ચીન માં ૪૦ હજાર કરોડ નું બેંક કૌભાંડ
સામ્યવાદી દેશ ચીન માં સૌથી મોટા બેંક કૌભાંડ નો પર્દાફાશ થતા રાષ્ટ્રભર માં ખળભળાટ મચી ગયો હતો. બ્લમબર્ગ ના રિપોર્ટ પ્રમાણે સેન્ટ્રલ ચાઈના માં સત્તાવાળાઓ એ ૫૮૦ કરોડ ડોલર અર્થાત કે ૪૬.૩ હજાર કરોડ ના બેન્કીંગ BANK કૌભાંડ મામલે ઘનિષ્ઠ કાર્યવાહી કરી હતી. સામ્યવાદી દેશ માં પણ બેંકીંગ કૌભાંડ અને તે પણ ૪૬.૩ હજાર કરોડ રૂા.ની તપાસ માં સત્તાવાળાઓ એ અત્યાર સુધી માં હેનાન પ્રાંત ના શુઆંગ શહેર માં થી આ મહાકૌભાંડ સંબંધિત ૨૩૪ લોકો ને ઝડપી લીધા હતા. સમગ્ર કૌભાંડ સ્થપનિક ગ્રામિણ બેંકો માં જમા નાણાં ઉપર વધુ વ્યાજદર ની લાલચ આપી ને ઠગાઈ આચરાઈ હતી. શુઆંગ સિટી ગવર્મેન્ટ એ જણાવ્યું હતું કે લૂ વિવેઈ નામક માસ્ટર માઈન્ડે પોતાના સાગરિતો ને સાથે મળી ને પ્રથમ હેનાના પ્રાંત ની ચાર બેંકો ઉપર કન્જો જમાવ્યો હતો. આમ ગેરકાયદેસર કન્જો જમાવ્યા બાદ સ્થાનિક લોકો ને એટલે કે રોકાણકારો ને વાર્ષિક ૧૩ શ્રી. ૧૮ ટકા ના દરે વ્યાજ ની લાલચ આપી ને ઠગાઈ આચરાઈ હતી. આમ અગહુઈ પ્રાંત સ્થિત યુઝોઉ શિનમિનસેંગ ગ્રામિણ બેંક નો પણ સમાવેશ થાય છે. આ બેંક માં હજારો લોકો ના એકાઉન્ટ છે. હેનાન પ્રાંત ની આ ચારેય બેંકો એ ૧૮ મી F CHINA એપ્રિલ થી પોતની ઓનલાઈન બેંકીંગ સેવા રદ કરી દીધી હતી. આખરે ૧૦ મી જુલાઈ એ પિપલ્સ બેંક ઓફ ચાઈના ની ઝંઝૌ બ્રાંચ ખાતે હજારો ખાતાધારકો પોતાની જમા રકમ લેવા પહોંચી ગયા હતા. આ જબરદસ્ત ભીડને કાબુ કરવા બેંકો બહાર તોપ તૈનાત કરી દેવાઈ હતી. જો કે પોલિસે નુક્સાની ની ભરપાઈ માટે જરુરી સારી રિકવરી થયા નો દાવો કર્યો હતો. બેંક સત્તાવાળાઓ એ કહ્યું હતું કે તમામ ખાતાધારકો ને તેમની જમા રકમ પરત કરી દેવા માં આવશે. જ્યારે આ સિવાય ના બાકી લોકો જાણવા માંગે છે કે તેમને તેમના નાણાં ક્યારે પરત મળશે. ઉચ્ચ બેંક અધિકારીઓ નું કહેવું છે કે સમગ્ર મામલા ની સઘન તપાસ કરવા માં આવશે? જો કે આજે પણ આ પ્રાંતના હજારો નાગરિકો ના નાણાં ફસાયેલા છે.