અક્ષયકુમાર મુશ્કેલી માં

અક્ષયકુમાર ને લાગે છે કે પનોતી બેઠી છે. વર્ષો સુધી લાગલગાટ બોક્સ ઓફિસ ના માનિતા ખિલાડીકુમાર ની પાછલી અડધો ડઝન ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ખરાબ રીતે ફસડાઈ પડી છે. જયારે દુકાળ માં અધિક માસ ની માફક તેની આગામી ‘રામસેતુ’ મામલે દેરા ના જાણીતા સાંસદ ડૉ.સુબ્રમઢ્યમ સ્વામિ એ એક્ટર અને મેકર્સ ને લીગલ નોટીસ ફટકારી છે. ડૉ. સુબ્રમણ્યમ સ્વામિ ના ટાર્ગેટ ઉપર અક્ષયકુમાર ની અપકમિંગ ફિલ્મ રામસેતુ આવી ગઈ છે. સ્વામિ એ સોશ્યિલ મિડીયા માં આ અંગે ની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે મુંબઈના સિનેમાવાળાઓ ને ઐતિહાસિક તથ્યો મનઘડંત અને ખોટી રીતે દર્શાવવા ની જાણે આદત પડી ગઈ છે. આથી જ મેં મારા વકીલ સત્ય સભરવાલ ના માધ્યમ થી ઈન્ટલેફ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ની માહિતી માટે અક્ષય કુમાર સહિત આઠ લો કો સામે નોટિસ ઈશ્ય કરી છે. ડૉ. સ્વામિ નો આરોપ છે કે અક્ષય ની ફિલ્મ રામસેતુ માં ખોટા તથ્યો બતાવવા માં આવ્યા છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે જો અક્ષયકુમાર વિદેશી નાગરિક છે તો તેને દેશ ની બહાર કરવા ની તેમ જ ધરપકડ કરવા ની પણ માંગણી કરાશે. રામસેતુ માં અક્ષયકુમાર આર્કિયોલોજીસ્ટ ના પાત્રમાં છે. તેની સાથે જેક્લિન ફર્નાન્ડીઝ અને નુસરત ભિરુચા પણ ફિલ્મ માં કામ કરી રહ્યા છે. તેઓ ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુ ની સત્યતા ચકાસવા નું કામ કરે છે. આ ફિલ્મ નું શુટિંગ મુંબઈ, ઉત્તરપ્રદેશ, રામેશ્વરમ સહિત દેશ ના ધણા લોકેશન્સ ઉપર કરવા માં આવ્યું છે. આ ફિલ્મ ના | હમણાં જ જાહેર કરાયેલા એક પોસ્ટર મામલે પણ સોશ્યિલ મિડીયા માં અક્કી ને યુઝર્સી ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ પોસ્ટર માં અક્ષય હાથ માં મશાલ લઈ ને જ્યારે જેક્લિન હાથ માં ટોર્ચ સાથે તેમ જ અન્ય એક વ્યક્તિ ગુફા માં જોવા મળે છે. હવે લોકો ને મશાલ અને ટોર્ચ ના કોમ્બિનેશન સમજ માં નથી આવતું. આ અગાઉ પૃથ્વીરાજ ના એક સીન માં પણ બન્ને હાથ બંધાયેલા અક્ષય ના પોસ્ટર અંગે તે ખૂબ ટ્રોલ કરાયો હતો. ત્યાર બાદ પિક્યર ની શું હાલત થઈ તે તો સૌ જાણે જ છે. પ્રોડ્યુસર વિક્રમ મલહોત્રા ની આ ફિલ્મ ના ડિરેક્ટર અભિષેક શર્મા છે. ફિલ્મ ૨૨ મી ઓક્ટોબરે દેશભર માં રિલીઝ થનારી છે.

Leave a Reply

Your email address will not be published.