સરંગપૂર્તિ
ભરતી ઓટ, સુખ દુ:ખ, આનંદ વિષાદ.. કશું જ સ્થિર નથી…. બધું જ ક્ષણભંગુર છે. – મિસ્ટર અને મિસિસ મહેતાનું નવું જીવન કેવું બની રહેશે? મુખ્યમંત્રીએ ત્રણ મહિના ગૃહમંત્રીના બંગલામાં રહેવાની સ્પેશિયલ મંજૂરી આપી હતી. પણ જાડેજાના મૃત્યુ પછી એ બંગલામાં રહેવાની આરતીની ઈચ્છા નહોતી. મુખ્યમંત્રીનો આભાર માનવા અને બંગલાની ચાવી આપવા એમની ઓફિસે ગઈ. ‘નમસ્તે, સાહેબ!” આવો આવો. બેસો.” ‘મિ. જાડેજા વિષે વાંચી બહુ દુ:ખ થયું.’ ‘દરેક માનવીને એના પાપનો બદલો મળી રહે છે.” જતાં જતાં મારી કેરિયર પર છાંટા ઉડાડતો ગયો.” ‘હાથી પાછળ કૂતરાં ભસતાં જ રહે છે” ‘તમારી સમજ પર માન ઊપજે છે. તમને મારા પર શંકા નથી ને?’ ‘તમારી સાથે કંઈ આપલેનો વ્યવહાર હોય તો જુદી વાત છે. બાકી મારું તો માનવું છે કે તમારા જેવા મોટા માણસ એવું હલકું કામ કરવા પ્રેરાય નહિ, તમે તો મારા ડેડીને મિનિસ્ટર બનવાની પ્રેરણા આપી હતી.” “હા. મને એમને માટે બહુ માન હતું. એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ મેં અનુભવ્યું છે.’ મારા બાપુજીના કામની તિમિરનાં તેજ ૪૫ સજન કદર કરી અમારા પ્રત્યે લાગણી અને સંભાવે દાખવી રહ્યો છો એ જ એની સાબિતી છે.” એક પ્રામાણિક અને કર્મનિષ્ઠ મંત્રીની કદર કરવી એ મુખ્યમંત્રીની ફરજ છે. એમણે રાજય માટે જે કર્યું છે એના બદલામાં અમે કંઈ નથી “જે કરી રહ્યા છો એ જોતાં મારા ડેડીનો આત્મા સંતુષ્ટ થશે.” સંતુષ્ટ ત્યારે થશે જયારે તમે એમનાં અધૂરાં કામો પૂરાં કરશો.* ‘હું તમારા કહેવાનો અર્થ સમજી નહિ.” ‘તમે અમારી ટીમમાં જોડાઓ તો એમના પ્રત્યેનું ઋણ ફંડ્યાનો મને આનંદ થશે.” ‘એ કેવી રીતે બને?’ ‘તમે કેબિનેટમાં જોડાવાની હા પાડતાં હો તો હું ગૃહમંત્રી તરીકેની તમારી નિમણૂંક જાહેર કરું.’ ‘ચૂંટણીમાં જીત્યા વગર?” ‘તમે પદ સ્વિકારો તો બે મહિનામાં પેટા ચૂંટણી ગોઠવું. એમાં વિજય તમને જ મળશે. લોકોને વિમળભાઈ માટે ખૂબ માન અને પ્રેમ અનુસંધાન આવતા અંકે