બાળકો ને મોબાઈલ થી દૂર રાખો
આજે વિશ્વ પ જી ટેકનોલોજી ના આવિષ્કાર બાદ ૬-જી ને વિકસાવવા પ્રતિબધ્ધ છે ત્યારે ફેસબુક ના માલિક ઝુકરબર્ગ મિડીયા ના સીઈઓ અને માર્ક ઝુકરબર્ગ ના બહેન રેન્ડી ઝુકરબર્ગ નું કહેવું છે કે માતાપિતા બાળકો ને મોબાઈલથી દૂર રાખે. બાળકો ના ઉછેર માં તેનું રિયલ વર્લ્ડ સાથે જોડાવું અત્યંત જરુરી જ્યારે વર્ચ્યુઅલ વર્લ્ડ સાથે જોડાવું ઘાતક પૂરવાર થશે. મેટાવર્સ ના માલિક માર્ક ઝુકરબર્ગ ની બહેન અને ઝુકરબર્ગ મિડીયા ની સીઈઓ રેન્ડી ઝુકરબર્ગ ના મતે વર્ચ્યુઅલ વર્લ્ડ બાળકો ના ઉછેર માં સૌથી મોટી અડચણ છે. રેની ઝુકરબર્ગ ને ૨ પુત્ર અને ૧ પુત્રી છે. તેણે કહ્યું કે એક માતા હોવાના નાતે તે જણાવે છે કે દરેક માટે એ જરુરી છે કે તેઓ પોતાના બાળકો ના સ્ક્રીન ટાઈમ ઉપર નજર રાખે. તેમનું બાળક મોબાઈલ અથવા લેપટોપ ઉપર જરૂર કરતા વધારે સમય તો નથી વિતાવતું ને તેનું ધ્યાન રાખે. નાના બાળકો ને ટેકનોલોજી અને ગેઝેટ્સ થી દૂર રાખે. બાળકો નું પેરેન્ટીંગ એ રીતે થવું જોઈએ કે તેઓ તેમની આસપાસ ની વાસ્તવિક દુનિયા ને સારી રીતે સમજે, નહીં કે સોશ્યિલ મિડીયા અને વર્ચ્યુઅલ જગત ને. બાળકો ના ઉછેર માં ટેકનોલોજી ઘાતક સાબિત થાય છે. સામાન્ય માતા-પિતા ની માફક જ ટેક ઈન્ડસ્ટ્રી માં સક્રીય માતાપિતા પણ પોતાના સંતાનો ને ગેઝેટ્સ થી દૂર રાખવા ના જ પક્ષ માં છે. તદુપરાંત યુવકો કરતા યુવતીઓ ટેકનોલોજી થી અવગત થાય તે જરુરી છે. કારણ કે યુવકો તો ગેમિંગ મારફતે ટેકનીક સમજે છે, પરંતુ યુવતિઓ તેમાં પાછળ રહી જાય છે. જ્યારે મોટાભાગે બાળકો ના ઉછેર માં સિંહફાળો માતા નો જ હોય છે. આથી તે ટેકનીક થી અવગત થાય તે વધારે જરુરી છે. તમારા બાળકો ને સોશ્યિલ મિડીયા માટે અનુમતિ આપતા અગાઉ તે વધારે સમય ઓન સ્ક્રીન ના રહે તેની ચકાસણી કરો. બાળકો વર્ચ્યુઅલ દુનિયા કરતા વાસ્તવિક દુનિયા થી વધારે સંપર્ક માં રહે, પ્રકૃતિ ને ઓળખે અને વિવિધ ઋતુઓ નો આનંદ ઉઠાવે તે ખૂબ જરૂરી છે. કારણ કે આખરે તેને રહેવા નું તો વાસ્તવિક જીવન માં છે. આથી નાના બાળકો વર્ચ્યુઅલ નહીં પણ વાસ્તવિક દુનિયા સાથે મહત્તમ સમય વિતાવે તે હિતાવહ છે.