જાણિતા ઉધોગપતિ સાયરસ મિસ્ત્રી નું નિધન

દેશ ના જાણિતા તાતા ગૃપ ના પૂર્વ ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ ૫૪ વર્ષીય સાયરસમિસ્ત્રીનું પાલઘર જીલ્લા ખાતે નડેલા માર્ગ અકસ્માત માં ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. કાર માં સવાર ચાર વ્યક્તિ પૈકી બે ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાયરસ મિસ્ત્રી અમદાવાદ થી મુંબઈ કાર માં આવી રહ્યા હતા. જ્યારે મુંબઈ નજીક ના પાલઘર જીલ્લા ના સૂર્યા નદી પરના પુલ ઉપર ના ડિવાડર સાથે તેમની મર્સિડીઝ કાર ધડાકાભેર ટકરાઈ હતી. સાયરસ મિસ્ત્રી અને અન્ય મૃતક ના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કાસા ની ગ્રામ્ય હોસ્પિટલ માં જ્યારે અન્ય ઘાયલ વ્યક્તિઓ ને કાસા ની હોસ્પિટલ માં ખસેડાયા હતા. સાયરસ મિસ્ત્રી ની સંપત્તિ ૧૦૦૦ કરોડ થી અધિક ની છે. તેઓ તાતા સન્સ માં ૧૮.૪ ટકા હિસ્સો ધરાવતા હતા. સાયરસ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા.લિ. નામક તેમની કંપની ની કુલ સંપત્તિ ૧૦ બિલિયન ડોલર હતી. બ્લમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર સાયરસ મિસ્ત્રી ના પિતા પલોનજી મિસ્ત્રી ની સંપત્તિ ૨૦૨૧ ના મધ્ય માં ૩૦ બિલિયન ડોલર હતી, જે તેમના મૃત્યુ સમયે ૨૯ બિલિયન ડોલર હતી. તેમના મૃત્યુ સમયે તેઓ સૌથી ધનિક આઈરિશ અબજોપતિ હતા અને વિશ્વ ના ૧૪૩ સૌથી ધનિક વ્યક્તિ | હતા. સાયરસ મિસ્ત્રી ની કાર ને પાલઘર નજીક નડેલા રોડ અકસ્માત ની તપાસ ના આદેશો મહારાષ્ટ ના ના.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આપ્યા હતા. સાયરસ ના યુવાવયે દુઃખદ નિધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહે ઉંડુ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે તાતા સન્સ ના ચેરમેન એન.ચંદ્રશેખર ને સાયરસ મિસ્ત્રી ના નિધન ઉપર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે સાયરસ ને જીવન પ્રત્યે જુસ્સો હતો. તેમના અચાનક અવસાન થી ઘણું દુઃખ અને આઘાત પહોંચ્યા છે. યુવાવયે તેમનું અવસાન થયું છે જે વાસ્તવ માં ઘણું જ દુઃખદ છે.

Leave a Reply

Your email address will not be published.