકાર દેશ બની ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.