ઈન્ડો પેસિફિક નવો વ્યુહાત્મક ખ્યાલ
ભારત ના વિદેશમંત્રી પૂર્વ બ્યુરક્રેટ્સ અને વિચક્ષણ રાજનેતા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ના સમુદ્રી હિતો વિષે વાતચીત કરતી વખતે હિન્દ મહાસાગર વિષે વાત કરવી અને પ્રશાંત મહાસાગર વિષે વાત ના કરવી તે મર્યાદીત વિચારદૃષ્ટિ ધરાવે છે. વિદેશમંત્રી એસ. મા બાપાના જયશંકર પોતાના પુસ્તક “ધ ઈન્ડિયા વે સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટીના વર્લ્ડ” ના ગુજરાતી અનવાદ વિમોચન સમારોહ માં રવિવારે અમદાવાદ પધાર્યા હતા. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે ભારતે વિચારવા ના ઐતિહાસિક નિયમો કરતા આગળ જવું પડશે. ઈન્ડો-પેસિફિક એ એક નવો વ્યુહાત્મક ખ્યાલ છે જે વિશ્વભર માં ચાલી રહ્યો છે. પેસિફિક ઓશન (પ્રશાંત મહાસાગર) વિષે વાત ના કરવા નો દૃષ્ટિકોણ એક પ્રકાર નો અંધવિશ્વાસ છે કે ભારતે અન્ય દેશો ના મુદ્દાઓ માં દખલ ના કરવી જોઈએ. વિશ્વ ની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા ના નાતે ભારતે વિશ્વાસ પ્રદર્શિત કરવો જોઈએ. આની કમી છે કારણ કે આપણી આદતો આપણ ને રોકે છે. આપણા વૈશ્વિક વ્યાપાર નો અડધો અડધ હિસ્સો અર્થાત કે ૫૦ ટકા વ્યાપાર પૂર્વની તરફ પ્રશાંત મહાસ પગર મારફતે જ થાય છે. હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે નક્શા માં એક કાલ્પનિક રેખા છે પરંતુ વાસ્તવ માં આવું કશું જ નથી. અત્યાર સુધી આપણે જ્યારે પણ સમુદ્ર વિષે વિચારીએ છીએ ત્યારે માત્ર હિંદ મહાસાગર વિષે જ વિચારીએ છીએ. આ આપણી મર્યાદિત વિચાર દૃષ્ટિ છે. ભારત ની વિદેશનીતિ માં સબ કા સાથ, સબ કા વિકાસ માં અમેરિકાને સહભાગી બન વવા ચીન ને સંભાળવા, યુરોપ સાથે ના વ્યાવસાયિક – સાંસ્કૃતિક સંબંધો વધારવા, રશિયા ને પણ સમજાવવા અને પાન ને સામેલ કરવું એ ગર્ભિત છે. ભારત ની આજે જે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઉભરેલી – એક દેઢ, શક્તિશાળી અને દુશ્મન દેશ ને તેના ઘર માં ઘૂસી ને મારે અને તો પણ વૈશ્વિક સમાજ તેનો વિરોધ ના કરે, તેવી છબી ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર ને આભારી છે. જેમણે તેમના અગાઉ ની યુ.પી. એ. સરકાર અને કોંગ્રેસી કેન્દ્ર સરકાર ની ડરપોક, કરોડરજ્જુ વગર ની અને અમેરિકા કે રશિયા અને મધ્યપૂર્વના ખાડી ના દેશો ના દબાણ માં રાષ્ટ્રીય હિતો ની પણ પરવા કરી નહતી.