ચીન – તાઈવાન તણાવ

ચીન અને તાઈવાન વચ્ચે ના તણાવ માં ચીન એવી કોઈ ને કોઈ હરકતો કરતું રહે છે જેથી આ ટેન્શન ઓછુ ના થાય. ગુરુવારે ચીન ના ૧૪ ફાયટર વિમાનો એ તાઈવાન ની હવાઈ સીમા માં પ્રવેશ કર્યો હતો. તાઈવાન ના સંરક્ષણ મંત્રાલય ના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે ચીન ના એરફોર્સ ૫૩ એરક્રાફ્ટ અને નેવી ના ૭૮ જહાજો ચીન તાઈવાન ની સીમા ઉપર દેખાયા હતા. જે પૈકી ૧૪ વિમાનો એ તાઈવાન ની હવાઈ સીમા ની અંદર ઘુસ્યા હતા. ચીન જે વિમાનો તાઈવાન ની હદ માં મોકલ્યા હતા તેમાં એન્ટિ સબરીન વોરફેયર પ્લેન, બોમ્બર ફાયટર જેટ્સ તેમ જ એરઓન એવોક્સ પ્રકાર ના વિમાનો નો સમાવેળ થતો હતો. તાઈવાન ના જણાવ્યા પ્રમાણે ચીન ના વિમાનો ને ટ્રેક કરવા માટે અમે સિસ્ટમ તૈનાત કરી દીધી છે. ગત ઓગસ્ટ માં ચીન ના લાખ ધમપછાડા અને વિમાન ઉડાવી દેવા ની ધમકીઓ બાદ પણ અમેરિકન સંસદના સ્પિકર નેન્સી પેલસી એ પૂરતી સાવચેતી સાથે તાઈવાન ની મુલાકાત લીધી હતી. ત્યાર થી ચીન છંછેડાયેલું છે. તેણે ઘણી વાર તાઈવાન ની સીમા નજીક પોતાની મિલિટરી ડ્રીલ કરી ને તાઈવાન ને ડરાવવા નો પ્રયત્ન કર્યો હતો. જો કે તાઈવાન એ ડર્યા વગર અને અમેરિકા એ પણ ચીન ની નારાજગી ની પરવા કર્યા વગર ત્યાર બાદ પણ ઘણા અમેરિકી રાજનિતીકો એ તાઈવાન ની મુલાકાત કરી હતી. તાઈવાન ની આસપાસ ના છ વિસ્તરિો માં ચીને મિલિટરી ડ્રીલ કરી ને તાઈવાન ને ડરાવવા નો તેમ જ ઘેરવા નો પ્રયત્ન કર્યો હતો. એક તબક્કે તો ચીન તાઈવાન સામે એટલુ હમલાવર થઈ ગયું હતું કે આખરે અમેરિકા એ તેના વિમાનવાહક અને અણુશસ્ત્રો થી સજ્જ યુધ્ધ જહાજો ને તાઈવાન ની દરિયાઈ સીમા માં મોકલતા બાદ માં ચીન શાંત પડ્યું હતું. જો કે આ તણાવ ના પગલે અમેરિકા એ તાઈવાન ને એક અબજ અમેરિકી ડોલર ના શસ્ત્રો વેચ્યા છે. જેમાં રડાર સિસ્ટમ, એન્ટિ સિમ મિસાઈલ્સ થતો દરિયાઈ સુરંગો નો સમાવેશ થાય છે જેથી ચીન ના યુધ્ધ જહાજો ને તાઈવાન ની જળ સીમા માં પ્રવેશતા રોકી શકાય. અમેરિકા એ તાઈવાન ને ચીન સામે ના સંભવિત યુધ્ધ ના સંજોગો માં તાઈવાન ની પડખે અડીખમ ઉભા રહેવા નું વચન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.