શાહબાઝ સરકાર મુશ્કેલી માં ?
પાકસ્તાન ના ચૂટાયલા પીટીઆઈ ની ઈમરાન ખાન ની સરકાર ને સંયુક્ત વિપક્ષી મોરચા એ ઘરભેગી કરી ને સત્તા તો સંભાળી લીધી પરંતુ હવે શાહબાઝ
શરીફ ની સરકાર પણ મુશ્કેલીઓ મ માં ફસાઈ છે જેને લશ્કર અને ન્યાયતંત્ર તરફ દ થી પણ સહાય મળી ઝા રહી નથી. પ પાકિસ્ત- ।ન કદાચ વિશ્વ નો એક માત્ર એવો દેશ છે જેના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઉપર તેમની વડાપ્રધાનપદે સોગંદવિધિ અગાઉ જ દેશ ની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નવેમ્બર ૨૦૨૦ માં ભ્રષ્ટાચાર નિવારણ
અધિનિયમ ની કલમ ૪૧૧, ૪૨૧, ૪૪૮, ૪૭૧ અને ૭૪ અને ૧૦૯ હેઠળ ૧૬ અબજ નો મની લોન્ડરીંગ કેસ દાખલ કર્યો હતો. શાહબાઝ વડાપ્રધાન બન્યા બાદ તેમના સુપુત્ર સુલેમાન શાહબાઝ ને અદાલતે ભાગેડૂ જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાન ના કાકા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પાસે યુ.કે. પહોંચી ગયો છે. હવે લાહોર ની એક વિશેષ અદાલતે ૧૯ અબજ ના મની લોન્ડરીંગ કેસ માં પાકિ- સ્તાન ના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના મોટા પુત્ર હમઝા શાહબાઝ ને તેમની સામે આરોપો ઘડવા માટે ૭ સપ્ટેમ્બર નું
કોર્ટ માં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. આ અગાઉ પાકિસ્તાન ના પંજાબ પ્રાંત માં યોજાયેલી ચૂંટણી એ તેમાં સંયુક્ત વિપક્ષી મોરચા ને શિકસ્ત આપી ને ઈમરાન ખાન ની પીટીઆઈ એ
મેળવેલી ઝળહળતી સફળતા બાદ પણ તેમનો મુખ્યમંત્રી બનતો અટકાવવા અદાલતી સહારો લોવાયો હતો. પરંતુ અદાલતે પણ શાસક વિપક્ષી મોરચા ને ઝાટકો આપતા પીટીઆઈ ની
તરફેણ માં ચુકાદો આપતા પંજાબ માં પીટ- ૧આઈ સરકાર રચવા ના દ્વાર ખોલી દીધા હતા. હવે સુપ્રિમ કોર્ટ ના આવા અનપેક્ષિત ચુકાદાથી પંજાબ પ્રાંત હાથ માં થી સરકી જવા
થી આ સરકાર ના હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. પંજાબ ની ચૂંટણી ની હાર બાદ સહયોગી દળો ની મિટીંગ માં વિડીયો લિંક થી જોડાયેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે
કહ્યું હતું કે હું પ્રથમ થી જ સરકાર રચવા ના પક્ષ માં ન હતો. હવે લાડકવાયા વડાપ્રધાન ઈમરાન ખાન ની ચાર વર્ષ ની ગંદકી અમારી ઉપર નાંખી દેવા માં આવી છે.