પાકિસ્તાન નો પ વિકેટ એ વિજય

ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ની અત્યંત રસાકસીભરી મેચ માં પાકિસ્તાન ને પ્રથમ મેચ માં હરાવ્યા બાદ રવિવારે સપ્ટે.૪ ના રોજ બીજી વાર મુકાબલો યોજાયો હતો. જેમાં પાકિસ્તાને પ વિકેટ થી વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતી ને ફિડીંગ પસંદ કરતા ટીમ ઈન્ડિયા તરફ થી લોકેશ રાહુલ અને રોહિત શર્મા એ ઓપનીંગ કર્યું હતું. રોહિત શમાં અંગત ૨૮ રને આઉટ થતા ૫૪ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ રાહુલ પણ અંગત ૨૮ રને આઉટ થતા ૬૨ રને બીજી વિકેટ પડી હતી. જો કે વિરાટ કોહલી એ સુંદર રમત નું પ્રદર્શન કરતા પોતાની અડધી સદી પુરી કરી હતી. જો કે સામા છેડે સૂર્યા-૧૩ રન, પંત-૧૪ રન અને હાર્દિક પંડ્યા શૂન્ય રને પેવેલિયન માં પરત ફરતા સ્કોર ૧૩૧ રન માં પવિકેટ થયો હતો. ત્યારબાદ હુડા-૧૬ રન અને કોહલી ૬૦ રને આઉટ થતા ટીમ ઈન્ડિયા નો સ્કોર વિકેટે ૧૭૩ રન થયો હતો. અંતે બિસ્નોઈ અણનમ ૮ રન અને ભૂવી ના અણનમ શૂન્ય રન સાથે ટીમ ઈન્ડિયા એ ૨૦ ઓવરો માં ૭ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફ થી શાદાબ-૨ અને નસીમ હુસ સૈન, રઉફ અને નવાઝ ને ૧-૧ વિકેટો મળી હતી. પાકિસ્તાને જીતવા માટે ૧૮૨ ના લક્ષ્યાંક નો પીછો કરતા કપ્તાન બાબર અને વિકેટકિપર રિઝવાન ઓપનિંગ માં ઉતર્યા હતા. બાબર અંગત ૧૪ રને આઉટ થતા ૨૨ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ ફખર ઝમાન ૧૫ રન બનાવી આઉટ થતા ૬૩ જ આUરને બીજી વિકેટ પડી હતી. ત્યાર બાદ આવેલા મોહમ્મદ નવાઝે ૨૦ બોલ માં ૪૨ રન બનtવી આઉટ થતા ૧૩૬ રને ત્રણ વિકેટ સ્કોર થયો હતો. ત્યાર બાદ ૭૧ રને રિઝવાન આઉટ થતા ૧૪૩ રન ચાર વિકેટ અને ૧૬.૫ ઓવર ના અંતે બન્યા હતા. પાકિસ્તાન ને જીતવા માટે ૧૯ બોલમાં ૩પ રન બનાવવા ના હતા પરંતુ ખુશદિલ શાહ -૧૪૨ને અને આસિફ અલી ૮ બોલ માં ૧૬ રન બનાવી આઉટ જ્યારે ઈતિખાર અણનમ ૨ રન સાથે ૨૦ મી ઓવર ના પાંચમા બોલે જીતવા માટે જરુરી ૧૮૨ રન બનાવી લેતા પ વિકેટે વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી તમામ બોલર્સ મૂવી, ચહલ, હાર્દિક પંડ્યા, અર્શદિપ અને રવિ બિશ્નોઈ ને ૧-૧ વિકેટો મળી હતી. આમ ટીમ ઈન્ડિયા નો પરને ઘોર પરાજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published.