દાદીમા ના નુસખાં.
કારણો – ખાસ કરીને વધુ બીડી-સિગારેટ પીવાથી, શરાબ પીવાથી, ઠંડી વસ્તુ ખાધા પછી તરત ગરમ વસ્તુ ખાવાથી અથવા તો ગરમ પદાર્થો પછી ઠંડા પદાર્થોના ઉપયોગથી ગળુ બેસી જાય છે. ઘણા લોકો વધારે પ્રમાણમાં અમ્લીય પદાર્થોનું સેવન કરે છે અથવા તો કબજીયાત થયો હોય અથવા જોરજોરથી બોલે છે કે ભાષણ આપે છે તેમનો અવાજ બેસી જાય છે. મોસમ બદલાવાથી ગળામાં હવા લાગવાથી, કાચા કે ખાટા ફળ ખાવાથી, ગેસ સુંઘવાથી અથવા મોઢામાં ખેંચવાથી કે પછી જોરજોરથી ઘાંટો પાડીને બોલવાને કારણે ગળું બેસી જાય છે. લક્ષણો- ગળુ બેસવાથી ગળામાં વેદના, ગળામાં સોજો દરદ, ધૂળ, ગળામાં મુશ્કેલી, ગળામાં ખંજવાળ, શુષ્કતા, સૂકી ઉધરસ, તાવ વગેરે આવે છે. ઘણીવાર થેંકની સાથે કફ પણ આવવા લાગે છે. નુસખાં – મુલેઠીનો રસ અથવા લાકડી મોંમાં મૂકી ચુસવાથી ગળું તરત ખુલી જાય છે. – મોં માં કૃલિજન રાખી ચૂસવાથી પણ અવાજ ખુલી જાય છે. – નાની (લીલી) ઈલાયચી, લવિંગ તથા મુલેઠી – આ ત્રણેયની ૧-૧ ચમચી માત્રા જેટલા ચૂરણને ગરમ પાણી સાથે લેવું કારણો – ખાસ કરીને વધુ બીડી-સિગારેટ પીવાથી, શરાબ પીવાથી, ઠંડી વસ્તુ ખાધા પછી તરત ગરમ વસ્તુ ખાવાથી અથવા તો ગરમ પદાર્થો પછી ઠંડા પદાર્થોના ઉપયોગથી ગળુ બેસી જાય છે. ઘણા લોકો વધારે પ્રમાણમાં અમ્લીય પદાર્થોનું સેવન કરે છે અથવા તો કબજીયાત થયો હોય અથવા જોરજોરથી બોલે છે કે ભાષણ આપે છે તેમનો અવાજ બેસી જાય છે. મોસમ બદલાવાથી ગળામાં હવા લાગવાથી, કાચા કે ખાટા ફળ ખાવાથી, ગેસ સુંઘવાથી અથવા મોઢામાં ખેંચવાથી કે પછી જોરજોરથી ઘાંટો પાડીને બોલવાને કારણે ગળું બેસી જાય છે. લક્ષણો- ગળુ બેસવાથી ગળામાં વેદના, ગળામાં સોજો દરદ, ધૂળ, ગળામાં મુશ્કેલી, ગળામાં ખંજવાળ, શુષ્કતા, સૂકી ઉધરસ, તાવ વગેરે આવે છે. ઘણીવાર થેંકની સાથે કફ પણ આવવા લાગે છે. નુસખાં – મુલેઠીનો રસ અથવા લાકડી મોંમાં મૂકી ચુસવાથી ગળું તરત ખુલી જાય છે. – મોં માં કૃલિજન રાખી ચૂસવાથી પણ અવાજ ખુલી જાય છે. – નાની (લીલી) ઈલાયચી, લવિંગ તથા મુલેઠી – આ ત્રણેયની ૧-૧ ચમચી માત્રા જેટલા ચૂરણને ગરમ પાણી સાથે લેવું ગરમ પામી કે દૂધ સાથે લો. – ચણાના લોટમાં મીઠું નાંખી ગળા પર લેપ કરો. – બે કાળામરીને મોંમાં મૂકી ધીમે ધીમે ચૂસવાથી ગળું ખુલી જશે. – બોરના પાંદડાને વાટી પાણીમાં ઉકાળો પછી ગાળીને તેમાં થોડું મીઠું મેળવો. આ પાણીના કોગળા કરવાથી ગળાના વિકાર દૂર થઈ જાય છે. – તુલસીની માંજરીને પાણીમાં ઉકાળી કોગળા 11 નુસખા કરો. શેરડીથી ગળાના વિકાર દૂર થાય – શેરડીના રસનો સરકો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી નાંખો એનથી દિવસમાં વારંવાર કોગળા કરો. – સિંધવ મીઠું, બે લવિંગ, અડધી ચમચી જીરું અને તુલસીના ચાર પાન – આ બધાનો કાઢો બનાવી પીવાથી ગળું ખુલી જાય છે. – બે કાળામરીને વાટી એક ચમચી જેટલા શુધ્ધ ઘીમાં મેળવી ચાટવાથી ગળુ ખુલી જાય છે. – એક ચમચી ઘઉં ના ચોકરને પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને ગાળી તેમાં થોડું સિંધવ મીઠું મેળવી પીઓ. – અડધી ચમચી સૂંઠ તથા ચતુર્થાશ ચમચી જેટલા અક્કલગરાના ચૂરણને મધ સાથે ચાંટો. – એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ચા નાંખી ૧૦ મિનિટ સુધી ઉકાળો, ત્યારબાદ ગાળીને સહન થાય તેવી રીતે કોગળા કરો. – વડના લીલા પાંદડાના અડધી ચમચી રસને પાણીમાં નાંખી તેના કોગળા કરો. અનુસંધાન આવતા અંકે દાદી માં ના નુસખા | ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુસખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ન માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરુરી દાક્તરી સલાહ સુચનો લેવા નમ્ર વિનંતી.