પથિક અને રૂચા શુક્લા ના નિવાસે ગણેશ ઉત્સવ ની ઉજવણી

ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં વસતા ભારતીયો પ્રતિવર્ષ ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમ અને શ્રધ્ધાથી કરતા હોય છે. ગણેશ ઉત્સ વિની ઉજવણી ભારતમાં સ્વતંત્ર સંગ્રામના સમયે મહાન સ્વાતંત્ર સેનાની શ્રી બાલગંગાધર તિલકે ધાર્મિકતા સાથે સ્વતંત્રતા ચળવળને આગળ ધપવિવા કરી હતી. જેથી સ્વત‘ત્ર સંગ્રામને વેગ મળે. આ સફળતા પછી મહારાષ્ટ્રમાં પ્રતિ વર્ષ એ જોરશોરથી થતી રહી છે. છેલ્લા ૪૦ થી વધુ વર્ષથી ગુજરાતના શહેરો અને ગામડાંઓમાં પણ આ ઉજવણી ધામધૂમ પૂર્વક થાય છે. તે સાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ જોરશોરથી થાય છે. જાહેર ગણેશ ઉત્સવ ઘણાં શહેરો અને ગામડાઓમાં થાય છે. – ભારતના જે યુવાનો વિદેશોમાં સ્થાયી છે તે યુવાનો પણ મહદ અંશે આ ઉજવણી કરે છે. કેનેડામાં ટોરોન્ટો અને બ્રેમ્પટનમાં ઘણાં ભારતીયો અને ગુજરાતીઓ સ્થાયી થયા છે. જેથી આ ઉજવણી થતી રહે છે. કેનેડામાં બ્રેમ્પટનમાં સ્થાયી થયેલ યુવાનો પૈકી રૂચા અને પથિક શુક્લા પ્રતિ વર્ષ આ ઉજવણી પોતાના નિવાસે શ્રધ્ધાપૂર્વક કરતા રહ્યા છે. વર્ષો વર્ષ આ ઉજવણી માટે શ્રી ગણેશજીના શણગાર માટે વિવિધ વિષય (થીમ) આધારીત ઉજવણી કરે છે. અગાઉના વર્ષોમાં આ ઉજવણી માટે ચોકલેટ, રેઈન ફોરેસ્ટ, ફ્લાવર થીમ આધારીત શણગાર કરેલ. આ વરઅષે આ ઉજવણી ગણેશજીનું સ્થાપન મયૂરાસનમાં કરી પીકોક આધારીત શણગાર કરેલ. આ શણગારમાં મુખ્યત્વે સ્વયં તૈયાર કરેલ સામગ્રીનો ઉપયોગ કરતા રહે છે.પ્રતિવર્ષ ભાદરવા સુદ ચતુર્થી ત્રણ દિવસ માટે આ ઉજવણી સંપૂર્ણ ધાર્મિકતાથી કરવામાં આવે છે. આ ઉજવણી દરમ્યાન પ્રાતઃ કાળે પૂજન અને આરતી તથા સંધ્યાકાળે સમૂહ આરતી કરતા રહે છેલ્લા બે વર્ષમાં કોવિડ-૧૯ ને કારણે નિયંત્રીત ઉજવણી થઈ જ્યારે આ વર્ષે ખૂબ જ ઉમળકાથી આ ઉજવણી પરિપૂર્ણ થઈ જેમાં મિત્ર વર્તુળ, પત્રકારો અને રાજકીય આગેવાનોએ ઉત્સ પહથી આ ઉજવણીમાં ભાગ લીધો. પ્રથમ દિવસે સ્થાપના પછી પ્રસંગોચિત સૌ પ્રથમ શ્રી ગણેશના ભક્તોમાં ભારતના કોન્સલેટ જનરલ શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવને ગણેશજીના દર્શન કર્યા તે સાથે કેનેડાના ફેડરલ મિનીસ્ટર શ્રીમતી કમલ ખેરા, પ્રોવિન્શિયલ મિનીસ્ટર રબમીત સરકારીયા, માઈકલ ફોર્ડ અને શ્રીમતી ચારમીન વિમપમ્સની હાજરી નોંધપાત્ર રહી. તે સાથે કેનેડા ના સંસદ સભ્ય શ્રી મનીન્દર (બ્રેમ્પટન ઈસ્ટ), શ્રીમતી રૂબી સહોરા (બ્રેમ્પટન નોર્થ) અને શ્રી ગારનેટ જીનીયસ (ઈન) જ્યારે એમપીપી શ્રી દિપક આનંદ, અમનજયોત સંધુ, હરદીપ ગ્રેવાલ, ગ્રાહમ અને શેરીફ હાજર રહી ગણેશજીના આશીર્વાદ લીધા. બ્રેમ્પટન ના મેયર પેટ્રીક બ્રાઉન અને રિજીયોનલ કાઉન્સેલર શ્રી ગુરપ્રિત ધિલ્લોન, રોવેના સંતોષ અને પોલ વિનસેટી પણ ઉત્સવમાં જોડાઈ શ્રી ગણેશજીના આશીર્વાદ લીધેલ. છેલ્લા ત્રણ વર્ષથી પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં લઈ શ્રીમતી રૂચ શુક્લાએ નવી પરંપરા શરૂ કરી તે મુજબ શ્રી ગણેશજીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી (માટીની) લાવતા રહ્યા છે જેથી તેનું વિસર્જન પણ ઘર આંગણે થઈ શકે અને પર્યાવરણના નુક્સાનથી બચી શકાય. આ વર્ષે આ ઉજવણીમાં પ્રોશિયલ મિનીસ્ટર શ્રી માઈકલ ફોર્ડ હાજર રહ્યા સાથે એમપીપી ગ્રેહામે હાજર રહી ઈકો ફ્રેન્ડલી થી વિસર્જીત થતા શ્રી ગણેશજીની | હાજર રહી આ પ્રયાસની પ્રશંસા કરી.

Leave a Reply

Your email address will not be published.