આર્જેન્ટિના ના વા.પ્રેસિડેન્ટ નો બચાવ

આર્જેન્ટિના ના ઉપરાષ્ટપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડિઝ ઉપર જ્યારે એ તેમના સમર્થકો સાથે હતા ત્યારે ભીડ નો લાભ ઉઠાવી ને હુમલાખોરે પોઈન્ટ બ્લેક થી લમણે પિસ્તલ તાકી હતી. સદ્દનસીબે ટ્રિગર લોક થઈ જતા ક્રિસ્ટીના નો અભૂત બચાવ થઈ ગયો હતો. ગુરુવારે રાત્રે બનેલી આ ઘટના માં આર્જેન્ટિના ના ઉપરાષ્ટ્રપતિ પોતાના ઘર ની બહાર સમર્થકો વચ્ચે હાજર હતા. આ અગાઉ ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી ક્રિસ્ટીના દેશ ના રાષ્ટ્રપતિ હતા. આ દરમ્યિાન તેમની ઉપર ભ્રષ્ટાચાર ના આરોપો લાગ્યા હતા. જેની હાલ માં સુનવિણી ચાલી રહી છે. તેમની સામે ચાલી રહેલા કેસ ના વિરોધ માં તેમના સમર્થકો એ રેલી કાઢી ને અંતે તેમના ઘરે પહોંચ્યા હતા. જેમને મળવા ક્રિસ્ટીના તેમની વચ્ચે હતા. આ દરમિયાન અચાનક હુમલાખોરે તેમના લમણે બંદૂક તાકી હતી. જો કે રામ રાખે તેને કોણ ચાખે ના ન્યાયે ટ્રિગર ફસાઈ જતા ફાયર થઈ શક્યું નહીં. આ દરમ્યિાન ક્રિસ્ટીના ના સલામતિ રક્ષકો એ હુમલાખોર ને ઝડપી લીધો હતો. આ હુમલાખોર બ્રાઝિલ નો રહેવાસી છે જેનું નામ ફર્નાન્ડો આજે સવાગ સ્પેન્ટિએલ છે. ઘટનાક્રમ બાદ આજેન્ટિના ના પ્રેસિ ડેન્ટ આલ્બર્ટી ફર્નાન્ડીઝ એ જણાવ્યું હતું કે જે પિસ્તોલ થી હુમલાખોર એ હુમલો કરવા નો પ્રયાસ કર્યો હતો, તેમાં પાંચ ગોળીઓ હતી. છેલ્લી ઘડી એ પિસ્તોલ નું ટ્રિગર ફસાઈ જવા થી હુમલાખોર ફાયરીંગ કરી શક્યો ન હતો. જેથી ઉપરાષ્ટપતિ નો જીવ બચી ગયો હતો. જ્યારે આર્જેન્ટિના ના સુરક્ષમંત્રી એ સ્થાનિક ન્યુઝ ચેનલ સીપએન ને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવા માં આવી રહી છે. હુમલાખોરે ઉપરાષ્ટ્રપતિ ના ચહેરા ની ખૂબ નજીક પિસ્તોલ તાકી દીધી હતી. આ ઘટના દરમ્યિાન ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે જેવો શંકાસ્પદ વ્યક્તિ ક્રિસ્ટિના સામે પિસ્તોલ ધરી ત્યારે તેમના સિક્યોરિટી ગાર્ડ ત્વરીત એક્શન માં આવતા હુમલાખોર ને ઝડપી લીધો હતો. આ ઘટનાક્રમ બાદ ક્રિસ્ટીના ને તેમના સલામતી રક્ષકો કોર્ડન કરી ને તેમને સહી સલામત ઘર માં પહોંચાડી દીધા હતા. જો કે આ સમાચાર પ્રસરતા જ તેમના સમર્થકો તેમ જ આમ જનતા માં પણ ચકચાર વ્યાપી ગઈ હતી. ક્રિસ્ટના ના સનસીબે છેલ્લી ઘડી એ ટ્રિગર ફસાઈ જતા તેમનો જીવ બચી ગયો હતો,

Leave a Reply

Your email address will not be published.