ચીન ના પ્રતાડીત ઉઈગર મુસલમાન
ચીન તેના અટકાયતી કેન્દ્રો (ડિટેન્શન સેન્ટર્સ) માં ઉઈગર મુસ્લિમો ઉપર અમાનુષી અત્યાચાર કરી રહ્યું છે. આ વાત નો અહેવાલ હવે યુએન ના રિપોર્ટ માં પણ પિડીતો ના નિવેદનો સાથે ૪૮ પાના ના રિપોર્ટ માં જાહેર થઈ ગયો છે. – ચીનમાં ઉઈગર મુસ્લિમો ઉપર વર્ષો થી કરાતા અત્યાચાર ની ખબર પાકિસ્તાન ના શાસકો અને ખાસ કરી ને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, મધ્યપૂર્વ ના આરબ દેશો અને મુસ્લિમ સંગઠન ઉમા ના દેશો સિવાય આખા વિશ્વ ને છે. ચીન સાથે ના સંબંધો તેમ જ ચીન ની તેમને જરુરિયાત ના પગલે તેઓ એ આ ૧૦ લાખ ઉઈગર મુસ્લિમો ના પ્રશ્ન શાહમૃગ ની નીતિ અપનાવી આંખ, નાક, કાન બંધ કરી દીધા છે. ચીન ના શિનજિયા‘ગ પ્રાંત માં જ્યાં આ ઉઈગર મુસ્લિમો ની વસ્તી મોટા પ્રમાણ માં છે ત્યાં તેમની ઉપર ડર, ભય અને આતંક નું વાતાવરણ સર્જતા મોટાપાયે મનસ્વી રીતે તેમની ધકપકડ કરી ડિટેશન સેન્ટરો માં ધકેલી દેવાય છે. અહીં મુસ્લિમો ને માથે જાળીદાર ટોપી પહેરવા, દાઢી રાખવા,રોજા રાખવા કે ધાર્મિક કાર્યો કરવા, મહિલાઓ ને બુરખો પહેરવા કે બાળક નું નામ મહંમદ રાખવા જેવા અનેક પ્રતિબંધો છે. આ વિસ્તાર ના મુસ્લિમ પુરુષો કે મહિલાઓ ની મનસ્વી રીતે ધરપકડ કર્યા બાદ ડિટેન્શન સેન્ટર્સ માં તેમની ઉપર અમાનુષી અત્યાચાર કરાય છે. અહીં તેમને કેટલો સમય રખાશે તેની કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી પરંતુ એક વાર અંદર ગયા પછી પોતાના પરીવાર સહિત બહારની દુનિયાથી સંપર્ક કપાઈ જાય છે અને સરેરાશ ઓછા માં ઓછુ ૧૮ મહિના તો અહીં રહેવું જ પડે છે. આવા સેન્ટરો માં તેમના સેલ માં ૨૪ કલાક લાઈટ ચાલુ રખાય છે જેના કારણે ઉંઘવા માં તકલીફ પડે અને પૂરતી ઉંઘ લઈ ના શકે. આ ઉપરાંત પુરુષો ને ટોર્ચર કરવા તેમને ટાઈગર ચેર માં બાંધી દઈ ને ઈલેક્ટ્રીક બેટન (વિજળી ના દંડા) થી ઢોર માર મરાય છે. વળી આ ઈલેક્ટ્રીક દંડા થી ફટકારતી વખતે તેમની ઉપર પાણી પણ ફેંકાય છે. જ્યારે મહિલાઓ ના જાતિય શોષણની વ્યથા વ્યક્ત કરતાપિડીતાજિયાનુડુન નામક મહિલા કે જે આવા શિબિર માં નવ મહિના રહી હતી તેના જણાવ્યા પ્રમાણે તેમને કપડા ઉતારવા ની ફરજ પડાતી, બધા લોકો ની સામે નિર્વસ્ત્ર કરી ને ફરજીયાત ગાયનેલોકોજીકલ ટેસ્ટ કરાતો. ઘણી વખત આ શિબિરો ના ગાર્ડસ તેમને ઓરલ સેક્સ કરવા ની ફરજ પાડતા. આ ઉપરાંત મધ્યરત્રિ બાદ કેટલાક સૈનિકો મોઢે માસ્ક પહેરી ને સેલ માં આવી ને જે છોકરીઓ ગમે તેને બ્લેક રુમ માં લઈ જતા. ત્યાં તેમની ઉપર સામુહિક બળાત્કાર ગુજારવા માં આવતો. જિયાનુડુન ઉપર પણ ત્રણ વખત ત્રણચાર લોકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ચીન આવા ‘બધા જ આરનેપો ને નકારતા તેને ડિટેક્શન સેન્ટર્સ નહીં પરંતુ વ્યાવસાયિક શિક્ષણ અને તાલિમ કેન્દ્રો ગણાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બધા શિબિરો આતંકવાદ સાથે સંલગ્ન ગુન્હેગારો માટે ના પુનર્વસન કેન્દ્રો છે. અહીં તેમને વ્યાવસાયિક તાલિમ આપવા ઉપરાંત તેમને રેડ સોંગ ગાવા ની અને સામ્યવાદી વિચારધારા અપનાવવા ની તાલિમ અપાય છે. જો કે યુએન ના રિપોર્ટ માં ઉલ્લેખ નથી પરંતુ ચીન ઉપર આ ઉઈગર મુસ્લિમો ના કિડની, લિવર જેવા વિવિધ માનવ અંગો ની તસ્કરી ના પણ આરોપો છે. ચીન યુએન ના રિપોર્ટ ને અમેરિકા અને કેટલાક પશ્ચિમી દેશો દ્વારા તેમની વિરુધ્ધ તૈયાર કરવા માં આવેલો સંપૂર્ણપણે નિરર્થક અને ગેરકાયદેસર રિપોર્ટ ગણાવે છે. ચીન ઉઈગર મુસ્લિમો ઉપર અત્યાચાર કરી ને શિનજિઆંગ પ્રાંત ઉપર કળ્યો અને દબદબો જાળવી રાખવા માંગે છે. ૧૯૪૫ માં પ્રાંત માં જ્યાં ઉઈગર મુસ્લિમો ની વસ્તી ૮૨.૭ ટકા ની સામે હાન ની વસ્તી ૬.૨ ટકા જ હતી તે ૨૦૦૮ માં ઉઈગર મુસ્લિમો ૪૬.૧ ટકા અને હાન ૩૯.૨ ટકા અને ૨૦૨૨ સુધી માં હાન ની વસ્તી ૬૦ ટકા થી વધુ થઈ ગઈ છે. ચીન ના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ ના લગભગ તમામ માર્ગો આ પ્રાંત માં થી જ પસાર થાય છે. આ વિસ્તાર માં ચીન ના પ્રાકૃતિક સંશાધનો પૈકી ની ૪૦ ટકા કોલસા ની ખાણો, ૨૦ ટકા ઓઈલ અને ગેસ ના ક્ષેત્રો તેમ જ ૨૦ ટકા પવન ઉર્જા અહીં થી જ મેળવે છે. આમ ચીન ની ઉર્જા આપૂર્તિ માં શિનજિયાંગ પ્રાંત નો ફાળો અગત્ય નો અને મોટો છે. આથી જ ચીન શિનજિયાંગ પ્રાંત ઉપર પોતાનો કજો અને દબદબો જાળવવા અહીં ના ઉઈગર મુસ્લિમો માં ડર, ભય અને દબદબો જાળવવા અહીં ના ઉઈગર મુસ્લિમો માં ડર, ભય અને આતંકનું વાતાવરણ સર્જી ને આવા ડિટેન્શન સેન્ટર્સ માં લગભગ ૧૦ લાખ ઉઈગર મુસ્લિમો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યું છે.