દારુનીતિ માં કરોડો ની કટકી

અન્ના હજારે ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થી જાણિતા બનેલા અરવિંદ કેજરીવાલ અન્ના નો દ્રોહ કરી ને રાજકારણ માં થી ભ્રષ્ટાચાર દૂર કરવા રાજકીય પાર્ટી બનાવી દિલ્હી રાજ્ય માં સત્તા કન્જ કરી. પરંતુ આજે જેટલા દિલ્હી સરકાર ના મંત્રી અને વિધાયકો જેલ માં છે તે પણ એક વિક્રમ છે. તેમનો ભ્રષ્ટ શરાબનીતિ માં થી કઈ રીતે કરોડો રૂા. કેજરરીવાલ ને સિસોદીયા એ છે બનાવ્યા તેનું ભાજપા એ સ્ટિંગ ઓપરેશન કરી ને ભાંગફોડ કર્યો હતો. ભાજપા એ સોમવારે સ્ટિંગ ઓપરેશન નો વિડીયો જાહેર કરી ને પાટનગર દિલ્હી માં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. તેમાં જણાવ્યા પ્રમાણે અમે કેજરીવાલ-સિસોદીયા ને પાંચ પ્રશ્નો પૂછ્યા હતા. જેનો જવાબ ના મળતા આખરે સ્ટિંગ ઓપરેશન કરી ને તેનો પર્દાફાશ કર્યો હતો. આ સ્ટિંગ ઓપરેશન માં શરાબનીતિ ની પોલ ખોલતો વ્યક્તિ સીબીઆઈ દ્વારા દાખલ આબકારી કેસ માં નોંધાવાયેલી એફઆઈઆર માં ૧૩ નંબર ના આરોપી શનિ મારવાહ ના પિતા કુલવિંદર મારવાહ છે. તેમના કબુલ્યા પ્રમાણે આ નીતિ થી ૮૦ ટકા નફો દિલ્હી ની જનતા ના ખિસ્સા માં થી કાઢી ને કેજરીવાલ-સિ સોદીયા એ દલાલી મારફતે પોતાના ખિસ્સા માં નાખ્યો છે. બીજી તરફ તેમણે પોતાનું કમિશન લઈ લીધું અને પોતાના મિત્રો અને મળતિયાઓ ને, કોન્ટ્રાક્ટરો ને દિલ્હી ની જનતા સાથે જે કરતું હોય તે કરવા ની છૂટ આપી. ત્રીજી બાબત | બ્લેકલિસ્ટેડ કંપનીઓ ને બોલાવી બોલાવી ને મોટા રૂા. લઈ ને કોન્ટ્રાક્ટ આપવા માં આવ્યા. ચોથી સૌથી અગત્ય ની બાબત માં દરેક ઠેકા દીઠ | કરોડો રૂા. કેજરીવાલ – અને સિસોદીયા ને પહોંચાડાયા. સિસોદીયા એ નવી શરાબનીતિ થી કરોડો રૂા. મેળવ્યા છે. કેજરીવાલ અને સિસોદીયા ના મિત્રો ને કમિશન સીધુ ૨ ટકા થી વધારી ને ૧૨ ટકા કરી આપી સરકારી તિજોરી ને નુક્સાન પહોંચાડાયું છે. જ્યારે તેમણે કમિશન ના છ ટકા લેખે કરોડો રૂા. પણ અગાઉ થી જ મેળવી ને પરવાના દીઠ ૧૫૦ કરોડ થી ૫૦૦ કરોડ રૂા. મેળવ્યા છે. નવી લિકર પોલિસી હેઠળ આપ સરકારે રાજ્ય ની જનતા ને કોન્ટ_ોક્ટરો ઉપર છોડી ને કરોડો રૂા.ની કમાણી કરી લીધી છે. આમ આદમી પાર્ટી એ નવી લિકર નીતિ ઉપર અમારા પ્રશ્નો નો હજુ જવાબ નથી આપ્યો. હવે સ્ટિગ નો વિડીયો પબ્લિક ડોમેન માં જ છે. હવે દિલ્હી ની જનતા જાતે જ નક્કી કરે કે કેજરીવાલ કેટલા પ્રામાણીક છે.

Leave a Reply

Your email address will not be published.