લાઈગર ધડામ !

બોલિવુડ ઉપર એક વક્રી રાાસન કરનાર, બોલિવુડ માં વંરાવા ને વધારનાર ધમાં પ્રોડકશન ના કરન જોહર ના કાર્ટલ ને સુશાંતસિંહ રાજપૂત ના અપમૃત્યુ. માં કથિત સંડોવણી બાદ દર્શકો ના ભારે રોષ નો સામનો કરવો પડયો છે. જેને તાજેતર માં રિલીઝ થયેલી તેની | મહત્વકાંક્ષી ફિલ્મ લાઈગર ના બોક્સ ઓફિસ ઉપર ધડામ દઈ ને પછડાવા થી સમજાય છે. એસએસઆર મામલે જબરદસ્ત જનાક્રોશ બાદ થોડા સમય બાદ તે સોશ્યિલ મિડીયા ઉપર થી પણ ગાયબ થઈ ગયો હતો. થોડા સમય બાદ પરિસ્થિતિ સુધરતા તે પરત ફર્યો હતો. આ દરમ્યિાન અશ્લિલતા અને ગોસિપ્સ પિરસતો તેનો શો. કોફિ વિથ કરન પણ બંધ હતો. જ્યારે એક પછી એક વેબ સિરીઝ હીટ થઈ રહી હતી ત્યારે પણ પોતાના માથે જોખમ ના લેતા રિયાલિટી શો બિગ બોસ ના ઓટીટીવઝન ને હોસ્ટ કરી સંભવિત વિરોધ નો લિટમસ ટેસ્ટ કર્યો. તે પસાર કર્યા બાદ ફરી એક વાર કોફી વિથ કરન તેની સિગ્નેચર સ્ટાઈલ અશ્લિલતા અને ગોસિપ્સ સાથે ટીવી ના બદલે ઓટીટી ઉપર શરુ . પહેલા એક બે એપિસોડ બાદ. પોતાની લાંબા સમય થી તૈયાર અને રિલીઝ ની રાહ જોતી મહત્વકાંક્ષી ફિલ્મ ‘લાઈગર ની લીડ જોડી વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે ને પોતાના જ શો માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે બોલાવી પોતાની જ ફિલ્મ લાઈગર નું પ્રમોશન કર્યું. ટીવી ઉપર ના અન્ય રિયાલિટી શો માં પણ લાઈગર નું ભરપૂર પ્રમોશન કયાં બાદ આખરે ૧૨૫ કરોડ ના જંગી બજેટ માં બનેલી તેની મહત્વકાંક્ષી પેન ઈન્ડિયા ફિલ્મ લાઈગર ને પ્રદર્શિત કરી. ના માત્ર કરણ જોહર કે તેની ધમાં પ્રોડક્શન્સ ને પરંતુ થિયેટર માલિકો ને પણ લાઈગર ઉપર વિશેષ આશાઓ હતી. પરંતુ એ એસઆર ના ચાહકો અને કિજો ના નામ થી જાણિતા કરણ જોહર સામે જનતા નો રોષ શાંત થયો ન હતો. લાઈગર એ હિન્દી ટેરીટરી માં શુક્રવારે પ્રથમ દિવસે માત્ર ૪.૫ કરોડ નું ઓપનિંગ ડે કલેક્શન, બીજા અને રજા ના શનિવાર ના દિવસે વધારા ના બદલે ઘટતા ૪.૨૫ કરોડ, રવિવારે ત્રીજા દિવસે વધારે લથડતા ૩.૭૫ કરોડ અને ચોથા દિવસે એટલે કે સોમવારે માત્ર ૧.૩૫ કરોડ ના કલેક્શન સાથે બોક્સ ઓફિ ઉપર ઉધા માટે પટકાઈ છે. જો કે વિજય દેવરાકોંડા સાઉથ નો સુપર સ્ટાર હોવાથી સાઉથ ના કલેક્શન્સ થોડા સારા છે પરંતુ તે પણ અપેક્ષા થી ધણા ઓછા જ છે.

Leave a Reply

Your email address will not be published.