અક્કી ની ફિલ્મો કપિલ ફ્લોપ કરાવે છે

ભારતીય ટીવી જગત નો સુવિખ્યાત કોમેડી શો ધ કપિલ શર્મા શો લાંબા વિરામ બાદ ૧૦મી સપ્ટેમ્બર થી ફરી શરૂ થઈ રહ્યો છે. આ સિઝન ના પ્રથમ શો માં જ ગેસ્ટ તરીકે અક્ષયકુમાર અને રકુલ પ્રિત સિંગ પોતાની ફિલ્મ કટપૂતલી. ના પ્રમોશન ઉપર પહોંચ્યા હતા. કપિલ ના શો માં કદાચ સૌથી વધારે વખત ગેસ્ટ તરીકે અને પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે વર્ષ દરમિયાન ચાર થી પાંચ વખત અક્કી જતો હોય છે. આથી અક્કી અને કપિલ તેમજ શો ના અન્ય કલાકારો વચ્ચે પણ એક સારો કમ્ફર્ટ ઝોન બની ગયો છે. પોતાના શો ઉપર આવતી તમામ મહિલા કલાકારો સાથે હંમેશા ફલર્ટ કરવા ના પ્રયાસ માં મગ્ન રહેતા કપિલ ની હરકતો ઉપર અક્કી હંમેશા પાણી ફેરવતો હોય છે. ત્યારે કપિલ પણ અક્કી ની ફિલ્મો, તેની આવક, તેની સેટ ઉપર પરોઢિયે પહોંચી જવા ની આદત ઉપર ટિખળ કરતો રહેતો હોય છે. આ સિઝન ના પ્રથમ એપિસોડ માં ફિલ્મ કટપૂતલી ના પ્રમોશન માટે આવેલા અક્ષયકુમારે કપિલ શર્મા ને આડે હાથે લેતાતેના ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. હાલ માં એક પછી એક બોલિવુડ ની ફિલ્મો ને મળતી નિષ્ફળતા માટે કોઈ નિર્માતા, દિગ્દર્શક કે અભિનેતા ને નહિં પરંતુ અક્કી એ આ માટે કપિલ ને જવાબદાર ઠેરવ્યો હતો. વર્ષો થી બોક્સ ઓ-િ ફસ ઉપર રાજ કરતા અક્ષયકુમારે પોતાનું નસીબ બગાડવા નો અને તેમની ફિલ્મો ને બોક્સ ઓફિસ ઉપર પિટાવવા નો કપિલ ઉપર આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે યાર ! આ માણસ બધી વસ્તુઓ ઉપર નજર લગાવી દે છે, મારી ફિલ્મો ની સફળતા, કમાણી, પૈસા બધી જ વાતો ઉપર નજર બગાડે છે, તેથી જ હવે મારી ફિલ્મો નથી ચાલી રહી. જો કે આ સાંભળી ને અર્ચના પૂરણ સિંગ, અક્કી અને કપિલ સહિત તમામ ખડખડાટ હસી પડે છે. આ વર્ષે કટપૂતલી અક્ષય ની ચોથી ફિલ્મ છે જે ડિઝની-હોટસ્ટાર ઉપર ૨ જી સપ્ટે. એ સ્ટ્રિમ થઈ હતી. આ અગાઉ રક્ષાબંધન માત્ર ૪૪ કરોડ નું કલેકશન, સમ્રાટે પૃથ્વીરાજ ફક્ત ૬૮ કરોડ નું કલેકશન અને બચ્ચન પાંડે ફક્ત પ0 કરોડ ના કલેકશન સાથે ફલોપ રહેવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published.